________________ શીખ ધર્મ 1 27 મસ્ત રહી ભક્તિ અને જ્ઞાનથી પૂર્ણ એવા નાનક પાછા આવ્યા ત્યારે એમના મુખ ઉપર આત્માનુભૂતિની દિવ્ય આભા હતી. ચિત્તમાં પ્રભુનું નામ-સ્મરણ કરવાનો અને બીજાઓનો કરાવવાનો આદેશ હતો. જનતાએ એમનામાં ભવરોગમાંથી સાજા કરનાર વૈદ્ય નિહાળ્યા “આ આવી ગયો રોગીઓનો ચમત્કારિક વૈદ્ય !' કહીને એમને સત્કાર્યો અને નાનકે જનતાને શીખ ધર્મનો “મૂલ મંત્ર આપ્યો. નાનક જઈને કબ્રસ્તાનમાં બેઠા. લોકોને સંભળાવ્યું : “ન કોઈ હિન્દુ ન કોઈ મુસલમાન.” ત્યારે કાઝીએ પૂછ્યું : “જો કોઈ હિન્દુ કે મુસલમાન નથી તો તું કોણ છે ?" હું તો મનુષ્ય છું.” એ પછી સત્તાવીસ વર્ષની ભરયુવાન વયે પ્રભુના આદેશધારી નાનક જગતને નામસ્મરણનું અમૃતપાન કરાવવા અને, “મનુષ્ય શી રીતે વર્તે તો સત્યનિષ્ઠ થાય, તથા શું કરે તો અસત્યના પડદાને હટાવી દે' એ સમજાવવા નીકળી પડ્યા. એમણે સમજાવ્યું : “ભગવાનની આજ્ઞાને આધીન રહીને આચરણ કરવાથી અસત્યનો પડદો તૂટી જશે. ઈશ્વરનો હુકમ તો અંતરમાં કોતરાયેલો છે, માટે એની આજ્ઞા પ્રમાણે ચાલો અને એના ગુણ ગાઓ.” એમણે કુટુંબના ભાટ ભાઈ મરદાનાને પોતાની સાથે લીધો. મરદાના મુસલમાન હતો અને રબાબ (એક વિશિષ્ટ પ્રકારની સારંગી)નો અસાધારણ બજવૈયો હતો. ગુરુને ગમે ત્યારે પ્રેરણા થતી અને એમના મુખમાંથી ઈશ્વરી વાણીનો ધોધ કાવ્યરૂપે છૂટતો, ત્યારે મરદાના એને પોતાના અસાધારણ કૌશલથી રબાબના સૂરોમાં બેસાડતો. આ નાનકે ત્રીસ વર્ષ સુધી પરિભ્રમણ કર્યું. પૂર્વમાં આસામ, દક્ષિણમાં લંકા, ઉત્તરમાં તિબેટ, પશ્ચિમમાં દ્વારકા, વાયવ્યમાં મક્કા, મદીના, બગદાદ વગેરે સ્થળોએ યાત્રાપ્રવાસ કર્યો. લોકોને વહેમોમાંથી મુક્ત થઈ એક સત્ય અકાલ પુરુષ (અવિનાશી પુરુષ) પરમાત્માની ભક્તિ અને આરાધના કરવા પ્રેર્યા. એમના જમાનામાં ભાગ્યે જ કોઈ માણસે લોકકલ્યાણાર્થે આટલો વિસ્તૃત પ્રવાસ ખેડ્યો હશે. પ્રવાસ દરમિયાન એમણે હિન્દુઓને, મુસલમાનોને, જૈનોને, નામયોગીઓને, શાક્તોને, સૂફીઓને, કાઝીપીરોને, નાના-મોટા અનેક મતપંથોના અનુયાયીઓને ઠગ, લૂંટારા, મનુષ્યભક્ષક જંગલીઓ સુદ્ધાને ધર્મતત્ત્વ પ્રબોધ્યું. એમના સમયમાં બાબરે ભારત ઉપર ત્રણ ચઢાઈઓ કરી, હિન્દુમુસલમાનના કશા ભેદ વગર ભયાનક કતલ અને લૂંટ-બળાત્કાર ચલાવ્યાં. લોકોની દુર્દશા જોઈ આ સંતનું હૃદય રડી પડ્યું. એમણે આ રોગનાં કારણો બતાવ્યાં : વિલાસ, શાપ, આશીર્વાદ અને ચમત્કારના રૂપમાં રહેલા “ધર્મ' ઉપરની મુડદાલ આસ્થા અને નૈતિક અધોગતિ. એમણે સાહસ, વૈર્ય અને નિર્ભયતાથી પુત્ર જેમ પિતા આગળ હકપૂર્વક પ્રશ્ન કરે એમ પરમાત્માને પ્રશ્ન કર્યો : “હે પ્રભુ ! તેં બાબરના વતન