________________ 174 જગતના વિદ્યમાન ધર્મો પ્રભુસેવા છે” અને “જે માનવને ચાહે છે તેને જ ઈશ્વર ચાહે છે. આ સૂત્રોને ઈસુએ જીવનમંત્ર બનાવ્યાં. ઈસુ હંમેશાં રોગી, અનાથ, ગરીબ અને પીડિતોની સેવા કરવા માટે તત્પર રહેતા. ઈસુ સાદી, સરળ બોધાત્મક વાર્તાઓ અને દષ્ટાંતો દ્વારા લોકોને સદાચારપૂર્ણ ધાર્મિક જીવન જીવવાનો ઉપદેશ આપતા હતા. ઈસુનાં વાણી, વર્તન અને વિચારમાં પરોપકાર અને નિષ્કામભાવના હોવાથી તેમના અનુયાયીઓની સંખ્યા એકદમ વધવા લાગી. કેટલીક વાર તો જનસમુદાય એટલો બધો વધી જતો કે તેમને ટેકરી ઉપર ચડીને ઉપદેશ આપવો પડતો. ઈસુએ ટેકરી ઉપરથી આપેલા ઉપદેશવચનોને “ગિરિપ્રવચનો' કહેવામાં આવે છે. આ પ્રવચનોમાં સમગ્ર ખ્રિસ્તી ધર્મનો નિચોડ આવી જાય છે. ગિરિપ્રવચનમાં ઈસુ ખ્રિસ્ત યહૂદી ધર્મની દશ આજ્ઞાઓના અનુસંધાનમાં જ નવી આજ્ઞાઓ આપી છે. ઈસુએ આપેલી આ આજ્ઞાઓને “નવો કરાર” પણ કહે છે. ગિરિપ્રવચનનો સારસંક્ષેપ આપણે ખ્રિસ્તી ધર્મના નૈતિક સિદ્ધાંતોનું નિરૂપણ કરતી વખતે જોઈશું. શરૂઆતમાં ઈસુએ યહૂદિયા તાલુકામાં ઉપદેશ કરવા માંડ્યો. આ ઉપદેશથી યહૂદીઓમાં નવજીવન પ્રગટ્યું. ઈસુ યહૂદીઓના કર્મકાંડની બહુ ચિંતા રાખતા નહિ. વિધિ પ્રમાણે રોજા રાખવા, સેબેથ - વિશ્રાંતિવાર રાખવો વગેરે બાબતોમાં તેઓ નિયમભંગ કરતા. વળી, કર્મચંડ ફેરિસીઓ પ્રત્યે ઈસુ ફિટકારભરી ભાષા વાપરતા. આથી ફેરિસીઓ, શાસ્ત્રીઓ અને પૂજારીઓ ઈસુ ઉપર વધારે ને વધારે રોષે ભરાતા ગયા. ઈસ પોતાના વતનમાં ગયા. પણ ત્યાં કોઈએ તેમની વાત કાને ધરી નહીં. કાલ સવારનો આ છોકરો અમને શો ઉપદેશ આપે ? એમ કહીને તેમને ગામ બહાર કાઢી મૂક્યા. “પયગંબરને બધે જ સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં, સગાંવહાલાં કે કુટુંબમાં 6 એમ વિચારીને ઈસુ કેપરનાઉમ ગયા. ત્યાંથી પસોવરનું પર્વ આવતાં ફરી જેરુસલેમ ગયા. ત્યાં તેમણે વિશ્રાંતિને દિવસે એક બીમાર માણસને સાજો કરી તેને પોતાનો ખાટલો ઊંચકી ઘેર જવા કહ્યું. ધર્મગુરુઓએ આ બાબતને આગળ કરીને કહેવા માંડ્યું: “ઈસુ ઉપવાસ કરતો નથી. વિશ્રાંતિવારને દિવસે પણ કામ કરે છે. તે યહુદી-કાયદાઓનું પાલન કરતો નથી.” આમ, ધર્મગુરુઓ ઈસુને રાજદ્રોહી, બંડખોર અને ધર્મદ્રોહી કહીને તેની નિંદા કરવા લાગ્યા. ઈસુના બાર શિષ્યો હતા. તેમાં એક જુડાસ નામનો શિષ્ય હતો. તે ઈસુની વધતી જતી લોકપ્રિયતાને લીધે ઈર્ષ્યાથી બળતો હતો. ઈસુનો આ શિષ્ય જુડાસ પૂજારી વર્ગની સાથે ભળી ગયો અને ઈસુને પકડવાના કાવતરામાં સામેલ થયો. ઈસુ પોતાને યહૂદીઓનો રાજા કહેવડાવે છે એમ કહીને ધર્મગુરુઓએ ત્યાંના રાજા હેરોદને ભંભેરણી કરી. જેમના હાથમાં ધાર્મિક, રાજકીય અને સામાજિક સત્તા હતી તેવી આખી એકોતેરી સભાના સભ્યો પણ ઈસુની