________________ 126 જગતના વિદ્યમાન ધર્મો છે, એટલે સૌએ ભાઈચારાથી રહેવું જોઈએ. આને લીધે, “ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુકા ગુરુ મુસલમાનકા પીર'ની સાથોસાથ કહેવત ચાલી કે “બાબા નાનક સબકા સાંઝા-બાબા નાનક સૌના સખા.” ગુરુ નાનકનો સમન્વયકારી અને સર્વમિત્ર થવાનું પ્રબોધતો સદુપદેશ એમની પછીના ગુરુઓએ પ્રજામાં ફેલાવ્યો. પાંચમા ગુરુ અર્જુનદેવની શહીદી પછી એ હુતાત્માઓનો નિર્ભય-નિર્વેર પંથ બન્યો અને દસમા ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ધર્મસંસ્થાપક દુષ્ટદમન ખાલસા પંથમાં એના વિકાસની પરાકાષ્ઠા આવી. આને કારણે શીખોનો એક સુસંગઠિત સમાજ બન્યો. એ સમાજના હૃદયમાં એવો અટલ વિશ્વાસ જન્મ્યો કે એમના સાર્વજનિક સંમેલનમાં-સંગતમાં, પરમાત્મા સદા ઉપસ્થિત રહેશે અને જ્યાં જ્યાં પાંચ શીખ પણ એકઠા થયા હશે ત્યાં ગુરુ હશે જ. આ દઢ શ્રદ્ધા શીખ ધર્મનો પ્રાણ બની રહી. “સિફખ' શબ્દ સંસ્કૃત “શિષ્ય' ઉપરથી ઉતરી આવેલ છે, પણ કેટલાક વિદ્વાનો પાલિ “સિખ' - પસંદ કરેલા ઉપરથી ઊતરી આવેલો માને છે. અર્થાત એ રીતે જોતાં સિફખ' એટલે ઈશ્વરે પસંદ કરેલો, ચૂંટેલો, એટલે કે ભગવાનનો પોતાનો, નિર્મળ. ગુરુ ગોવિંદસિંહે આપેલ “ખાલસા' નામાભિધાનનો અર્થ પણ લગભગ એવો જ છે. ખાલસા શબ્દ મૂળ ફારસી શબ્દ “ખલીસહ-પાદશાહની પોતાની માલિકીનું ઉપરથી બનેલો છે. 2. ધર્મસંસ્થાપકોનો પરિચય : 1. ગુરુ નાનકદેવ (1969-1539)H તલવંડી ગામમાં (હાલ પાકિસ્તાનમાં લાહોર પાસેના નાનકડાના સાહેબમાં) એમનો જન્મ થયો હતો. પિતા કાલુરામ, સજ્જન અને ભક્ત હૃદયના મુસ્લિમ જાગીરદાર રાય બુલારના સાધારણ તલાટી. પણ એ સાધારણ પિતાના અસાધારણ પુત્રનું નામ તો સમગ્ર ભારતમાં અને ભારત બહાર અરબસ્તાન, ઈરાક, અફઘાનિસ્તાન, લંકા, બર્મા અને તિબેટમાં નાનકડાના જીવનકાળ દરમિયાન જ જાણીતું થઈ ગયું હતું. ગુરુ નાનક બચપણથી જ બુદ્ધિશાળી, દયાળુ, ભક્ત અને દાની. એમને કેવળ રોટી કમાવી આપનારી વિદ્યામાં રસ નહોતો. એમને તો જે વિદ્યાર્થી ખુદ તરે અને બીજાઓને પણ તારી શકે એવી વિદ્યા જોઈતી હતી. એટલે પિતાએ તેમને પાંચ વર્ષની વયે નિશાળે મૂક્યા, પરંતુ ત્યાં થોડું સંસ્કૃત અને થોડું ફારસી શીખીને એમણે અભ્યાસ મૂકી દીધો, પિતાએ તેમને ખેતી અને વેપારમાં લગાડવા પ્રયત્ન કર્યો. પણ સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા. તેઓ પિતાની સર્વ આજ્ઞાઓનું પાલન કરતા પણ એમનું હૃદય તો પ્રભુમાં જ રહેતું. એક વખત નાનક નિત્યનિયમ પ્રમાણે નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં એમને દિવ્ય અનુભૂતિ થઈ. પ્રભુનો સાક્ષાત્કાર થયો. ત્રણ દિવસ સુધી ધ્યાનમાં