________________ જરથોસ્તી ધર્મ 151 આનંદ રહેલો છે. સ્વ અર્થે કરેલાં કર્મો કરતાં અન્યને માટે કરેલાં કર્મોમાંથી વધારે આનંદ મળે છે એમ આ ધર્મ માને છે. જગતમાં પવિત્રતાની અભિવૃદ્ધિ થાય તે માટે જરથોસ્તી ધર્મ (1) મનન્ની (સુવિચાર),(૨) ગવપ્ની (સારી વાણી) અને (3) કુનગ્ની (સત્કર્મો) એ ત્રણ પર ખૂબ ભાર મૂકે છે. “ઈશ્વરનો જપ, પ્રાર્થના કરનાર વાણી સુંદર વાણી છે, ઉપકાર એ સારું કામ છે અને પર-ઉપકારનો વિચાર એ સારો વિચાર છે.”૨૧ સારા વિચાર કરનારનો સાથી છું, ખરાબ વિચાર કરનારનો નહીં, હું સારું બોલનારનો સાથી છું, ખરાબ બોલનારનો નહીં, હું સારું કામ કરનારનો સાથી છું, ખરાબ કામ કરનારનો નહીં.”૨૨ 2. પુરુષાર્થનો સિદ્ધાંત : આ ધર્મ પુરુષાર્થમાં માને છે. અહુરમઝદ જરથુષ્ટ્રને કહે છે, “હે સ્પીતમ જરથુષ્ટ્ર! જે માણસ પોતાના ડાબા અને જમણા હાથથી પૃથ્વીને ખેડે છે તેને પૃથ્વી કહે છે : “હે મનુષ્ય ! તું મને ડાબા અને જમણા હાથથી ખેડે છે માટે હું તને બધી જ જાતનો ખોરાક આપીશ. પુષ્કળ અનાજ પેદા કરીશ.” "23 પ્રો. દાવર કહે છે કે, “જરથુસ્તી દૃષ્ટિ પ્રમાણે કાર્યો કરવાં, નિષ્કામ શ્રેયનાં કાર્યો કરવા અને જીવનના અંત સુધી પ્રભુમય જીવન ગાળતાં વૃદ્ધાવસ્થામાં પણ બને ત્યાં સુધી શુભ કાર્યો કર્યે રાખવાં.”૨૪ 3. સ્વચ્છતાનો સિદ્ધાંત : જરથોસ્તી ધર્મ સ્વચ્છતાનો આગ્રહી છે. જેમ પવિત્ર વિચારો અને પવિત્ર વાણી તથા વર્તન દ્વારા સ્વચ્છ નિર્મળ ચારિત્ર્યનો આગ્રહ છે તેમ શરીરશુદ્ધિ અને ઘર, શેરી, કૂવા વગેરેની શુદ્ધિનો પણ આગ્રહ આ ધર્મ રાખે છે. ટૂંકમાં જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે સર્વ વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ, કારણ કે અસ્વચ્છ વસ્તુઓનો ઉપયોગ કરે તે મનુષ્ય પવિત્ર નથી એમ આ ધર્મ માને છે. આથી તેમાં નીચેની આજ્ઞાઓ આપવામાં આવેલી છે : (1) “કેટલીક નાશ પામેલી વસ્તુઓ જમીન પર હોય છે, તેની આસપાસ ફરવું નહીં.”૨૫ (2) “પાણીમાં હાડકાં, વાળ, મરેલાં જાનવર, ચરબી વગેરે નાંખવા નહીં.”૨૬ (3) “ગંદા, અંધારા કૂવાનું પાણી વપરાશમાં લેવું નહીં. આમ કરનાર નીતિથી વર્તે તોપણ તેને પાપ લાગે છે.”૨૭