________________ પ્રકરણ-૯ જરથોસ્તી ધર્મ - નીલા જ. જોષી ઉદ્ભવ અને વિકાસ : ઈરાનના પર્સ પ્રાંતમાંથી ઊતરી આવેલી પ્રજા પારસીઓને નામે હિંદમાં વસી રહી છે. હિંદુ પ્રજા સાથે આ પારસી પ્રજા એવી તો ભળી ગઈ છે કે એક જુદો ધર્મ પાળતી આ પ્રજા સૈકાઓથી કશાય સંઘર્ષ વિના ભારતની અન્ય પ્રજાઓ સાથે રહી છે. આ પારસી પ્રજાનો ધર્મ તે જરથોસ્તી ધર્મ. આ ધર્મના સ્થાપકનું નામ છે અષો (પવિત્ર) જરથુષ્ટ્ર. જરથુષ્ટ્રના સમય વખતે “માઝદયસ્તી દિન' (ઈશ્વરનું જ્ઞાન ધરાવનાર ધર્મ) હતો. મૂળમાં આ ધર્મ એકેશ્વરવાદી હતો છતાં પ્રજા ઘણી વાર અનેકેશ્વરવાદ તરફ પણ ઢળી જતી. વળી તે વખતે મેલી વિદ્યાનું સામ્રાજય પણ જામ્યું હતું. લોકો જાદુ, વહેમમાં માનતા. ચોરી, લૂંટફાટ, ઝઘડા, જુલમ, સામાન્ય બની ગયા હતા. જરથોસ્તી ગાથામાં આ પરિસ્થિતિનું આલેખન છે. આથી સ્પષ્ટ થાય છે કે અધર્મના સામ્રાજ્યનો નાશ કરવા માટે જરથુષ્ટ પવિત્ર જરથોસ્તી ધર્મ આપ્યો. અષો જરથુષ્ટ્ર H જીવન અને કાર્યઃ જરથુષ્ટ્રનું જીવન જાણવા માટે પારસીઓનાં ધર્મશાસ્ત્રોનો આધાર લઈ શકાય : તે મુજબ પશ્ચિમ ઈરાનના મીડિયા પ્રાંતના દરેજી નદીને કાંઠે આવેલા રથ શહેરમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ પૌરુશલ્પ અને માતાનું નામ દોશ્વો હતું. ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, તેમના જન્મ સમયે પાણી, ઝાડ અને પશુઓની ખુશાલી દ્વારા કુદરતે પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી. જરથુષ્ટ્ર વિશે એવું કહેવાય છે કે તેઓ જન્મ સમયે રડવાને બદલે હસ્યા હતા. તેમના જન્મ વખતે તેમની માતાના મસ્તકની આસપાસ તેજ ઝબકતું હતું. આ બધી ચમત્કારિક વાતોની જાણ તે સમયના રાજા દુરાસરૂન અને તેના ચાર ભાઈઓને થઈ. જાદુવિદ્યાના જાણકાર તેઓએ આ બાળક પ્રતાપી નીવડશે અને તેથી પોતાની સત્તા જોખમાશે એ ભયથી જરથુષ્ટ્રને મારી નાખવા અનેક પ્રયત્નો કર્યા. ગળું