________________ યહૂદી ધર્મ 161 1. સંત એમોસ : ઈશ્વરને ભૌતિક ભેટોની કશી પડી નથી. પર્વો અને ઉત્સવો, ધાર્મિક મેળાવડાઓ, પશુઓના બલિદાનો, ગીતો અને વાજિંત્રો વગેરેથી ઈશ્વર પ્રસન્ન થતો નથી. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ન્યાયને પાણીની પેઠે અને નેકીને મહાનદીની પેઠે વહેવા દો. ઈષ્ટને આવકારો, અનિષ્ટને ધિક્કારો અને તમારે દરવાજે ન્યાયનું પ્રસ્થાપન કરો. 2. સંત હોસિયા : જો પાપીઓ પશ્ચાત્તાપ કરશે તો ઈશ્વર તેમને ક્ષમા આપશે. પ્રભુ મનુષ્યોને ચાહે છે માટે મનુષ્યોએ પણ પ્રભુનો પ્રેમ સંપાદિત કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. 3. સંત ઈસાઈયાહ : યહોવાહ સમગ્ર વિશ્વનો નિયામક છે. તે ફક્ત યહૂદીઓનો જ દેવ છે તેવું નથી. પાપકર્મ કરનાર યહૂદીઓને પણ તે સજા કરશે. ઈશ્વરની દેવી યોજનામાં ઈશ્વરીય દયા અને પ્રેમ પ્રગટ થાય છે. પ્રજાનાં પાપો કરતાં વ્યક્તિગત પાપો વધારે લુષિત છે. “જે પાળે તેનો ધર્મ' એ ન્યાયે દરેક વ્યક્તિગત સદાચાર ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ધર્મ એ આંતરિક બાબત છે, તેમાં બાહ્ય ક્રિયાકાંડની કોઈ જરૂર નથી. ઈશ્વર માનવીના હૃદયને પિછાણીને અને તેને નિયંત્રિત કરીને તેના કર્મફળ અનુસાર માર્ગ સુઝાડે છે.’ 5. સંત એઝેકિયલઃ જે કર્મ કરે છે તે પોતે જ તેનું ફળ ભોગવે છે. પ્રભુ પ્રત્યે વળનાર પાપાત્મામાં ઈશ્વર નવા હૃદયનો અને નવી શક્તિનો સંચાર કરે છે. ઉપરોક્ત સંતોના ઉપદેશથી યહૂદી ધર્મમાં ક્રમિક રીતે વિકાસ થતો ગયો. ટૂંકમાં, ધાર્મિક ચેતનામાં સૂક્ષ્મ વિચારસરણી પ્રવેશી અને પરિણામે બાહ્યાચારકરતાં હૃદયની ભક્તિ અને પવિત્રતા વધારે મહત્ત્વનાં બન્યાં. વિશ્વના અન્ય લોકો પ્રત્યેનું દૃષ્ટિબિંદુ બદલાયું અને સમગ્ર માનવજાત તરફ ભ્રાતૃભાવ કેળવાયો. આમ, સંતોના ઉપદેશના પરિણામે યહૂદી લોકો સમજતા થયા કે યહોવાહ એ માત્ર યહૂદીઓનો જ નહિ, પરંતુ સર્વ પ્રજાનો દેવ છે. જાતિ, દેશ અને કાળના પ્રતિબંધનો ઈશ્વર વિચાર કરતા નથી. આ સર્વશક્તિમાન, સર્વદષ્ટા, સત્યશીલ, સર્જક, નિયામક અને ઉદ્ધારક પરમાત્મા પોતાના અનુચરોને આજ્ઞા આપે છે કે તેમણે આત્માનો ભોગ આપીને તેમજ કષ્ટ સહન કરીને પણ આ પ્રેરક સંદેશનો પ્રચાર કરવો. 2. શાસ્ત્રો: યહૂદી ધર્મનાં શાસ્ત્રો હિબ્રુ ભાષામાં છે. આ ધર્મનો મુખ્ય ગ્રંથ જૂનો કરાર છે. આ ઉપરાંત મિશ્નર અને તાલમૂદ એ બે ગ્રંથો પણ મહત્ત્વના છે. આ ત્રણે ગ્રંથોનો પરિચય મેળવીએ.