________________ યહૂદી ધર્મ 165 મારી જિંદગીના સર્વ દિવસો પર્યત ભલાઈ તથા દયા મારી સાથે આવશે જ અને હું સદાકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.”૨૧ 4. નૈતિક સિદ્ધાંતો : હિબ્રૂ બાઈબલમાં “મોઝીઝ'ના પાંચ ગ્રંથો તેમજ સંતોની વાણી અને અન્ય લેખોમાં નૈતિક અને સામાજિક નિયમો તેમજ પાપપુણ્યના ખ્યાલનું વર્ણન મળી આવે છે. દસ આજ્ઞાઓમાં આપણે જોયું તેમ યહૂદી ધર્મના કેટલાક નિયમો નિષેધાત્મક સ્વરૂપના છે. જેમ કે ચોરી ન કર, ખૂન ન કર, વ્યભિચાર ન કર વગેરે. પરંતુ મોટા ભાગના નિયમો વિધાયક સ્વરૂપના છે. આ વિધાયક નિયમો દ્વારા વ્યક્તિના અંગત જીવનનું, તેની મિલકતનું, સામાજિક વર્તણૂકનું નિયમન થાય છે, એટલું જ નહિ પરંતુ રાજય અને ધર્મ પ્રત્યેની ફરજોનો ખ્યાલ આવે છે.' * યહૂદી ધર્મમાં આ નિયમો ધાર્મિક આદેશરૂપે અપનાવવામાં આવે છે. કેમ કે ઈશ્વરે માનવને રાજ્ય કરવા માટે પ્રેમપૂર્વક દેશ આપેલો છે. આ સાથે સાથે ઈશ્વરે નિયમો પણ આપેલા છે. આ ઈશ્વરી કાયદાઓના મૂળમાં ડહાપણ, સત્ય, ન્યાય અને સમાનતા જેવા મૂળભૂત નૈતિક નિયમો રહેલા છે. માનવજાતના નૈતિક વિકાસમાં યહૂદી ધર્મની દસ આજ્ઞાઓ સીમાસ્તંભરૂપ છે. પશ્ચિમની દુનિયાએ યહૂદી કોમ અને યહૂદી ગ્રંથોમાંથી નૈતિક પ્રેરણા મેળવી છે. 23 આ દસ આજ્ઞાઓ ઉપરાંતનો યહૂદી ધર્મનો ઉપદેશ નીચે પ્રમાણે છે : જ્યારે લણણીનો સમય આવે ત્યારે તારા ખેતરનો બધો પાક તું એકલો લણી ન લે, પરંતુ ગરીબો અને વટેમાર્ગુઓને સારું પણ કંઈક રહેવા દે. 24 ક્યારેય પણ ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ઘરેણે ન લે, કેમ કે એમ કરવાથી તું માણસની આજીવિકાનું સાધન ઝૂંટવી લે છે.”૨૫ કોઈ પણ ગરીબ મજૂર પર તું જુલમ ન કર; તેની મજૂરી કદી બાકી ન રાખ. કેમ કે તેનો બધો આધાર તેના પર જ છે. રખેને તે યહોવાહની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે ને એમ તું દોષિત ઠરે.” પરદેશીને કે અનાથને તું અન્યાય ન કર તેમજ વિધવાનું વસ્ત્ર ધરણે ન રાખ; પણ યાદ રાખ કે મિસરમાં તું પણ દાસ હતો, અને તારા દેવ યહોવાહે તને ત્યાંથી છૂટો કર્યો, એ માટે હું તને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.” જે વર્તનને તમે ધિક્કારતા હો તે વર્તન તમે અન્ય પ્રત્યે કદી ન આચરો.”૨૬ “આપણાં મકાનોમાં દર કરીને કે માળો બાંધીને રહેલાં નિરાધાર જીવજંતુઓને મારવાની આપણને મનાઈ છે.”૨૭