________________ 176 જગતના વિદ્યમાન ધર્મો આવ્યો નથી. ઈસુ ખ્રિસ્ત પોતે અનેક યાતનાઓ વેઠીને મનુષ્યોને તેમનાં પાપકર્મોમાંથી મુક્ત કરવા પ્રયાસ કર્યો. તેમને વધસ્તંભ ઉપર ચઢાવનારાઓનાં હિત અને સુખ માટે તેમણે પ્રાર્થના કરી. આવા પ્રેમમૂર્તિ ઈસુ ખ્રિસ્ત પોતાના ઉદાત્ત અને પ્રેમાળ ચારિત્ર્ય વડે અનેકનાં હૃદય-પરિવર્તન કર્યા હતાં. “માનવપ્રેમ એ જ પ્રભુપ્રેમ છે, જે માનવોને ચાહે છે તેને ઈશ્વર ચાહે છે' - એ સૂત્રના પાયા પર રચાયેલ ખ્રિસ્તી ધર્મે માનવસેવાનો મહાન આદર્શ રજૂ કર્યો છે. 3. ખ્રિસ્તી ધર્મનું શાસ્ત્રઃ ખ્રિસ્તી ધર્મના શાસ્ત્રનું નામ બાઈબલ છે. આ શાસ્ત્ર કોઈ એક લેખકની કલમે લખાયેલું નથી પરંતુ તેના સર્જનમાં અનેક સંતોએ ફાળો કરાર' અને “નવો કરાર’ એ બાઈબલના બે વિભાગો પૈકી જૂનો કરાર હિબ્રુ ભાષામાં અને નવો કરાર ગ્રીક ભાષામાં લખાયેલ છે. પાછળથી આખા બાઈબલનું લેટિન ભાષામાં ભાષાન્તર કરવામાં આવ્યું છે. જૂના કરારનો પરિચય આપણે યહૂદી ધર્મના નિરૂપણ વખતે મેળવી ગયા છીએ. નવા કરારમાં 27 વિભાગ પાડવામાં આવ્યા છે. નવા કરારનો મુખ્ય વિષય ઈસુનું જીવનચરિત્ર અને તેમનો ઉપદેશ છે. સંત મેથ્ય, સંત માર્ક, સંત લૂક અને સંત જહોને લખેલા ચાર ઉપદેશ (ગોસ્પેલ્સ) ઉપરાંત સંત પોલ અને બીજા સંતોએ લખેલા પત્રો (એપિસલ્સ)નો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવા કરારને ગ્રંથસ્થ કરવાનું કાર્ય પોતે કર્યું. અસલ યહૂદીઓ સાથે ઈશ્વરે જે કરાર કર્યો હતો તે રદ કરીને ઈસુ ખ્રિસ્તના ઉપદેશ અને મૃત્યુ પછી ઈશ્વરે માણસો સાથે નવો કરાર કર્યો એવી સમજણથી આ ગ્રંથને ખ્રિસ્તીઓ “નવો કરાર' એવું નામ આપે છે. જૂના કરારના કેટલાક સિદ્ધાંતોને સ્થાને ઈસુ ખ્રિસ્ત નવા સિદ્ધાંતો આપ્યા હતા. છતાં તેઓ કહે છે : “હું જૂનાનો નાશ કરવા આવ્યો નથી, પરંતુ જે પહેલાં કહેવામાં આવ્યું છે તેની પરિપૂર્તિ કરવા આવ્યો છું.” આમ, બાઈબલમાં જૂના અને નવા કરાર વચ્ચે એકતા અને સમન્વયની દૃષ્ટિ જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મમાં બાઈબલનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે, તેને કુરાન અને વેદની માફક ઈશ્વરરચિત માનવામાં આવે છે. દુનિયાની 600 ભાષાઓમાં આ ગ્રંથના અનુવાદો થયા છે. બાઈબલ ઉપર ખ્રિસ્તી ધર્મમાં બીજા અનેક ગ્રંથો લખાયા છે, પરંતુ તે ગ્રંથોને પ્રોટેસ્ટંટ સંપ્રદાયના અનુયાયીઓ માન્ય રાખ્યા નથી; એકમાત્ર બાઈબલનો જ સ્વીકાર કરે છે. જોકે ઈસુ ખ્રિસ્તના આદર્શો પૂરેપૂરા અમલમાં આવ્યા નથી. તેમ છતાં એટલું જરૂર કહી શકીએ કે માનવસંસ્કૃતિ ઉપર ખ્રિસ્તી ધર્મે ઊંડી અસર પાડી છે. વળી, યુરોપના જીવનમાં જોવા મળતા બંધુભાવ, સહકાર અને લોકશાહીનાં મૂલ્યો બાઈબલને આભારી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ થતી નથી.