________________ બૌદ્ધ ધર્મ 115 પછી સુવું જોઈએ. તેણે ઘરનાં વડીલો ઉપરાંત, પતિ જેમને આદર આપતો હોય તે સાધુજનોનો ઉચિત આદર કરવો જોઈએ. ઘરમાં રાખવામાં આવેલાં કપાસ, ઊન વગેરેનો યથોચિત ઉપયોગ કરવામાં તેણે નિપુણ બનવું જોઈએ. ઘરના સેવકો અને મજૂરોને જે કામ સોંપવામાં આવ્યું હોય તેને તેઓ સારી રીતે કરે છે કે નહિ તેણે નિરીક્ષણ કરવું જોઈએ અને તેમનાં ભોજનનું પણ ઉચિત ધ્યાન રાખવું જોઈએ. પતિ ઘરમાં જે અન્ન યા ધન લાવે તેને સંભાળીને તેણે રાખવું જોઈએ. તેમાંથી પોતાને માટે તેણે છૂપો ખર્ચ ન કરવો જોઈએ. તેણે બુદ્ધ, ધર્મ અને સંઘને શરણે જઈ ઉપાસિકા બનવું જોઈએ. તેણે પંચશીલનું પાલન કરવું જોઈએ અને કંજૂસાઈ છોડી છૂટે હાથે દાન કરવું જોઈએ.૨૨ એક વાર બુદ્ધ રાજા પ્રસેનજિતને મિતાહારના લાભો જણાવતાં કહ્યું, “જે મનુષ્ય મિત્તાહારી છે અને વધુ પડતું ખાતો નથી તેને રોગો થતા નથી. વહેલું ઘડપણ આવતું નથી અને પૂર્ણ આયુષ્ય ભોગવે છે.”૨૩ બીજા કોઈ વખતે બુદ્ધે પ્રસેનજિતને કહ્યું, “કંજૂર માણસના ધનની બૂરી દશા થાય છે. તે પોતે ભોગવી શકતો નથી કે પોતાનાં સગાવ્હાલાને ભોગવવા દેતો નથી. તે દાન કરી શકતો નથી. તેના ભેગા કરેલા પૈસાને છેવટે રાજ હરી લે છે, કે ચોર લૂંટી જાય છે, કે વિરોધી પડાવી લે છે, કે આગ વગેરેથી નાશ પામે છે. પરંતુ જે પોતાના ધનનો સદુપયોગ કરે છે, પોતાના સંબંધીઓને ધનની મદદ કરે છે, સુપાત્રને દાન આપે છે, લોકકલ્યાણના કામોમાં ખર્ચે છે, તેના ધનની આવી દશા થતી નતી. કંજૂસની અપકીર્તિ થાય છે. ઉદારનો યશ ગવાય છે.”૨૪ એક વાર બુદ્ધ રાહુલને કહ્યું, “હે રાહુલ! જે ખોટું બોલતાં લાજતો નથી, તેને કોઈ પણ ખરાબ કૃત્ય કરવામાં શરમ નહિ આવે માટે તે રાહુલ ! ગમ્મતમાં પણ હું ખોટું બોલીશ નહિ એવો તું નિશ્ચિય કર.”૨૫ બીજાં ભલે કુકર્મો કરે પરંતુ પોતે તો સત્કર્મો જ કરવાં જોઈએ એ વાત ઉપર ભાર મૂકતાં ભગવાને કહ્યું, “બીજા હિંસા વગેરે કુકર્મો કરે તો પણ અમે કુકર્મો નહિ કરીએ, બીજા અપ્રામાણિકપણે આજીવિકા રળે તો પણ અમે તો પ્રામાણિક રીતે જ આજીવિકા રળીશું, બીજા પ્રમાદ કરે તો પણ અમે તો અપ્રમાદી રહીશું, બીજા ચિત્તને વિક્ષિપ્ત થવા દે તોપણ અમે તો ચિત્તને વિક્ષિપ્ત ન થવા દેતાં શાંત રહીશું, બીજા ક્રોધ કરે તો પણ અમે ક્રોધ નહિ કરીએ, બીજા વેર લેશે તોપણ અમે વેર નહિ લઈએ, બીજા અનાદર કરશે તોપણ અમે તો આદર જ કરીશું, બીજા ઈર્ષ્યા કરશે તો પણ અમે ઈર્ષ્યા નહિ કરીએ, બીજા ઠગશે તોપણ અમે નહિ ઠગીએ, બીજા કઠોર બનશે તોપણ અમે કઠોર નહિ બનીએ - આમ કરીને જ ચિત્તમળો દૂર કરી શકાય છે અને એક વાર બુદ્ધ ગૃહસ્થોને કહ્યું, “હે ગૃહસ્થો ! દુરાચારી મનુષ્યને પાંચ-છ