________________ 118 જગતના વિદ્યમાન ધર્મો યા કોઈકને શરણે જઈ દુઃખમુક્ત થવાનું વધુ ફાવે છે. તેમને કેવળ માર્ગ દેખાડનાર જોઈતો નથી પરંતુ તેડીને ધ્યેય પહોંચાડનાર જોઈએ છે. - જેમ વાદળઘેર્યા આકાશમાં રાત્રિએ ક્ષણમાત્ર માટે વિદ્યુતપ્રકાશથી વસ્તુનું જ્ઞાન થાય છે, તેમ આ અંધકારમય જગતમાં બુદ્ધકૃપાથી જ ક્ષણમાત્ર માટે માનવચિત્ત શુભ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. આ શુભ ચિત્ત જ બોધિચિત્ત કહેવાય છે. પોતાના તેજથી તે ઘોરતમ પાપનો નાશ કરે છે. એના દ્વારા ભવસાગર તરી શકાય છે. બોધિચિત્તની ઉત્પત્તિ માટે અષ્ટાંગ અનુત્તર પૂજા કરવી જોઈએ. આ પૂજાનાં આઠ અંગો છે - વંદના, પૂજના, શરણગમન, પાપદેશના, પુણ્યાનુમોદન, બુદ્ધાળેષણા, યાચના અને બોધિપરિણામના. આ આઠ અંગોમાં બૌદ્ધ ભક્તિની વિશદ અભિવ્યક્તિનાં દર્શન થાય છે. 1-2. વંદના-પૂજનાઃ બોધિચિત્તની ઉત્પત્તિ માટે બુદ્ધ, ધર્મ અને બોધિસત્ત્વની વંદના તેમજ પૂજા આવશ્યક છે. આ મનોમય પૂજા છે. મનોમય પૂજા શા માટે એ સમજાવવા કહ્યું છે : “મેં પુણ્ય કર્યું નથી, હું મહા દરિદ્ર છું. એટલે મારી પાસે પૂજાની સામગ્રી નથી. ભગવાન મહાકાણિક છે. હું પોતે ગરીબ હોવાને કારણે જગતમાં જેટલાં પુષ્પ, ફળ વગેરે છે એ બધાંને બુદ્ધ બોધિસત્ત્વને મનથી અર્પણ કરૂ છું.” એને પરમ દક્ષિણા કહેવામાં આવે છે. પરંતુ બીજી જ ક્ષણે ભક્તને ભાન થાય છે કે આ બધું મારું નથી, હું તો દરિદ્ર છું. જોકે પોતે દરિદ્ર છે છતાં પોતાની જાત એની સંપત્તિ છે, એના ઉપર એનું સ્વામિત્વ છે, એટલે બુદ્ધને ચરણે તે પોતાની જાત અર્પે છે અને ભક્તિભાવથી પ્રેરાઈને તે બુદ્ધનું દાસત્વ સ્વીકારે છે. ભગવાન બુદ્ધ જેવા પોતાના નાથ છે એ ભાવ જાગતાં એ નિર્ભય બની જાય છે. એ પ્રતિજ્ઞા કરે છે કે હું પ્રાણીમાત્રનું કલ્યાણ કરીશ, પહેલાં કરેલાં પાપોમાંથી પાછો હઠીશ અને ફરી પાપ નહિ કરું. મનોમય પૂજા પછી ભક્ત બુદ્ધ, ધર્મ, બોધિસત્ત્વ ચૈત્ય વગેરેની વિશેષ પૂજા કરે છે. મનોરમ સ્નાનગૃહમાં રત્નમય કુંભોથી સુગંધિત જળ વડે, ગીતવાદ્ય સાથે બુદ્ધ તથા બોધિસત્ત્વને તે સ્નાન કરાવે છે. સ્નાન કરાવ્યા પછી નિર્મળ વસ્ત્ર વડે શરીર લુછે છે, પછી સુરક્ત અને સુવાસિત ઉત્તમ ચીવરનું પ્રદાન કરે છે, દિવ્ય અલંકારો પહેરાવે છે, સુગંધિત દ્રવ્યોથી વિલેપન કરે છે, માળાઓ પહેરાવે છે અને ધૂપ-દીપનૈિવેદ્ય અર્પણ કરે છે. 3. શરણગમન પછી ભક્ત બુદ્ધ ધર્મ અને બોધિસત્ત્વને શરણે જાય છે. તમારે શરણે આવ્યો છું.” એ પ્રકારની અનુભૂતિ તેને પ્રત્યેક ક્ષણે હોય છે. 5. પાપદેશનાઃ શરણગમન પછી ભક્ત પોતાનાં સઘળાં પાપકર્મોની કબૂલાત કરે છે. પાપવિમુક્તિને માટે એની વ્યાકુળતા ઉત્કટ બને છે. મારા જેવો “કુટિલ, ખલ, કામી” બીજો કોઈ નથી એવી ભાવના એનામાં જાગે છે. પહેલાં કરેલાં પાપને ધોવા તે પ્રાયશ્ચિત કરે છે અને ભવિષ્યમાં પાપ ન કરવાનો દઢ સંકલ્પ કરે છે અને પોતાનો સંકલ્પ સફળ બને તે માટે બુદ્ધ-બોધિસત્ત્વની સહાય ઈચ્છે છે.