________________ 154 જગતના વિદ્યમાન ધર્મો ઉપસંહાર : જરથોસ્તી ધર્મના તાત્ત્વિક, નૈતિક, ભક્તિપરક અને વૈરાગ્યને લગતા વિચારો જોતાં એ સ્પષ્ટ થાય છે કે આ ધર્મ ગૂઢ તત્ત્વજ્ઞાનને બદલે સર્વજનસુલભ એવા પવિત્રતાના માર્ગનો ઉપદેશ કરે છે. પવિત્રતાની વૃદ્ધિ કરનારાં સત્કર્મોને લગતી આજ્ઞાઓ પાળવાથી માણસ આ લોક અને પરલોકમાં સુખી થાય છે એવી દઢ શ્રદ્ધાના પાયા પર આ ધર્મ રચાયેલો છે. જરથોસ્તીશાસ્ત્રોનો ઉદ્ઘોષ છે કે, ““હે મનુષ્યો ! આ ઉત્તમ આજ્ઞાઓ જે મહાજ્ઞાની ખુદાએ આપી છે તે તમે શીખો : અને દુઃખ તથા સુખના આ નિયમો તમો ધ્યાનમાં રાખો કે ભૂંડાઓને માટે લાંબુ સંકટ તથા અષો (પવિત્ર)ને વાસ્તુ ખરું કલ્યાણ નિર્માયેલું છે અને એ જ કાયદા મુજબ ઉત્તમ સુખ પ્રાપ્ત થઈ શકશે."૩૪