________________ શીખ ધર્મ 129 2. ગુરુ અંગદ (૧૫૦૪-૧૫પર) : એમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી. ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું. નાનકે શરૂ કરેલી “ગુરુ કા લંગર”ની પ્રથા (વિના મૂલ્ય જમાડવાથી પ્રથા) વ્યવસ્થિત કરી. શિષ્યોમાં મરદાની રમતોનો પ્રચાર કર્યો. એમણે શિષ્યોને બહાદુર થવાની તાલીમ આપી. નાનકની જેમ એમણે પણ પુત્રને ગાદી નહિ આપતાં પોતાના વયોવૃદ્ધ શિષ્ય અમરદાસને ગાદી આપી. 3. ગુરુ અમરદાસ (1479-1574) : નાનકના ધર્મસંદેશને વ્યવસ્થિત પંથનું રૂપ આપ્યું. ધર્મપ્રચાર માટે એમણે 22 મંજી (ગુરુનું આસન) સ્થાપી અને ગુરુવાણીમાં પ્રવીણ 146 મસંદ (ધર્મ પ્રચારક) નીમ્યા. એમાં પણ સ્ત્રીઓ પણ હતી. ગુરુ કા લંગર'ને ખૂબ વિસ્તાર્યું. પડદા અને સતીની પ્રથાનો નિષેધ કર્યો. પૂર્વના બે ગુરુઓની, પોતાની અને બીજા ભક્તકવિઓની રચનાઓનો એક સંગ્રહ તૈયાર કર્યો. આ સંગ્રહ પછીથી “ગુરુ ગ્રન્થસાહેબ'ની રચના માટેનો પ્રમુખ સ્ત્રોત બની રહ્યો. પોતાના શિષ્ય અને જમાઈ ગુરુ રામદાસનો ગાદી ઉપર અભિષેક કરી ગુરુ અમરદાસે મહાપ્રયાણ કર્યું. 4. ગુરુ રામદાસ (૧પ૩૪-૧૫૮૧) : એમણે ગુરુ અમરદાસની સૂચના મુજબ નવું ગામ વસાવ્યું-રામદાસપુર. એ હવે અમૃતસર તરીકે જાણીતું છે. ગુરુ સેવા અને નમ્રતાની મૂર્તિ હતા. ગુરુ નાનકના પુત્ર શ્રીચંદે પોતાનો અલગ ઉદાસી સંપ્રદાય સ્થાપેલો. નાનકે પોતાને ગુરુગાદી આપેલી નહિ, તેથી મનમાં કંઈક રીસ હોઈને તેઓ ગુરુ અંગદ કે ગુરુ અમરદાસને મળવા ગયેલ નહિ પણ હવે રીસ ઊતરી હશે એટલે વયોવૃદ્ધ શ્રીચંદ ગુરુ રામદાસને મળવા આવ્યા. ગુરુએ એમનું પ્રેમથી સ્વાગત કરી રૂ. 500 ભેટ તરીકે આપ્યા. વાતવાતમાં શ્રીચંદે ગુરુને વિનોદમાં પૂછ્યું: “દાઢી શાથી આટલી બધી લાંબી ઉગાડી છે ?" જી મહારાજ ! આપનાં પવિત્ર ચરણકમળને લૂછવા માટે,” કહીને ગુર દાઢીથી શ્રીચંદનાં ચરણ સાફ કરવા નીચા નમ્યા. શ્રીચંદે પગ પાછા ખેંચી લીધા અને એમની નમ્રતા આગળ શિર ઝુકાવ્યું. રામદાસે વિશાળ હૃદયવાળા પોતાના સૌથી નાના પુત્ર અર્જુનદેવને ગાદી આપી. 5. ગુરુ અર્જુનદેવ (1563-1606) : ગુરુ અર્જુન પ્રથમ પંક્તિના ભક્તકવિ, જ્ઞાની અને સંગઠક હતા. એમણે અમૃતસરમાં હરિમંદિર જે હવે દુનિયામાં સુવર્ણમંદિર તરીકે વિખ્યાત છે તે બાંધ્યું. એ મંદિરના પાયાની ઈટ મુસ્લિમ સૂફી સંત સાંઈ મિયાં મીર પાસે મુકાવી. એમના સમયમાં જ શીખ સંપ્રદાય હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ ઉપરાંતના ‘ત્રીજા ધર્મ” તરીકે ભારતમાં અસ્તિત્વમાં આવ્યો. એમના જીવનનાં યુગપ્રવર્તક બે કાર્ય : 1. શીખોની ગીતા અથવા બાઈબલ સમા ગુરુ ગ્રંથસાહેબઅથવા “આદિગ્રંથનું સંકલન અને 2. ધર્મને ખાતર શુદ્ધ સત્યાગ્રહી રીતે નિર્ભય અને નિર્વેરપણે અસહ્ય યાતનાઓ વેઠીને ભગવાનમાં ચિત્ત રાખીને પ્રાણાર્પણ કર્યું. આ બીજા કાર્યને લીધે ગુરુ અર્જુનદેવ “શહીદોના સિરતાજ તરીકે ઓળખાયા. એમની શહાદતની વિગત નીચે મુજબ છે :