________________ 158 જગતના વિદ્યમાન ધર્મો હતી અને આ જ કારણથી અમુક પ્રાણીનું માંસ પવિત્ર અને અમુકનું અપવિત્ર, અમુકનું ખવાય અને અમુકનું ન ખવાય ઈત્યાદિ વિધિનિષેધ પાળવામાં આવત.” અનેક દેવોમાંના મુખ્ય દેવને “યહોવાહ કહેવામાં આવે છે. યહોવાહનું મુખ્ય સ્થાન “સિનાઈ પર્વત ઉપર છે અને “સિનનો અર્થ ચંદ્ર થાય છે. આથી યહોવાહ ચંદ્રદેવ હશે એમ માનવાનું વજૂદવાળું લાગે છે. આપણે જોઈ ગયાં કે યહૂદી પ્રજા પહેલાં માનતી હતી કે દેવો અસંખ્ય છે, પરંતુ તે બધામાં મુખ્ય દેવ યહોવાહ છે. પરંતુ આગળ જતાં યહોવાહ એકમાત્ર નિત્યસત્ સનાતન પ્રભુ છે એવી માન્યતા યહૂદી ધર્મમાં દઢ બની. આમ, અનેક દેવવાદમાંથી એકેશ્વરવાદ ઉદ્ધવ્યો. આ ધર્મનો કોઈ આદ્ય સંસ્થાપક નથી, પરંતુ આ ધર્મના વિકાસમાં અનેક પયગંબરો અને સંતોએ ફાળો આપેલો છે. યહૂદી ધર્મમાં અબ્રાહમ, મોઝીઝ, એમોસ, હોસિયા, ઇસાઈયાહ, જેરિમિયાહ, એઝેકિયલ વગેરે સંતો થઈ ગયા છે. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પણ આમાંના કેટલાકને પોતાના પયંગબરો તરીકે સ્વીકારે છે. યહૂદી ધર્મની દૃષ્ટિએ આ બધામાં મોઝીઝનું સ્થાન સૌથી વધારે મહત્ત્વનું છે. 1. પયગંબર અબ્રાહમ : બાઈબલના જૂના કરારના જેનેસિસમાં અબ્રાહમના જીવન અને કાર્ય અંગેની માહિતી મળી આવે છે. આરબો અને યહૂદીઓ બંને પોતાને અબ્રાહમના વંશજો ગણે છે. તેમજ યહૂદી અને ઇસ્લામ બંને ધર્મમાં તેમની ગણના આદ્ય પયગંબર તરીકે થાય છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં તેમને પ્રભુના મિત્ર અને ભક્તોના પિતા' તરીકે વર્ણવવામાં આવ્યા છે. અબ્રાહમ પોતાના મૂળ વતન ઉર' નામના પ્રદેશને છોડીને પેલેસ્ટાઈનમાં આવીને સ્થિર થયા હતા. ઈશ્વરે તેમની આગળ પ્રગટ થઈને તેમણે કહ્યું : “હું સર્વશક્તિમાન પ્રભુ છું; તું મારી આગળ ચાલ અને પરિપૂર્ણ થાય.”3 અબ્રાહમ પોતે દઢપણે માનતા હતા કે પ્રભુમાં મારી જે શ્રદ્ધા છે તેનાથી જ પૃથ્વી ઉપરના અસંખ્ય માણસોનો હું નેતા થઈશ અને આખા જગતને સુખી કરીશ. આ શ્રદ્ધાના બળે તેમણે આગેવાની લીધી અને લોકોને એકેશ્વરવાદનો ઉપદેશ આપ્યો. 2. મોઝીઝનું જીવન અને કાર્ય : યહૂદી ધર્મના વિકાસમાં પયગંબર મોઝીઝનો ફાળો એક ધર્મસ્થાપક જેટલો મહત્ત્વનો હોવાથી આપણે તેમના જીવન અને કાર્યનો વિસ્તારથી પરિચય મેળવીએ. ઇજિપ્તમાં યહૂદી પ્રજા ગુલામીની દશામાં હતી. ઇજિશિયનો યહૂદીઓ ઉપર અત્યાચાર ગુજારતા હતા. આપણે અગાઉ જોઈ ગયાં છીએ કે યહૂદીઓને