________________ 148 જગતના વિદ્યમાન ધર્મો જરથોસ્તી ધર્મનાં શાસ્ત્રો : આનંદશંકર ધ્રુવ કહે છે તેમ જરથોસ્તી ધર્મને લગતાં મૂળ પુસ્તકો ચાર ભાષામાં છે : અવતા, પહેલવી, પાજંદ અને ફારસી, તેમાં અવતાનાં પુસ્તકો સૌથી જૂનાં છે. એ પુસ્તકો સાધારણ રીતે “જંદ અવસ્તા’ને નામે ઓળખાય છે. જેમ વેદની કેટલીક શાખા નષ્ટ થઈ ગયેલી કહેવાય છે, તેમ અવતાનો પણ કેટલોક ભાગ નાશ પામેલો કહેવાય છે. નાશ પામતાં રહેલા અપસ્તાના ચાર ભાગ છે : 1. યજગ્ને; 2. વિસ્પરદ; 3. વંદીદાદ; 4. ખોર્દેહ અવસ્તા....૮ 1. યજગ્ને? આ 72 હા (પ્રકરણો)માં લખાયેલ સાહિત્ય છે. તેમાં અહુરમઝદની સ્તુતિ છે. અહુરમઝદના પ્રતીક આતશ (અગ્નિ), માઝદસ્ની દીન, હોમ, આરમાઈની વગેરેનાં લખાણ છે. આમાં જ “ગાથા'નો સમાવેશ થાય છે; જેનો અર્થ છે “ગાવું'. ગાથા જરથુષ્ટ્ર રચિત છે. તેથી અત્યંત પવિત્ર અને આદરણીય ગણાય છે. જેમ શ્રીમદ્ ભગવદ્ગીતા એ મહાભારતનો એક ભાગ છે તેમ ગાથા યશ્ન (યજશ્ન)નાં 72 પ્રકરણોમાંનો એક ભાગ છે. ગાથાનો અનુવાદ કરવો એ ઘણું કપરું કામ છે એમ કાવસજી કાંગા કહે છે. છતાં એ કપરું કામ તેમણે કર્યું છે. ““ગાથા બા માએની”ને નામે ગાથાનો ગુજરાતી અનુવાદ તેમણે કર્યો છે, જેનો એક ઉતારો જોઈએ. અએ મિજલસના સાહેબો, સહુથી પહેલાં હું દુનિયાના બે મીનો વિશે જાહેર કરું છું, જેમાંના આબાદી કરનાર મીનોએ આ પ્રમાણે કહ્યું - નથી આપણા વિચારો નથી આપણી શિખામણો, નથી આપણી અક્કલ, નથી આપણી રીતભાત, નથી આપણાં કામો, નથી આપણાં અંતઃકરણ એકબીજાને મળતાં આવતાં.” 2. વીસ્પરદ: વિસ્પ (સંસ્કૃત : વિશ્વ) = સઘળાં અને રતુ (સંસ્કૃત : ઋતુ) = ઋતુ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ છે, બધી 29તુઓને પ્રસંગે ભણવાનાં શાસ્ત્રો. આ ગ્રંથમાં સદ્ગુરુનું વર્ણન છે. પવિત્રતા, જ્ઞાન, તંદુરસ્તીના ગુણોનાં ખાસ વખાણ છે. 3. વંદદાદઃ વંદીદાદમાં દએવ = દૈત્ય સામેના કાયદાઓ છે. પવિત્રતા શામાં છે, ધર્મગુરુ કોને ગણવા, શિક્ષાપાત્ર કોને ગણવા વગેરેના કાયદાઓની ચર્ચા છે. ધાર્મિક, નૈતિક અને સામાજિક નિયમો પણ તેમાં જોવા મળે છે. 10