________________ 15) જગતના વિદ્યમાન ધર્મો આ ધર્મ પ્રમાણે સ્વર્ગ નરક કાયમનાં નથી. નવસર્જન થાય ત્યાં સુધી જ સ્વર્ગ નરક છે. મહાપાપીને પણ અહુરમઝદે નવસર્જન વખતે પાપમાંથી મુક્ત કર્યો હશે એવી આ ધર્મની માન્યતા છે. જરથુષ્ટ્ર ધર્મમાં સ્વર્ગમાં સુખ અને નરકમાં દુઃખના ઉલ્લેખો છે પણ મૃત્યુ પછી પુનઃ શરીર ધારણ કર્યા સિવાય આ સુખ-દુ:ખનો અનુભવ જીવાત્મા કેવી રીતે કરે છે તેની સ્પષ્ટતા નથી. કદાચ લુપ્ત થયેલા કેટલાક સાહિત્યમાં એનો ખ્યાલ હોય તો પણ પાછળથી પહેલવીમાં લખાયેલા સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ નથી. પ્રો. દાવર જણાવે છે કે, “જરથુસ્તી ધર્મ પ્રમાણેની જીવનમરણની ફિલસૂફીની રચના જ એવી છે કે તે મુજબ પુનર્જન્મને એમાં સ્થાન હોઈ શકે નહિ. જરÚતી ધર્મશાસ્ત્રોના આધારભૂત તરજુમાઓ ધ્યાનથી વાંચતાં જ પુનર્જન્મનો મહાન સિદ્ધાંત આ ધર્મમાં નથી જ, એવા અનુમાન પર આવવું પડે છે.”૧૫ નૈતિક સિદ્ધાંતો : જરથોસ્તી ધર્મના મુખ્ય નૈતિક સિદ્ધાંતો નીચે પ્રમાણે છે : 1. પવિત્રતાનો સિદ્ધાંત : નૈતિક સિદ્ધાંતો વર્તનને લગતા સિદ્ધાંતો છે. કોઈક ઉપદેશક સત્યને, કોઈક અહિંસાને, કોઈ પ્રામાણિકતાને, કોઈ જ્ઞાનને મહત્ત્વ આપે છે. પ્રો. વાડિયા જણાવે છે કે સોક્રેટિસે આત્માને ઓળખવાનો આદેશ આપ્યો છે, બુદ્ધ તૃષ્ણાત્યાગનો, મહમ્મદ પયગંબરે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો તેમ જરથુષ્ટ્ર “તું તારી જાતને પવિત્ર બનાવ” એવો ઉપદેશ આપ્યો. 16 જરથોસ્તી ધર્મ કહે છે, “જે કોઈ પવિત્ર થવા માટે, શુદ્ધ વાણી માટે, પવિત્ર કાર્ય માટે પ્રાર્થના કરે છે તે સ્વર્ગને પામે છે.”૧૭ પવિત્રતામાં “સત્યના ફાળા અંગે આ ધર્મે ઘણું કહ્યું છે. સત્યનો માર્ગ ગ્રહણ કરવો ઉત્તમ છે, કારણ કે તેનાથી મનુષ્યજગતની આબાદી વધે છે. સત્ય બોલનારને ભય હોતો નથી. “એ જ દાનત સૌથી ઉત્તમ છે જે દુનિયામાં પવિત્રતા વધારે અને કાર્ય અને વાણીની સત્યતા ઇચ્છે.” “પુણ્ય અને સત્ય ઉપકારી છે અને જે સત્ય વાક્યનો પ્રયોગ કરે છે તે પણ અશો (પવિત્ર) અને શ્રેષ્ઠ છે.”૧૯ પવિત્રતા શુભ વાણી, શુભ કર્મ, શુભ ઇચ્છા, શુભ હૃદય, દાનવૃત્તિ, નમ્રતા, અક્રોધ, ધીરજ, સમભાવ વગેરેથી પ્રાપ્ત થાય છે, એટલે કે અહુરમઝદને ગમે તેવું વર્તન કરવામાં જ પવિત્રતા રહેલી છે. 20 પવિત્રતા અને સત્ય જ્યાં હોય ત્યાં આનંદ પણ હોય જ. જરથોસ્તી ધર્મની એ ખાસિયત છે કે તે “આનંદને અત્યંત મહત્ત્વનું સ્થાન આપે છે. તેનાં શાસ્ત્રોમાં મનુષ્યનો આનંદ શામાં રહેલો છે તેની ખૂબ જ ચર્ચા છે. જરથુષ્ટ્ર અહુરમઝદને પૂછે છે કે આનંદ શામાં રહેલો છે અને અહુરમબદને જણાવે છે કે ભલાઈના પ્રત્યેક કાર્યમાં