________________ 172 : જગતના વિદ્યમાન ધર્મો પાલન કરવું પડતું. માત્ર બાહ્ય આડંબરને પોષવા માટે આ સ્વાર્થસાધુ પૂજારીઓ અને આચાર્યોએ ધાર્મિકતાના નામે અધર્મની મહાજાળ ફેલાવી હતી. તેમના અનુયાયીઓમાં પણ સ્વાર્થ, દંભ, પાખંડ, દુષ્ટતા વગેરે અનિષ્ટોએ ઘર ઘાલ્યું હતું. આમ તો જોકે રોમન સામ્રાજ્યની આણ પેલેસ્ટાઈનમાં પણ પ્રવર્તતી હતી અને રોમન સામ્રાજ્યનો એક અધિકારી ત્યાંનો વહીવટ કરવા આવ્યો હતો. પરંતુ તેમ છતાં યહૂદીઓના જે કાંઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય હક્કો બાકી રહ્યા હતા તે એકોતેર જણાની એક સભાને સોંપાયેલા હતા. આ એકોતરી સભામાં મહાપૂજારી, પૂજારી, શાસ્ત્રીઓ અને બીજા કેટલાક વિદ્વાન યહૂદીઓને બેસવાનો અધિકાર હતો. પેલેસ્ટાઈનમાં હેરોદ યહૂદીઓનો માત્ર નામનો રાજા હતો. રોમન સૂબો પાયલેટ અને રાજા હેરોદ બંને એકોતેરી સભાથી દબાતા રહેતા હતા. દંભી ધર્મગુરુઓ અંગત સ્વાર્થનું પોષણ કરતા હતા, ધર્મના નામે અનેક ધતિંગો ચાલતાં હતાં. જેરુસલેમના મંદિરનો દુરુપયોગ કરવામાં આવતો હતો. આ અનિષ્ટોથી પ્રજા ત્રાસી ગઈ હતી અને મેસીઆહની ભાવના અનુસાર શ્રદ્ધાથી તેમજ આતુરતાપૂર્વક કોઈ ઉદ્ધારકની રાહ જોતી હતી. આવી કટોકટીની પળે યહૂદી પ્રજાનો ઉદ્ધાર કરવા માટે બે સંતોનો પ્રાદુર્ભાવ થયો : જહૉન બેપ્ટિસ્ટ અને ઈસુ ખ્રિસ્ત. જ્હૉન બેપ્ટિસ્ટ : ઈસુના જન્મ પહેલાં જહૉન બેપ્ટિસ્ટનો જન્મ ઝખારિયા અને એલિઝાબેથ નામનાં ગરીબ દંપતીને ત્યાં થયો હતો. જહોન બેપ્ટિસ્ટે લાંબા સમય સુધી એકાન્તવાસ સેવીને તપશ્ચર્યા કરી. તેઓ પોશાકની બાબતમાં અષો જરથુષ્ટ્રને મળતા આવે છે. ઊંટના વાળમાંથી બનાવેલી મોટી કફની અને કમર ઉપર ચામડાનો કમરપટ્ટો તેમનો પોશાક હતો. ત્રીસ વર્ષની ઉંમરે તેમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તે પોતાના શિષ્યોને જોર્ડન નદીમાં સ્નાન કરાવી સ્નાનસંસ્કાર આપતા. આથી એમને દીક્ષા આપનાર જહૉન (જહોન ધી બેટેિસ્ટ) પણ કહેવામાં આવે છે. તેમની સાદાઈ અને પવિત્રતાથી આકર્ષાઈને ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા એકઠા થતા અને કેટલાક તેમનું શિષ્યત્વ સ્વીકારતા. મહાત્મા ઈસુએ પણ જહોન પાસે સ્નાનસંસ્કાર લઈને તેમનું શિષ્યત્વ સ્વીકારેલું. જહૉનના ઉપદેશનો મુખ્ય સાર આ પ્રમાણે હતો: ““જીવન બદલવાનો સમય આવી પહોંચ્યો છે. ધર્મરાજ્યની સ્થાપનાનો સમય પાકી ગયો છે. આથી કુળ, જાતિ અને પાંડિત્યનું અભિમાન છોડીને ચિત્તબુદ્ધિ કેળવવી, પ્રેમભાવ રાખવો, પાપ માટે અનુતાપ કરવો, કોઈ સમર્થ પુરુષ આવવાનો છે કે જેનાં પગરખાની દોરી છોડવાને પણ હું લાયક નથી, જેની પાસે બે ખમીસ હોય તેમણે જેની પાસે ન હોય તેને આપવું. વધારાનો ખોરાક હોય તે ભૂખ્યાને આપવો.” યહૂદી લોકો જહોનને ઉદ્ધારક માનવા લાગ્યા તે ધર્મગુરુઓથી સહન થયું નહિ. આથી તેઓ જહૉનનો દ્વેષ કરવા લાગ્યા. યહૂદીઓમાં ભાભી સાથે પુનર્વિવાહ