________________ 136 જગતના વિદ્યમાન ધર્મો લગાવી છે. ધર્મસંસ્થાપકોની આટલી પ્રમાણભૂત વાણી બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. ગુરુ ગ્રંથસાહેબ'ની આ મૂળ બીડ (પ્રત) અત્યારે કરતારપુર (જિ. જલંધર)માં છે, એટલે એ “કરતારપુરવાળી બીડ' કહેવાય છે. 18 આજે તો “ગુરુ ગ્રન્થસાહેબ'ની ગુરુમુખી (પંજાબી) ઉપરાંત અનેક ભાષાઓ અને બોલીઓ પુરાણી બની હોઈ એમાંની કેટલીક રચનાઓને બાદ કરતાં મોટા ભાગની રચનાઓ શીખોને પણ ટીકા વિના સમજ ન પડે એવી દુર્બોધ છે; પણ સમજાયા પછી એનો રસ ચિત્તમાં એવો ચોંટી જાય છે કે જાણે એના ઘૂંટડા પીધા જ કરીએ. “ગુરુ ગ્રંથસાહેબ'માં ગુરુ અર્જુને બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, મુસ્લિમ સંત ભક્તોની વાણીને સ્થાન આપ્યું તેનું કારણ હિન્દુસ્તાનની આધ્યાત્મિક શ્રીનો એમાં સમાવેશ કરવાનો તો હતો જ સાથે દુનિયામાં એ સ્થાપવું હતું કે શીખ ધર્મમાં ભ્રમ, અંધવિશ્વાસ, ઊંચનીચના ભેદ અને ધર્માધતાને કોઈ સ્થાન નથી. એમાં “અલ્લાહ અને પરબ્રહ્મ એક જ છે એવી મંત્ર જેવી અનેક રચનાઓ ઠેર ઠેર મળી આવશે.૧૯ “ગુરુ ગ્રન્થસાહેબ” આજે પણ એક જીવતો ગ્રંથ છે. ભક્તિમાન શીખ નરનારીઓ પ્રભાતમાં ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને “ગ્રંથસાહેબ' પાસે દરરોજના કર્તવ્યનો હુકમ માગે છે. જે પાનું ઊઘડે તેમાં જે “શબ્દ', જે વાણી વાંચવામાં આવે તે વાણી તે દિવસનો હુકમ બને. ગુરુ ગોવિંદસિંહની રચનાઓને એમના મહાપ્રસ્થાન પછી, ગુરુના મિત્ર અને શિષભાઈ મણિસિંહે “દશમ્ ગ્રન્થ'ના રૂપમાં સંપાદિત કરી. “દશમું ગ્રન્થ' વ્રજ, હિન્દી ફારસી અને પંજાબી એમ ચાર ભાષાઓમાં છે. શીખ ધર્મમાં આ ગ્રંથનું ખૂબ માનવંતુ સ્થાન છે. એમાંના કેટલાક ભાગ શીખોની દૈનિક પ્રાર્થનામાં સામેલ છે. 20 4. તાત્વિક સિદ્ધાંતો H 1. ગુરુઓ ઈશ્વરનિષ્ઠ અનુભવીઓ હતા, તેથી તાર્કિક દલીલોના આધારે તેઓ પરમાત્માનું અસ્તિત્વ સિદ્ધ કરતા નથી. એમને તો પરમાત્માની અનુભૂતિ હતી, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. “જ્યાં જયાં જોયું ત્યાં ત્યાં એ જ છે.૨૧ “નાનકનો પાદશાહ (પરમાત્મા) તો વેદ, કુરાન, સંસાર તથા બધાથી પર છે. એ તો પ્રત્યક્ષ દેખાય છે.”૨૨ ગુરુ નાનકે મૂલ મંત્રમાં પરમાત્માનું સ્વરૂપ નિરૂપ્યું છે : એક ૐકાર સતિનામુ કરતા પુરખુ નિરભી નિરવૈરુ અકાલ મૂરતિ અજૂનિ સૈભે ગુરુ પ્રસાદિ.૨૩ (પ્રભુ એક છે. ૐકાર સ્વરૂપ છે. (શબ્દ અર્થાત વાણી છે.) સત્ય એનું નામ છે. તે જગત્કર્તા, આદિપુરુષ, નિર્ભય, નિર્વેર, અવિનાશી, અયોનિ અને સ્વયંભૂ છે. એ પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે.) ગુરુ ગ્રન્થસાહેબ” એટલે કે ગુરુવાણી આ મૂલ મંત્રનું ભાષ્ય છે.