________________ 110 જગતના વિદ્યમાન ધર્મો હિંસા ન કરે, અસત્ય ન બોલે, ચોરી ન કરે, વ્યભિચાર ન કરે, માદક પદાર્થોનું સેવન ન કરે, કવેળા ભોજન ન કરે, માલા-અત્તરનો ઉપયોગ ન કરે, નાચ-ગાન દેખે - સાંભળે નહિ, સુવર્ણ-રજતનો સ્વીકાર ન કરે અને કીમતી શય્યા-આસનનો ઉપયોગ ન કરે. ભિક્ષુનાં આ દસ શીલ કહેવાય છે. પ્રથમ પાંચ, ઉપાસકનાં પંચશીલ કહેવાય છે. જે સાધક સમ્યફ કર્મનું આચરણ કરતો નથી તે પોતાનો જડમૂળથી નાશ કરે છે. સમ્યક આજીવઃ આજીવનો અર્થ છે આજીવિકા. સમ્યફ સંકલ્પની અવિરોધી આજીવિકા સમ્યફ આજીવિકા ગણાય. આજીવિકામાં મુખ્યપણે અન્ન અને વસ્ત્રોનો સમાવેશ થાય છે. આ બેય વસ્તુઓ ભિક્ષુને બીજાની પાસેથી મેળવવાની હોય છે. તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો તેનો સંકલ્પ હોઈ તે સાધનાર્થે શરીર ટકાવવા ભોજન લે છે અને ટાડ-તડકાથી શરીરનું રક્ષણ કરવા તેમજ લાજ ઢાંકવા જ ચીવર ધારણ કરે છે. ભોજન અને ચીવર પ્રાપ્ત કરવા તેના સમ્યફ સંકલ્પને તોડે એવું કંઈ તે કરતો નથી. જ્યોતિષ, સામુદ્રિક વિદ્યા, મંત્રપ્રયોગ આદિનો ઉપયોગ તે આજીવિકા મેળવવા કરતો નથી, તે ભિક્ષામાં જે મળે તે લે છે. કોઈ વાર ન મળે તો પણ પ્રસન્ન રહે છે. ચીવર મળે તો ઠીક, ન મળે તો ચીંથરામાંથી પણ ચીવર બનાવી લે છે. આ તેની સમ્યફ આજીવિકા છે. સમ્યક વ્યાયામઃ સમ્યફ સંકલ્પથી અવિરોધી પ્રયત્ન તે સમ્યફ વ્યાયામ. જેણે તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો સંકલ્પ કર્યો હોય છે તે ભોગ, દ્રોહ, હિંસા આદિના બૂરા વિચારો ચિત્તમાં ન ઊઠે તે માટે પ્રયત્ન કરે છે અને ઊહ્યા હોય તો તેમને ચિત્તમાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે. તે મૈત્રી આદિ સભાવનાઓને ચિત્તમાં જગાડવાનો પ્રયત્ન કરે છે અને જાગી હોય તો તેમને ચિત્તમાં ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ જ સમ્યફ વ્યાયામ છે. સમયક સ્મૃતિ : સ્મૃતિનો અર્થ છે સાવધાની, અપ્રમાદ યા જાગૃતિ. સમ્યફ સંકલ્પને અનુરૂપ સ્મૃતિ સમ્યફ સ્મૃતિ છે. જેણે તૃષ્ણારાહિત્ય, અદ્રોહ અને અહિંસાનો સંકલ્પ કર્યો છે તેણે ભોગ, દ્રોહ અને હિંસા આદિના બૂરા વિચારો પોતાના ચિત્તમાં દાખલ ન થઈ જાય એ માટે અત્યંત સાવધ રહેવું જોઈએ. ચિત્તને બૂરા વિચારોની કુટેવ અનાદિકાળથી પડેલી છે. તેથી, જરા પણ પ્રમાદ સેવ્યો તો તરત જ ચુપકીદીથી ચોરની પેઠે બૂરા વિચારો ચિત્તમાં દાખલ થઈ જાય છે. અપ્રમાદ યા સ્મૃતિ એ ચિત્તમહેલનો દ્વારપાળ છે. તે બૂરા વિચારોને ચિત્તમાં દાખલ થતા રોકી ચિત્તનું રક્ષણ કરે છે. સમ્યક સમાધિ : સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા, તેનો વિષય કુશલ હોય તો તેને કુશલ સમાધિ કહેવાય અને તેનો વિષય અકુશલ હોય તો તેને અકુશલ સમાધિ કહેવાય. કુશલ સમાધિ જ સમ્યફ સમાધિ છે. આમ, સન્મનોવૃત્તિઓમાં ચિત્તને સ્થિર કરવું એ જ