________________ બૌદ્ધ ધર્મ 109 અષ્ટાંગિક માર્ગ : આ બુદ્ધ ચિંધેલો માર્ગ દુઃખરહિત છે, આંખો ખોલી નાખનાર છે, સંબોધિ અને નિર્વાણ ભણી લઈ જનાર છે. આ કલ્યાણનો માર્ગ છે. અમૃતનો માર્ગ છે. કામભોગ અને વિકાસનો માર્ગ ગ્રામ્ય, અશિષ્ટ અને હીન છે, ઘોર તપનો માર્ગ દુઃખમય અને અનર્થકર છે. તે બેની વચ્ચે થઈ જતો આ માર્ગ છે. તેથી તેને મધ્યમમાર્ગ કહેવામાં આવે છે. આ જ પરમ શાન્તિનો માર્ગ છે. તેનાં આઠ અંગો છે-સમ્યક્ દષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાણી, સમ્યક્ કર્માન્ત, સમ્યફ આજીવ, સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ અને સમ્યફ સમાધિ.. સમ્યક દૃષ્ટિ : સમ્યક્ દષ્ટિના ત્રણ અર્થ છે : 1. ચાર આર્યસત્યોમાં શ્રદ્ધા.૨. સારાં કુશળ) કર્મ અને ખરાબ (અકુશળ) કર્મનો તેમજ કુશળ કર્મના કારણ અને અકુશળ કર્મના કારણનો વિવેક. 3. ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર - ચાર આર્યસત્યોમાં શ્રદ્ધા એ આ માર્ગનો પાયો છે. આ અર્થમાં સમ્યક દૃષ્ટિ શીલનું કારણ છે. કુશળ-અકુશળ કર્મોનો તેમજ તેમનાં કારણોનો વિવેક શીલનું હાર્દ છે. ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર (પ્રજ્ઞા) એ માર્ગની પરમ કોટિ છે. આ અર્થમાં સમ્યક દૃષ્ટિ માર્ગનું પર્યવસાન છે. કાયિક, વાચિક અને માનસિક કર્મો બે પ્રકારનાં હોય છે - કુશળ અને અકુશળ, કુશળ કર્મોનાં કારણ છે અલોભ, અદ્વેષ અને અમોહ, અકુશળ કર્મોનાં કારણ છે લોભ, દ્વેષ અને મોહ. કુશળ-અકુશળ કર્મો અને તેમનાં કારણોનો વિભાગ કરવો તેનું નામ વિવેક. શીલને માટે આવો વિવેક અત્યંત આવશ્યક છે. આવા વિવેકને પણ સમ્યક દૃષ્ટિ ગણવામાં આવે છે. સમ્યક સંકલ્પઃ શ્રદ્ધા પ્રમાણે નિશ્રય થાય અને નિશ્ચય પ્રમાણે આચાર થાય. સંકલ્પનો અર્થ છે નિશ્ચય. આમ, સમ્યફ સંકલ્પ એ સમ્યક્ દષ્ટિ (શ્રદ્ધા) અને શીલને જોડનાર મજબૂત કરી છે. ચાર આર્યસત્યોની શ્રદ્ધાને અનુરૂપ સંકલ્પ તૃષ્ણારાહિત્યનો, અદ્રોહનો અને અહિંસાનો જ હોય. તૃષ્ણા જ બધાં દુઃખોની જનની છે. દ્રોહ અને હિંસા પોતાનું તેમજ બીજાનું અકલ્યાણ કરનારાં છે, વ્યક્તિ તેમજ સમાજનું અહિત કરનારાં છે. તેથી, આ માર્ગના પથિકે દઢ સંકલ્પ કરવો જોઈએ કે પોતે વિષયોની તૃષ્ણા નહિ રાખે, કોઈ જીવનો દ્રોહ નહિ કરે અને કોઈ પ્રાણીની હિંસા નહિ કરે. સમ્યક વાણી જેણે તૃષ્ણારાહિત્યનો, અદ્રોહનો અને અહિંસાનો સંકલ્પ કર્યો હોય તે કદી અસત્ય ન બોલે, કઠોર વેણ ન કહે, ચાડી-ચુગલી ન કરે પરંતુ સત્ય બોલે, મધુર વેણ કહે અને સર્વભૂતોપકારક વાણી બોલે. “આ માર્ગનો પથિક સર્વજનહિતકર વચનો બોલે અથવા મૌન ધારણ કરે'- બુદ્ધ ભગવાનનો આ આદેશ છે. આ જ સમ્યક વાણી છે. સમ્યક કર્મઃ જેણે તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો સંકલ્પ કર્યો હોય તે આસક્ત થઈ કંઈ પણ ગ્રહણ ન કરે તેમ જ બીજાને દુઃખ થાય એવાં કાયિક, વાચિક કે માનસિક કર્મો ન કરે. આ જ સમ્યક કર્મ છે. આ માર્ગનો સાધક ભિક્ષુ