________________ બૌદ્ધ ધર્મ 111 સમ્યક સમાધિ છે. સમ્યફ સમાધિને પરિણામે યથાર્થદર્શી પ્રજ્ઞાનો ઉદય થાય છે, આર્યસત્યોનો સાક્ષાત્કાર થાય છે અને ભવનો અન્ત થાય છે-પુનર્જન્મ અટકી જાય છે. પ્રતીત્યસમુત્પાદવાદ : “આ હોય તો આ થાય અને આ ન હોય તો આ ન થાય' એવો કાર્યકારણનો સિદ્ધાંત જ પ્રતીત્યસમુત્પાદવાદ છે. આ નિયમ પ્રમાણે જે ઉત્પન્ન થાય છે તેની ઉત્પત્તિનું કારણ અવશ્ય હોય છે અને જ્યારે ઉત્પાદક કરણનો અભાવ હોય છે ત્યારે કાર્યનો અભાવ હોય છે. બુદ્ધે દુઃખમુક્તિના માર્ગ સ્પષ્ટ કરવા જ પ્રતીત્યસમુત્પાદવાદનો ઉપદેશ દીધો છે. કેટલાક એવું માનતા હતા કે દુઃખનું કોઈ કારણ નથી અને તેથી દુઃખમુક્તિ શક્ય નથી. કેટલાક એવું માનતા હતા કે દુઃખ ઈશ્વરનિર્મિત છે અને તેથી ઈશ્વરાનુગ્રહથી જ દુઃખમુક્ત થઈ શકાય. પરંતુ પ્રતીત્યસમુત્પાદવાદ અનુસાર દુઃખનું કારણ છે અને તેથી તેને દૂર કરી દુઃખ દૂર કરી શકાય. આમ, દુ:ખનિરોધની શક્યતા અને પુરુષાર્થના સ્વીકારનો તાત્ત્વિક યા સૈદ્ધાંન્તિક પાયો પ્રતીત્યસમુત્પાદવાદ પૂરો પાડે છે. દરેક ઘટના પોતાની ઉત્પત્તિ માટે પોતાની પૂર્વવર્તી કોઈ ઘટનાનો કારણરૂપે આધાર લે છે અને પોતે પણ અન્ય પરવર્તી ઘટનાનો કારણરૂપ આધાર બને છે. આમ, કાર્યકારણનું ચક્ર ચાલ્યા કરે છે. ભવચક્ર પણ આવું જ કાર્યકારણનું ચક્ર છે. ભવચક્રનાં બાર અંગો છે. એટલે ભવચક્રના સંદર્ભમાં પ્રતીત્યસમુત્પાદને બાર અંગવાળો કહ્યો છે. આ બાર અંગો કાર્યકારણની શુંખલાઓ છે. તેમને બાર નિદાનો પણ કહે છે. તે છે : અવિદ્યા (ચાર આર્યસત્યોનું અજ્ઞાન), સસ્કાર (કર્મો) વિજ્ઞાન (માતાની કૂખે અવતરેલું ચિત્ત), નામરૂપ ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીર), ષડાયતન (પંચેન્દ્રિયો અને મન), સ્પર્શ (ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક) વેદના, તૃષ્ણા, ઉપાદાન (આસક્તિ) ભવ (પુનર્જન્મોત્પાદકમ), જાતિ (જન્મ), જરા-મરણ આદિ દુઃખ અવિદ્યાને લીધે કર્મો બંધાય છે, બંધાયેલાં કર્મોને લીધે ચિત્ત માતાની કૂખે અવતરે છે, અવતરેલા ચિત્તને લીધે ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીરનું નિર્માણ થાય છે, આવા ગર્ભશરીરને લીધે પાંચ ઇન્દ્રિયો અને મન ઉત્પન્ન થાય છે, ઇન્દ્રિય-મનને લીધે ઇન્દ્રિય-મનનો વિષય સાથે સંપર્ક થાય છે. આવા સંપર્કને લીધે સુખદુઃખનું વેદના થાય છે, સુખદુઃખના વેદનને લીધે તૃષ્ણા જન્મે છે, તૃષ્ણાને આસક્તિ જન્મે છે, આસક્તિને લીધે પુનર્જન્મોત્પાદક કર્મ બંધાય છે, આવાં કર્મોને લીધે પુનર્જન્મ થાય છે અને પુનર્જન્મ યા જન્મને લીધે જરા-મરણ આદિ દુઃખ પેદા થાય છે. આમ, ભવચક્ર નિરંતર ચાલ્યા કરે છે. ભવચક્રનું મૂળ અવિદ્યા છે. એટલે અવિદ્યા દૂર થતાં કર્મબંધ અટકી જાય છે, કર્મબંધ અટકતાં ચિત્તનું માતાની કૂખે અવતરણ અટકી જાય છે અને આ જ ક્રમે છેવટે જરા-મરણ આદિ દુઃખ પણ નાશ પામે છે. ક્ષણભંગવાદ : પ્રતીત્યસમુત્પાદવાદનું સૂક્ષ્મ રૂપ ક્ષણભંગવાદ છે. આ વાદ અનુસાર જગતની બધી વસ્તુઓ ક્ષણિક છે. બુદ્ધે પોતે શાશ્વતવાદ અને ઉચ્છેદવાદની વચ્ચેનો માર્ગ (મધ્યમમાર્ગી સ્વીકાર્યો છે. તેમણે કહ્યું છે કે એવી કોઈ ચીજ નથી