________________ બૌદ્ધ ધર્મ 107 વ્યર્થ સમય ન બગાડવો જોઈએ. દુ:ખ છે એ હકીકત છે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. જગત નિત્ય છે કે અનિત્ય વગેરે ચર્ચા કરવાથી દુઃખમુક્તિ માટેની સાધનામાં મદદ થતી નથી. એવા વાદવિવાદથી વૈરાગ્ય ઉત્પન્ન થનાર નથી, પાપનો નિરોધ થવાનો નથી, ચિત્તની શાન્તિ મળવાની નથી, પ્રજ્ઞા ઊગવાની નથી અને નિર્વાણ પ્રાપ્ત થવાનું નથી.” બુદ્ધને સાંપ્રદાયિક સંકુચિતતા બિલકુલ પસંદ ન હતી. તેમણે એક વાર નીચે પ્રમાણે ઉપદેશ આપ્યો : “કેટલાક લોકો કહે છે કે અમારો ધર્મ જ પૂર્ણ છે અને બીજા ધર્મો હીન છે. આ રીતે લડાઈ-ઝગડા ઉભા કરી તેઓ વિવાદ કરે છે. તેઓ પોતાની વાત જ સાચી છે એવો આગ્રહ રાખે છે. પોતે કલ્પેલા મતને મહત્ત્વ દેનાર અને હઠપૂર્વક વાદવિવાદ કરનાર માણસને સમજાવવો અને શાન્ત કરવો મુશ્કેલ છે. તે વિવાદમાં પોતાની જીતને જ પોતાનું ધ્યેય માને છે કે અહંકારમાં મત્ત બની પોતાની . જાતને માનથી અભિષિક્ત કરે છે. આ બધું સાંપ્રદાયિકતાને હૃદયસરસી ચાંપવાનું જ પરિણામ છે. અસ્થિર મનુષ્ય જ વાદ-વિવાદમાં પડે છે. ડાહ્યો અને સ્થિરચિત્ત માણસ તેમાં પડતો નથી. તે કોઈ મતનો આગ્રહ રાખતો નથી. તેને કોઈ પંથ પ્રત્યે રાગ હોતો નથી. ભિન્ન ભિન્ન મતો અને પંથો પ્રત્યે તે ઉદાસીન રહે છે. તેણે રાગદ્વેષરૂપી ગાંઠને છેદી નાંખી હોવાથી તે આ કે તે મત યા પંથનો પક્ષપાતી બની અન્યને ઉતારી પાડતો નથી. તેની પાસે સાંપ્રદાયિકતા અને સંકુચિતતા ટૂંકતા પણ નથી. તે સાંપ્રદાયિક મતમતાંતરોથી મુક્ત હોય છે. ઉદાર હોય છે.” એક વાર બુદ્ધ ભિક્ષુઓને કહ્યું, “હે ભુક્ષુઓ ! કોઈ રંગારો મેલું વસ્ત્ર રંગવા લાગે તો તે તેને સારી રીતે રંગી શકતો નથી. તેનું કારણ એ છે કે તે વસ્ત્ર મેલું છે. મેલા વસ્ત્ર ઉપર રંગ બરાબર ચડતો નથી. તેવી જ રીતે ચિત્ત મેલું હોય તો તેના ઉપર સગુણનો-આધ્યાત્મિકતાનો રંગ ચડતો નથી. ચિત્તનો મેલ છે રાગ, દ્વેષ, ઇર્ષ્યા, શતા, કુટિલતા, માન અને પ્રમાદ. મેલા વસ્ત્રને ધોઈ તેના ઉપર રંગ ચડાવવામાં આવે તો તેના ઉપર રંગ બરાબર ચડે છે. તેવી જ રીતે ચિત્તના મળોને દૂર કરી ચિત્તને શુદ્ધ કરવું સૌ પ્રથમ જરૂરી છે. શુદ્ધ ચિત્તમાં સગુણો સહેલાઈથી પ્રવેશે છે. કેટલાક લોકો ગંગામાં સ્નાન કરીને પોતે શુદ્ધ થઈ ગયા એમ માને છે. કેટલાક ગયા તીર્થ જઈ આવ્યાથી પોતે શુદ્ધ થઈ ગયા એમ માને છે, બધા સાથે વેર કરનારા પાપી માણસને ગંગા, ગયા વગેરે શું કરી શકવાના? જે પુણ્ય કર્મો કરે છે તેને સૌ સ્થાનો તીર્થ છે અને રોજ શુભ નક્ષત્ર છે. તેના હાથે હંમેશા વ્રત થયા જ કરે છે. ડાહ્યા માણસે ધર્મકાર્યમાં જ પ્રવૃત્ત રહેવું અને સૌ જીવો ઉપર પ્રેમ કરવો.” બુદ્ધ ત્રણ વસ્તુનો ઉપદેશ આપ્યો છે. તે ત્રણ વસ્તુ છે-શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ બૌદ્ધ ધર્મનો પાયો છે. સર્વ પાપમાંથી વિરતિ જ શીલ છે. સારા ભાવોમાં