________________ ખ્રિસ્તી ધર્મ 177 4. તાત્ત્વિક સિદ્ધાંતો : 1. ઈશ્વરનું સ્વરૂપ યહૂદી ધર્મમાં યહોવાહ માત્ર યહૂદીઓનો જ ઈશ્વર છે એવી શરૂઆતમાં માન્યતા હતી, પરંતુ યહૂદી સંતોએ યહોવાહને સમગ્ર વિશ્વનો એકમાત્ર દેવ કહ્યો. યહૂદી ધર્મમાં ઈશ્વરને કડક ન્યાયાધીશ અને સત્તાધારી રાજા તરીકે કલ્પવામાં આવ્યો હતો. જ્યારે ઈસુએ કહ્યું કે ઈશ્વર કડક ન્યાયાધીશ હોવા ઉપરાંત પ્રેમાળ પિતા જેવો વાત્સલ્યપૂર્ણ છે. પાપીઓ જો સાચા હૃદયથી અનુતાપ કરે તો કૃપાસાગર પ્રભુ તેમને ક્ષમા આપે છે. ખ્રિસ્તી ધર્મની ઈશ્વર અંગેની ખાસ ભાવના એ છે કે તે સર્વ જીવોનો પિતા છે. યહૂદી ધર્મના જૂના કરારમાં પરમ તત્ત્વને માટે “યહોવાહ' શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેમની સાર્વભૌમ સત્તા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે તેમાં ઈશ્વરનું વર્ણન કરતાં એમ જરૂર કહેવામાં આવ્યું છે કે તે સર્વ જીવોની કાળજી લે છે અને એ અર્થમાં એમને સૌના પિતા કહેવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તની વિશેષતા એ છે કે એમણે જ્યારે યહૂદી ગ્રંથોમાંથી અવતરણો લીધાં ત્યારે તેમણે “યહોવાહ' નામની જગ્યાએ “પિતા”નું સંબોધન વાપરવાનું પસંદ કર્યું. આમ, ઈસુએ નવા કરારમાં ઈશ્વર માટે “પિતા”, “હે પિતા', “મારા પિતા', અમારા પિતા”, “સ્વર્ગીય પિતા' વગેરે શબ્દોનો સેંકડો વાર ઉપયોગ કર્યો છે. આમ, ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના પિતૃત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સાદો અને ભાવવાળો “પિતા” શબ્દ માણસ અને ઈશ્વર વચ્ચેનો નિકટનો સંબંધ દર્શાવે છે. ઈશ્વર પિતા છે એટલે સર્જક છે. તે “સૂર્યનો પ્રકાશ પાથરે છે અને આકાશનો વરસાદ વરસાવે છે.” એ “સકળ સૃષ્ટિનો માલિક છે', “તેની આજ્ઞા વિના એક ચકલી સુધ્ધાં ભોંય પડતી નથી.” અને સૃષ્ટિ એના હાથનું સર્જન છે માટે સૃષ્ટિ પણ મંગળ છે, પવિત્ર છે. 10 “ઈશ્વર નિત્ય, અનાદિ અને અનંત છે. એણે પોતાની ઇચ્છામાત્રથી સઘળું સજર્યું છે, પોતામાંથી બહાર કાઢ્યું નથી તેમ પરમાણુ વગેરે બાહ્ય સામગ્રી એકઠી કરીને પણ ઘડ્યું નથી. એની સ્વતંત્ર ઇચ્છાથી, કોઈ પણ સામગ્રી વિના એ એણે ઉત્પન્ન કર્યું છે.”૧૧ ઈસુએ ઉપદેશેલા ધર્મમાં કડક એકેશ્વરવાદ હતો; તેની જગ્યાએ પાછળથી ધીરે ધીરે ત્રિમૂર્તિનો સિદ્ધાંત દાખલ થયેલો જોવા મળે છે. 12 આ સિદ્ધાંતને આત્માત્રયીનો સિદ્ધાંત પણ કહે છે. આ સિદ્ધાંત અનુસાર ઈશ્વર ત્રણ સ્વરૂપમાં વિદ્યમાન છે : 1. પિતા (સ્વર્ગમાં વસતો ઈશ્વર પોતે), 2. પુત્ર (જિસસ) અને 3. પવિત્ર આત્મા (જે મનુષ્યમાત્રના અંતરમાં રહી એને સન્માર્ગે ચાલવાની પ્રેરણા કરે છે.)૧૩ ડૉ. રાધાકૃષ્ણન લખે છે : “ત્રિમૂર્તિના સિદ્ધાંતે ઈશ્વરની એકરૂપતામાં ઈસુને માટે સ્થાન કરી આપવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહિ પણ બાઈબલના જૂના કરારમાં