________________ શીખ ધર્મ 141 અગ્નિસંસ્કાર કરવામાં આવે એ પછી સ્મશાનમાંથી પાછા ફરેલા ડાઘુઓને “કડાહ પ્રસાદ - શીરો વહેંચવામાં આવે છે. એની પાછળ જીવાત્માના આ લોકમાંથી થતા પ્રયાણને જન્મના જેવું જ કુદરતી માનવાનો વિચાર રહેલો છે. જન્મ, મરણ, લગ્ન, અમૃતપાન થાય ત્યારે એમ સર્વ પ્રસંગોએ “ગુરુ ગ્રન્થસાહેબ’માંથી “આનંદસાહેબ’ ગાવામાં આવે છે અને કડાહ પ્રસાદ વહેંચાય છે. “હે વાહિગુરુ ! તને જે ગમે તે ખરું, તું જ સનાતન અને નિરાકાર છે૫૬ એવા પ્રભુની ઇચ્છામાં આનંદ પામવાનો ભાવ આમાં રહેલો છે. સાધુસંગત (શીખ સમાજ)ની વિવિધ પ્રકારે સેવા કરવી વગેરે કાર્યોને બહુ પવિત્ર માનવામાં આવે છે. પરસ્પર અભિવાદન “વાહિગુરુજી કા ખાલસા, વાહિગુરુજી કે ફતેહ' (ખાલસા પરમાત્માના પોતાના છે. ફતેહ અર્થાત્ સફળતા પરમાત્માની છે.) એ શબ્દોથી થાય છે. શીખોનો ઉદ્યોષ છે, “સત્ શ્રી અકાલ.” (કાલરહિત પરમાત્મા સત્ય છે) 7. વૈરાગ્ય ભાવના : શીખ ધર્મની વૈરાગ્યભાવના આ રીતે અભિવ્યક્ત થાય છે : નવમા ગુરુ કહે છે : “જે મનુષ્ય દુઃખમાં દુઃખ ન માને; જેને સુખ, આસક્તિ અને ભય નથી; જે સોનાને માટી તુલ્ય માને; જે નિંદા-પ્રશંસા અને માન-અપમાનથી પર છે; જે સકળ આશાઓ અને ઇચ્છાઓ ત્યાગીને વાસનારહિત થઈને જીવે છે અને જેને કામ-ક્રોધનો સ્પર્શ નથી થતો એનામાં બ્રહ્મનો નિવાસ છે.પs “હે સજ્જનો ! આ તનને મિથ્યા જાણો, પણ એની અંદર જે રામ વસે છે એને જ સત્ય સમજો. આ જગત તો સ્વપ્રમાંની સંપત્તિ જેવું છે, એ જોઈને અભિમાન કરવા જેવું શું છે?”૫૮ અને દસમા ગુરુને એક પદ છે : “રે મન ઐસો કર સંન્યાસા. હે મન ! આ રીતનો સંન્યાસ કર. ઘરને સંપૂર્ણપણે વન સમજ અને ઘરમાં જ તપસ્વીનું જીવન જીવ. સંયમની જટા, પ્રભુ સાથેના યોગનું સ્નાન અને નિયમના નખ વધાર. આત્માના ઉપદેશ માટે જ્ઞાનને ગુરુ બનાવ અને “નામ”ની ભસ્મ શરીર ઉપર ચોળ. અલ્પ આહાર, સ્વલ્પ નિદ્રા, દયા, ક્ષમા, હૃદયમાં પ્રીતિ, શીતળ સ્વભાવ અને સંતોષ રાખીને ત્રિગુણાતીત બન. કામ, ક્રોધ, અહંકાર, લોભ અને મોહ એ પાંચને મનમાં પેસવા જ ન દે. આમ કરીશ તો પરમપુરુષ નામથી ઓળખાતા આત્મતત્ત્વનાં દર્શન થશે.૫૯ વૈરાગ્ય માટે વ્રત, ઉપવાસ, તપ ઉપર ભાર નથી, પણ જળકમળવત્ રહીને સંસારનાં કાર્ય કરતાં, નિર્મળ ગૃહસ્થજીવન જીવીને ભગવદ્ભક્તિ કરવી અને દયાળુ થવું. સૌની સેવા કરી છૂટવી. ઉદ્યમી થવું અને પ્રભુનામના સ્મરણમાં મગ્ન રહેવું. યાત્રાનો નિષેધ છે પણ ઐતિહાસિક ગુરુદ્વારાઓની યાત્રા કરવાનો ચાલ છે. યાત્રા પાછળનો પ્રમુખ ઉદેશ સાધુસંગતમાં હાજરી આપવાનો અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો છે.