________________ 140 જગતના વિદ્યમાન ધર્મો “આદિગ્રન્થમાં હરિનામનો મહિમા અને ભક્તિનું ગાન છે. ગુરુ ગોવિંદસિંહ એમની જોશીલી વાણીમાં કહે છે : “પ્રેમ વિના ધ્યાન તીર્થાટન, તપ કરો કે યોગ સાધો, પણ હાથમાં શું આવ્યું ?" “પ્રેમ વિના પ્રભુ પ્રાપ્ત ન થાય.”પર “જિન પ્રેમ કિયો તિન હી પ્રભુ પાયો.૫૩ શીખ ધર્મમાં “આદિગ્રન્થ' અને “દશમ્ગ્રન્થ'માં પરમાત્માનાં સેંકડો નામોનો પ્રયોગ થયો છે. હિન્દુ અને ઇસ્લામી પરંપરાનાં નામ ઉપરાંત શીખ પરંપરાએ પોતે યોજેલાં કેટલાંય નામથી પ્રભુની આરાધના કરવામાં આવે છે. એમાં “અધરમ' (જેને કોઈ ધર્મ નથી) અને “અમજહબ' (જેને કોઈ મજહબ નથી) નામો ખાસ ધ્યાન ખેંચે છે. આમ છતાં શીખોમાં પ્રભુનું “વાહિગુરુ' નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. “વાહિગુરુ' નામની એક સમજૂતી એ વાસુદેવ હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. “વાહિગુરુ ગુરુમંત્ર પણ કહેવાય છે. “વાહિગુરુનો શબ્દાર્થ છે : વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી સૌન્દર્યાભૂતિ કે એના સત્-ચિત-આનંદરૂપની અનુભૂતિ કરે ત્યારે ધન્ય ધન્ય થઈ જાય છે અને ચક્તિ થઈને સ્વાભાવિકપણે બોલી ઊઠે છે. “વાહિંગુર વાહિગુરુ.” આવી આશ્ચર્યથી ચક્તિ કરી દેનારી “વિસમાદી અવસ્થા'-ભાવસમાધિ એ શીખભક્તિની પરાકાષ્ઠા છે. એમાં બધા ભેદભાવ અદશ્ય થાય છે. પરમાત્મા, જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડ વિસાદમાં એક બને છે. આદિ ગુરુ નાનકદેવ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં વિસમાદનાં દર્શન કરીને, વિસ્મિત થઈને બોલી ઊઠે છે : નાદ વિસમાદ છે, વેદ વિસમાદ છે. અસંખ્ય જીવ વિસમાદ છે, જીવોના ભેદ વિસમાદ છે, રૂપ, રંગ, જીવજંતુ, પવન, પાણી, અગ્નિ, ધરતી, ચતુર્વિધ યોનિઓ, વિવિધ કામનાઓના સ્વાદસંયોગ, વિયોગ, ભૂખ, સ્તુતિ, પ્રશંસા, કુમાર્ગ, સુમાર્ગ એ સર્વ વિસમાદ છે. પરમાત્મા સમીપ છે, દૂર છે અને હાજરાહજૂર રહીને બધું નિહાળે છે તે વિસમાદ છે. આ આશ્ચર્યો જોઈને હું વિસ્મિત થઈ ગયો છું.” નાનક કહે છે : “પૂરાં ભાગ્ય હોય તો જ આ આશ્ચર્યો સમજી શકાય છે.”૫૫ શીખ ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિ સવાર, સાંજ, રાતની પ્રાર્થનાઓ, ગુરુ ગ્રંથસાહેબનાં દર્શન, “સાધસંગત' - શીખ સમાજનો સત્સંગ, કીર્તન અને પરમાત્માના નામસ્મરણ દ્વારા થાય છે. આ ધર્મમાં સામાન્યતઃ જટિલ કર્મકાંડ જેવું કંઈ નથી. ગુરુ રામદાસ રચિત “લાવાં'ના ચાર શ્લોકોના કીર્તન સાથે વરકન્યા ગુરુ ગ્રંથસાહેબ'ને ચાર ફેરા ફરે એટલે લગ્ન થઈ જાય; સન્મુખ નતમસ્તકે ઊભા રહે તો પણચાલે. મૃત્યુ સમયે પ્રભુમાં ચિત્ત રાખવાનો અનુરોધ છે. મૃતદેહના