________________ પ્રકરણ-૧૦ યહૂદી ધર્મ - ઉમેશકુમાર યાજ્ઞિક 1. ઉદ્ધવ અને વિકાસ ? ભાષાની દૃષ્ટિએ જગતના લોકોનું વર્ગીકરણ કરતાં આર્યો, સેમેટિક, મોંગોલિયન અને નિગ્રો એમ ચાર પ્રકાર પડે છે. સેમેટિક પ્રજા મુખ્ય ત્રણ ધર્મો પાળે છે : યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ. આ ત્રણ ધર્મોમાં યહૂદી ધર્મ પેલેસ્ટાઈન અને તેની આજુબાજુના પ્રદેશોમાં વસતી સેમેટિક જાતિનો પુરાણો ધર્મ છે. પેલેસ્ટાઇનની આજુબાજુમાં રહેતી એ પ્રજાને હિબ્રુ અગર યહૂદી કહેવામાં આવે છે. આ પ્રજાનો ધર્મ તે યહૂદી ધર્મ. ઇજિપ્તના રાજાના અમાનુષી જુલમોમાંથી યહૂદીઓને છોડાવીને પયગંબર મોઝીઝ તેમને પેલેસ્ટાઈનમાં લઈ આવ્યા ત્યારથી પેલેસ્ટાઈન યહૂદી ધર્મની માતૃભૂમિ અને જેરુસલેમ તેમનું મુખ્ય યાત્રાધામ બન્યું. જોકે યહૂદી પ્રજા તેની માતૃભૂમિમાં રહી તેના કરતાં વધારે સમય પરદેશમાં રખડતી-ભડકતી હાલતમાં રહી છે. આ પ્રજાએ અનેક પ્રકારની યાતનાઓ સહી છે, તેમ છતાં ધાર્મિક શ્રદ્ધાના બળે આ પ્રજા અનેક ઝંઝાવાતો સામે સદીઓ સુધી ટક્કર ઝીલી શકી છે. યહૂદી લોકો જુદી જુદી ટોળીઓમાં વસતા હતા. બેદૂઈન લોકોની માફક તેઓ પણ ભટકતું જીવન ગાળતા હતા. પશુપાલનનો વ્યવસાય ધરાવતી આ ટોળીઓ ઘાસચારાની શોધમાં પેલેસ્ટાઈનમાં ઈ.સ. પૂ. 1400 અને ૧૨૦૦ની આસપાસ ઊતરી આવી હોય તે બનવાજોગ છે. આવી અનેક ટોળીઓ હતી. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે : “વર્તમાન સમયમાં જે શોધો થઈ છે તેને પરિણામે એવું જણાયું છે કે એમને વિવિધ જાતોના વિવિધ દેવો હતા અને અન્ય પ્રજાની માફક યહૂદી લોકો પણ એક વખત જુદા જુદા દેવોની મૂર્તિઓ પૂજતા. અસલ તેઓ આકાશના જ્યોતિઓ-ચંદ્રાદિક-ની ઉપાસના કરતા, ભૂતપિશાચાદિકથી મંદવાડ, મૃત્યુ વગેરે થાય છે એમ માનતા અને એને હાંકી કાઢવા માટે જાદુમન્ટનો ઉપયોગ કરતા. તેઓમાં પ્રાણીપૂજા અને પિતૃપૂજા પણ