________________ ખ્રિસ્તી ધર્મ . 175 વિરુદ્ધમાં કામ કરવા લાગ્યા. ગમે તે ભોગે તેઓ ઈસુને ગુનેગાર ઠરાવીને તેમનું કાસળ કાઢી નાખવા માગતા હતા. એક સમયે ઈસુ “છેલ્લું ભોજન' કરીને જેરુસલેમ બહાર ઑલિવની ટેકરી ઉપર પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં રાત્રે જુડાસ હથિયારબદ્ધ ટુકડી સાથે આવ્યો અને ઈસુને પકડાવી દીધા. ઈસુના બીજા અંતેવાસીઓ નાસી છૂટ્યા. ઈસુને પકડીને સિપાઈઓ મહાપૂજારીને ત્યાં લઈ ગયા. ત્યાં એકોતેરી સભા આગળ મુકદમો ચલાવવાનો ઢોંગ ચાલ્યો. ઈસુને પૂછવામાં આવ્યું : “શું તું ઈશ્વરનો પુત્ર છે?' ઈસુએ હકારમાં જવાબ આપ્યો. આ સાંભળતાં જ મહાપૂજારીઓએ કહ્યું કે તેણે ઈશ્વરનો મોટો દ્રોહ કર્યો છે. આ અને આવા બીજા અનેક આરોપો મૂકીને ઈસુને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ધાર્મિક વડાએ ફાંસીની સજાનો અમલ કરવા માટે રોમન સૂબાની મંજૂરી મેળવવી પડતી. આથી ઈસુને પાયલેટ નામના રોમન સૂબા પાસે મોકલવામાં આવ્યા. પાયલેટને જણાયું કે ઈસુ નિર્દોષ છે પરંતુ તેનામાં એકોતેરી સભાનો વિરોધ કરવા જેટલી હિંમત નહોતી. આથી તેણે ઈસુને હેરોદ રાજા પાસે મોકલી આપ્યા, જેણે આ સજા માન્ય રાખી અને પાયલેટને સજા કાયમ રાખવા આદેશ આપ્યો. ઈસુ પોતાને યહૂદીઓનો રાજા કહેવડાવે છે એ રાજદ્રોહનો આક્ષેપ મૂકીને તેમને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. ફાંસીના સમયે પણ ઈસુની ક્રુર મશ્કરી કરવામાં આવી. તેમના મસ્તક ઉપર “યહૂદીઓના રાજા' એવા શબ્દો લખેલો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો. લોકોનું ટોળું એમની મશ્કરી કરતું, એમના ઉપર થૂકતું પાછળ ગયું. તેમના બે હાથ અને પગ ઉપર ખીલા ઠોકવામાં આવ્યા અને ક્રૂસ ઊભો કરવામાં આવ્યો. આટલું ભયંકર અપમાન કરી દેહકષ્ટ આપનારાઓ તરફ ઈસુએ ક્રોધ કે તિરસ્કાર દાખવ્યો નહિ. તેમના છેલ્લા શબ્દો આ હતા : “હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે, એનું એમને ભાન નથી.”૭ યહૂદી ધર્મગ્રંથોમાં મેસીઆહને ઓળખવાની જે નિશાનીઓ આપી છે તેમાંની એક એ કહેવાય છે કે તેને દુષ્ટ લોકો મારી નાખશે. પણ તે ત્રીજે દિવસે પોતાની કબરમાંથી પાછો ઊઠશે અને પોતાના ભક્તોને દર્શન દેશે. ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી ત્રીજા દિવસે ઈસુનું પુનરુત્થાન થયું અને જુદા જુદા દિવસે પોતાના શિષ્યોને ઘણા દિવસ સુધી મળતા રહ્યા; અને પોતાનો સંદેશો જગતભરમાં પહોંચાડવાનો આદેશ આપ્યો. આ બનાવથી તેમના શિષ્યોને નવું બળ અને પ્રોત્સાહન મળ્યાં. આ દિવ્ય પ્રેરણાથી પ્રેરાઈને તેઓ ઈસુનો સંદેશો આપવા સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. ખરું જોતાં ઈસુ ખ્રિસ્ત કોઈ નવો ધર્મ પ્રવર્તાવ્યો નથી, પરંતુ પ્રાચીન યહૂદી ધર્મને નવું વ્યાપક સ્વરૂપ આપ્યું છે. ઈસુ કહેતા કે હું જૂનાને ઉથાપવા અને નવું સ્થાપવા