________________ બૌદ્ધ ધર્મ 119 પ. પુણ્યાનુમોદના : પાપદેશના પછી સાધક બીજા જીવોનાં શુભ કર્મો યાદ કરીને યા દેખીને પ્રસન્નતા અનુભવે છે, તેમનું અનુમોદન કરે છે, તેમની પ્રશંસા કરે છે. બધા જીવો બધાં જ દુઃખોથી સર્વથા છૂટકારો પામે એ ભાવનાનું પણ તે અનુમોદન કરે છે. 6. બુદ્ધાગ્યેષણા : પુણ્યાનુમોદન પછી સાધક હાથ જોડી બુદ્ધને પ્રાર્થના કરે છે કે અજ્ઞાનાન્ધકારથી આવૃત્ત જીવોના ઉદ્ધાર માટે ભગવાન તેમના પૂર્ણ જ્ઞાનથી માર્ગને પ્રકાશિત કરે. 7. બુદ્ધયાચના પછી તે બુદ્ધ પાસે યાચના કરે છે કે તેઓ નિર્વાણમાં પ્રવેશ ન કરે, કારણ કે જો તેઓ નિર્વાણમાં પ્રવેશ કરશે તો જીવોને દુઃખ મુક્તિના માર્ગનું જ્ઞાન કોણ આપશે ? 8. બોધિપરિણામના : છેવટે ભક્ત પ્રાર્થના કરે છે કે આ અનુત્તર પૂજા કરવાથી જે પૂણ્ય હું કમાયો હોઉં એના દ્વારા હું સમસ્ત પ્રાણીઓનાં સર્વ દુઃખોનું પ્રશમન કરવા સમર્થ થાઉં અને એમને સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ કરાવું. આથી પ્રાર્થના જ બોધિપરિણામના છે. આ વખતે ભક્તનું ચિત્ત દુ:ખીઓનાં દુ:ખો દૂર કરવાની ઉત્કટ ભાવનાથી વ્યાપ્ત બને છે. તે દુઃખીઓ સાથે એકાત્મભાવ અનુભવે છે. પરિણામે ભક્તનો અહંભાવ ગળી જાય છે, સ્વદુઃખ-પરદુઃખનો ભેદ રહેતો નથી, દુઃખમાત્રને દૂર કરવાની ઉત્કટતા વધે છે, સ્વદુઃખમુક્તિ તેને ખપતી નથી, તેને તો બધાં પ્રાણીઓ અહત અને બોધિસત્ત્વઃ પૂર્ણ જ્ઞાનની (બોધિની) પ્રાપ્તિ કર્યા પછી શરીર પડે નહિ ત્યાં સુધી લોકોને દુઃખમુક્તિના માર્ગનો જ ઉપદેશ આપે તે બુદ્ધ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્ત થયા પછી ઉપદેશ કર્યા વિના જે નિર્વાણ પામે તે અહત. બુદ્ધ લોકલ્યાણાર્થે ઉપદેશ આપે છે, પરંતુ તે શરીર પડે નહિ ત્યાં સુધી જ અહંત લોકકલ્યાણાર્થે ઉપદેશ આપતા નથી, પોતાની મુક્તિ જ તેમનું અંતિમ ધ્યેય છે. પ્રાચીન બૌદ્ધ ધર્મમાં બોધિપ્રાપ્તિ પહેલાંની બુદ્ધની અવસ્થા બોધિસત્ત્વાવસ્થા ગણાતી, પરંતુ ઉત્તરકાળે બોધિપ્રાપ્તિ પછી તેના ફળરૂપ પોતાને મળેલા નિર્વાણનો સ્વીકાર કર્યા વિના જીવોના કલ્યાણાર્થે સંસારમાં રહેવાનું જ પસંદ કરે છે તે બોધિસત્ત્વ છે. આ કારણે બોધિસત્ત્વની પ્રતિષ્ઠા બુદ્ધ કરતાં વિશેષ થઈ અને લોકોની ભક્તિનો વિષય પણ મોટે ભાગે બોધિસત્ત્વ જ બની ગયા. બુદ્ધ તો બોધિના ફળ નિર્વાણનો સ્વીકાર કરે છે જ્યારે બોધિસત્ત્વ તેનો સ્વીકાર ન કરતાં સંસારમાં જ, લોકોના કલ્યાણ માટે, રહેવાનું સ્વીકારે છે. બોધિસત્ત્વની લોકકલ્યાણમયી ભાવના ઉત્કૃષ્ટ છે. “મારું એવું કોઈ પુણ્ય ન હો જે બીજાં પ્રાણીઓને ઉપકારક ન બને' - આવી તેની ભાવના હોય છે. પોતાના સમગ્ર અસ્તિત્વને પરાર્થ સાધવામાં જ તે લગાવી દે છે. જ્યાં સુધી વિશ્વનાં બધાં પ્રાણીઓ દુઃખમુક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ એવી તેની પ્રતિજ્ઞા