________________ 132 જગતના વિદ્યમાન ધર્મો તેગબહાદુરના નવ વર્ષના બાળક પુત્ર ગોવિંદરાયે દૃઢતાથી કહ્યું : “જેના ઘરમાં ભૂખ્યાને અન્ન દેનાર દેગ અને અનાથ-નિર્બળોનું રક્ષણ કરનાર તેગ (તલવાર) છે એવા આપના કરતાં વધારે ધર્મપ્રાણ કોણ હોય !" ગુરુ તેગબહાદુરે નિર્ણય લઈ લીધો. એમણે પંડિતોને કહ્યું : “ઔરંગઝેબને ખબર આપો કે તેગબહાદુર અમારા ગુરુ છે. જો તેગબહાદુર ધર્મપલટો કરશે તો અમે પણ ધર્મપલટો કરીશું.” ઔરંગઝેબે ગુરૂને દિલ્હી બોલાવ્યા. એમણે ધર્મપરિવર્તનનો ઇન્કાર કર્યો એટલે ઔરંગઝેબે એમને પાંજરામાં પૂર્યા. એમની પર ઘોર અત્યાચાર ગુજારવામાં આવ્યા. એમના એક સાથી મતદાસને કરવતથી જીવતા ચિરાવી નાખ્યા, બીજા એક ભાઈ દયાલાને જીવતા રંધાવી નાખ્યા. અંતે ગુરુ તેગબહાદુરનો પણ શિરચ્છેદ કર્યો. (સંવત ૧૭૩૨ના માગશર સુદ 5, તા. 11-11-1675. ભારત સરકાર અને શીખ સમાજ તરફથી આને કારણે ઈ.સ. ૧૯૭૫-૭૬ના વર્ષમાં સં. ૨૦૩૨ના માગશર સુદ પથી શરૂ થતું આખું વર્ષ “ગુરુ તેગબહાદુર ત્રિશતાબ્દી શહીદી વર્ષ તરીકે મોટા પાયા પર ઊજવાયું છે.) ધર્મની રક્ષા માટે એમણે “સીસદિયા પર સિર ન દિયા.૧૦ ભાથું આપ્યું પણ સત્યધર્મ ન આપ્યો. કાશ્મીરી પંડિતો અને એમની પાછળ લાખો હિન્દુ-શીખ ફરજિયાત ધર્મપલટામાંથી અને નામોશીમાંથી ઊગરી ગયા. ગુરુના આ બલિદાને ધર્મ અર્થાત્ સાચા ધર્મ અને હિન્દુસ્તાન બંનેની લાજ રાખી એથી એમનું “ધર્મની ચાદર' અથવા હિન્દની ચાદર' એવા નામથી સ્મરણ કરવામાં આવે છે. ગુરુ તેગબહાદુર તિલક, જનોઈ કે મૂર્તિ પૂજામાં માનતા નહોતા. શીખ ધર્મ પણ માનતો નથી. પરંતુ ભક્તિ-ઉપાસનાના સ્વાતંત્ર્ય માટે જુલમનો પ્રતિકાર કરવા ગુરુએ આ શ્રેષ્ઠ અહિંસક આત્મબલિદાન આપ્યું. ગુરુના સંખ્યાબંધ મુસ્લિમ ભક્તો હતા. તેમાં પણ ગુરુને જે જેલમાં રાખવામાં આવેલા તેનો દરોગો સૈયદ અબ્દુલ હસન, ગુરુના શિરચ્છેદ પછી આ અધર્મ જ્યના વિરોધમાં શાહી નોકરીને તિલાંજલિ આપીને આનંદપુરમાં ગુરુ ગોવિંદસિંહ પાસે રહેવા આવ્યો, અને એણે ગુરુની આજીવન સેવા કરી. 10. ગુરુ ગોવિંદસિંહ (1966-1708)H ગુરુ તેગબહાદુરના મસ્તકને એક જૈતા નામનો રંગરેટો (ખાલપો) હિંમત ભીડીને નવ વર્ષના બાલગુરુ ગોવિંદરાય પાસે લઈ ગયો. ગુરુએ આ અત્યંજને “રંગરેટે ગુરુ કે બેટે' કહીને અભિનંદયો. નવમાં ગુરુના ધડને લખી શાહ નામના શીખ લવાણાએ ઉઠાવ્યું અને ઘેર લઈ ગયો. ઘરને આગ ચાંપીને ગુરુના શબને સન્માનસહિત અગ્નિદાહ દીધો. બાળક ગુરુ ગોવિંદે મામાની દેખભાળ નીચે શસ્ત્રો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ખૂબ ધ્યાન કર્યું, વિચાર્યું, નિર્ણય લીધા, કર્તવ્ય પારખ્યું. એમણે પરમાત્મા પાસેથી દુષ્ટદમન કરવાનો આદેશ મેળવ્યો. 11 શ્રીરામ અને શ્રીકૃષ્ણનાં ચારિત્રોનો