________________ શીખ ધર્મ 131 માંદગીમાં પટકાયો. હકીમોએ અત્યંત દુર્લભ દવાઓ લખી આપી. સામ્રાજ્યમાં સર્વત્ર તપાસ કરવા છતાં ક્યાંય આ દવાઓ ન મળી. છેવટે એ દવાઓ ગુરુ હરિરાયના ભંડારમાં છે એવી માહિતી મળતાં, શાહજહાંએ ગુરુ પાસે ઔષધોની માગણી કરી. દયાળુ ગુરુએ બાદશાહની વૈરવૃત્તિ ભૂલીને “જેઓ આશા લઈને ગુરુ દ્વારે આવે તે શા માટે નિરાશ થઈને જાય?’ કહી ઔષધો અને વધારામાં અનુપાનમાં વાપરવા લાયક અને કીમતી મોતી આપ્યું. દારા સાજો થયો. શાહજહાંએ મૈત્રી બાંધી, પણ પિતાને કેદ કરી ઔરંગઝેબ ગાદીએ આવ્યો. એણે ગુરુને દિલ્હી બોલાવ્યા. ગુરુએ મોટા પુત્ર રામરાયને મોકલ્યો. કિશોર રામરાયે સમ્રાટની ખુશામત કરી કૃપા સંપાદિત કરી પણ પિતાનો પ્રેમ ખોયો. ગાદી ઉપર પાંચ વર્ષના બાળક પુત્ર હરિકિશનનો અભિષેક કરી એમણે જીવનલીલા સંકેલી લીધી. ઔરંગઝેબે શીખોમાં ફૂટ પડાવવા રામરાયને જાગીર આપી. રામરાયે ત્યાં પોતાનું દહેરું બાંધ્યું, તેથી એ સ્થાનનું નામ દહેરાદૂન પડ્યું. અત્યારે પણ એ દહેરું અને એની વિશાળ જાગીર છે. ૮.ગુરુ હરિકિશન (1656-1664): ઔરંગઝેબે બાલગુરુને દિલ્હી બોલાવ્યા. હરિકિશન જયપુર નરેશ રાજા જયસિંહને ત્યાં ઊતર્યા, ઔરંગઝેબે એમની પરીક્ષા કરી પણ ગુરુ એની જાળમાં ફસાયા નહિ. એ વખતે દિલ્હીમાં શીતળા અને કૉલેરાનો વાવર હતો. ગુરુ ઔષધો, કપડાં, ખોરાક વગેરે લઈને પોતાનો કારભાર કરનાર શીખોની સાથે જાતે રોગપીડિત લત્તાઓમાં જઈને દર્દીઓને આશ્વાસન આપતા અને મદદ કરતા. જે કંઈ ભેટ-પૂજામાં આવતું તે બધું રોગી-કંગાલોની સેવામાં વાપરી નાખવામાં આવતું. એ અરસામાં ચેપ લાગી જતાં, ગુરુને શીતળા નીકળ્યા. અંત સમયે નારિયેળ અને પાંચ પૈસા મંગાવી, “બાબા બકાલે' અર્થાત નવમા ગુરુ બકાલા ગામમાં છે એમ ગુરુ તેગબહાદુરનો સંક્ત કરી હરિકિશન પરમાત્માના ધામમાં સિધાવ્યા. 9. ગુરુ તેગબહાદુર (1621-1675): ગુરુ હરગોવિંદના સૌથી નાના પુત્ર ગુરુ તેગબહાદુર અત્યંત નમ્ર, વૈરાગ્યશીલ, ધ્યાનમગ્ન, તેજસ્વી અને નિર્ભય હતા. ગુરુનું સામાન્યતઃ સ્વીકૃત નામ ત્યાગમલ હતું, પરંતુ ઈ.સ. ૧૬૩૪ના કસ્તાનપુરના યુદ્ધમાં કિશોર ત્યાગમલે મુગલ લશ્કર સામે ભારે પરાક્રમ દર્શાવેલું, એટલે તેના પરાક્રમથી પ્રસન્ન થઈને પિતા હરગોવિંદે એમનું ‘તેગબહાદુર' નામ પાડ્યું. વળી, એમના લંગરમાં ભૂખ્યાને ખૂબ અન્ન મળતું એટલે “દેગબહાદુર' નામથી અને તેઓ ગરીબોના આધાર બની રહેલા એટલે “ટેકબહાદુર' નામથી જાણીતા થયા. એમના સમયમાં ઔરંગઝેબની ધર્માધનીતિએ માઝા મૂકી. શિયા-મુસ્લિમો, સૂફીઓ અને હિન્દુઓના વિરોધમાં એની તલવાર ક્રૂરતાથી વીંઝાવા માંડી. એણે "ધર્મપરિવર્તનની યોજના બર્બરતાપૂર્વક અમલમાં મૂકવા માંડી, ત્યારે કાશ્મીરના પંડિતો ધર્મ ઉપર આવેલી કષ્ટકથા સંભળાવવા ગુરુ પાસે આવ્યા. ગુરુએ સલાહ આપી, કોઈ ધર્મપ્રાણ મનુષ્ય આત્મબલિદાન આપે તો હિન્દુઓ બચી શકે.” ત્યારે ગુરુ