________________ 162 જગતના વિદ્યમાન ધર્મો 1. જૂનો કરાર (Old Testament) : જૂના કરારને હિબૂ બાઈબલ કહેવામાં આવે છે. આ હિબ્રુ બાઈબલમાં વેદસાહિત્યની માફક અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. હિબ્રૂ બાઈબલમાં કુલ ચોવીસ ગ્રંથો છે. જેના મુખ્યત્વે ત્રણ વિભાગ પાડવામાં આવે છે : 1. નિયમગ્રંથો, 2. સંતોના ગ્રંથો અને 3. લેખો. આ બધાં શાસ્ત્રો હિબ્રૂ ભાષામાં છે. માત્ર ડેનિયલનું અડધું પુસ્તક, કેટલાક સરકારી દસ્તાવેજો અને જેરિમિયાહનો એક શ્લોક-એટલે આર્માઇક ભાષામાં રચાયું છે. યદ્યપિ ધર્મગ્રંથોનું વાચન મૂળભાષામાં જ કરવાનો આગ્રહ સેવવામાં આવે છે. આ સમગ્ર સાહિત્ય ખ્રિસ્તી ધર્મના Old Testament ના નામે પ્રચલિત છે. જૂના કરારમાં ઉપર્યુક્ત ગ્રંથોની નવી ગોઠવણી કરીને તેના ઓગણચાલીસ ભાગ પાડવામાં આવ્યા છે. નિયમગ્રંથોમાં જગતની ઉત્પત્તિ, આદમ અને ઇવની વાર્તા, યહૂદીઓના પયગંબરો, યહૂદી ધર્મની પરંપરાઓ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ નિયમગ્રંથોને “તોરાહ” પણ કહેવામાં આવે છે. સંતોનાં ગ્રંથોમાં ઈસાઈયાહ, જેરિમિયાહ, એઝકિયેલ વગેરે સંતોના ઉપદેશને ગ્રંથિત કરવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા લેખોમાં ભજનો, કહેવતો, સોલોમનનું ગીત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. - જૂનો કરાર એ માત્ર કાયદો જ નથી પરંતુ તેમાં ઇતિહાસ, કાવ્ય અને દર્શનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. લગભગ એકાદ હજાર વર્ષની સાહિત્યસાધનાના પરિપાકરૂપે આ ધાર્મિક ગ્રંથ રચાયો છે. ભાવનાનાં ઉત્તમોત્તમ ફળ દર્શાવી, ઈશ્વરભક્તિનો અપાર મહિમા વર્ણવતા આ ગ્રંથમાંથી ખ્રિસ્તી ધર્મને ઘણી પ્રેરણા મળી છે. 2. મિશ્નહ : આ શબ્દનો અર્થ પુનરાવર્તન થાય છે. ઈ.સ. ૨૨૦માં રચાઈ રહેલા આ ગ્રંથમાં યહૂદી પ્રજામાં ઉત્સવો અને વ્રતો, પ્રાર્થનાઓ, કૃષિધારાઓ, ગરીબોના અધિકારો, સ્ત્રીઓ સંબંધી એટલે કે લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ, દીવાની અને ફોજદારી કાયદાઓ તેમજ ક્રિયાકાંડની ઝીણામાં ઝીણી વિગતોનું વિસ્તૃત વર્ણન છે. લૂઈસ બ્રાઉન આ ગ્રંથના સંદર્ભમાં કાયદાઓનું સંપાદન કરનારાઓની બુદ્ધિની પ્રશંસા કરે છે. 10 3. તાલમૂદ: આ ગ્રંથનો મુખ્ય વિષય કાયદો છે. જેમાં કૌટુંબિક અને સામાજિક કાયદાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત, તેમાં યહોવાહની આજ્ઞાઓ, ધાર્મિક નીતિનિયમો, રીતરિવાજો અને પ્રણાલિકાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગ્રંથની સમાપ્તિ પાંચમી સદીમાં થઈ. આ દળદાર ગ્રંથ મુખ્ય છે વિભાગોમાં અને ત્રેસઠ ગ્રંથોમાં વહેંચાયેલો છે. પ્રો.નોસ લખે છે : “આ ગ્રંથમાંથી પ્રેરણા મેળવીને યહૂદી પ્રજા અનેક ઝંઝાવાતો અને આપત્તિઓની સામે મક્કમપણે ટકી શકી છે.”૧૧