________________ 108 જગતના વિદ્યમાન ધર્મો ચિત્તને એકાગ્ર કરવું એ સમાધિ છે. સમાધિ બૌદ્ધ ધર્મનો મધ્ય છે. પ્રજ્ઞામાં બૌદ્ધ ધર્મનું પર્યવસાન છે. જ્યારે ભિક્ષુ પ્રજ્ઞાથી સાક્ષાત્કાર કરે છે કે બધું અનિત્ય છે, દુઃખમય છે, “હું” કે “મારું” કંઈ નથી ત્યારે દુઃખનો સંપૂર્ણ નિરોધ થાય છે. પ્રજ્ઞા ઈષ્ટ-અનિષ્ટમાં સમભાવ પેદા કરે છે. રતિ-અરતિ, જય-પરાજય, રાગ-દ્વેષ, પાપ-પુણ્ય વગેરે કંદોથી પ્રજ્ઞાવાન પર થઈ જાય છે. બૌદ્ધ ધર્મમાં પણ તેને આસક્તિ રહેતી નથી. ધર્મ તરાપાને જેવો છે. તે ભવસાગર તરી જવા માટે છે, મરી ગયા પછી કાંધ ઉપાડી ફરવા માટે નથી. પ્રજ્ઞાવાન ધર્મથી પણ પર થાય છે. શીલથી પાપકર્મોનું અતિક્રમણ થાય છે. સમાધિથી દુષ્ટ મનોવૃત્તિઓનું અતિક્રમણ થાય છે અને પ્રજ્ઞાથી ભવનું (= પુનર્જન્મનું) અતિક્રમણ થાય છે. સમાધિ લેશોને નબળા પાડે છે અને પ્રજ્ઞા તેમનો સમૂળ નાશ કરે છે. 10 4. તાત્ત્વિક સિદ્ધાન્તોઃ ચાર આર્યસત્યો : બુદ્ધે ચાર આર્ય સત્યોનો ઉપદેશ દુઃખનિરોધનો ઉપાય પણ છે. જેમ આયુર્વેદમાં રોગ, રોગહેતુ, આરોગ્ય (રોગનાશ) અને ભૈષજ (દવા) એ ચાર સત્યો છે તેમ અધ્યાત્મશાસ્ત્રમાં પણ દુઃખ દુઃખહેતુ, દુઃખનિરોધ અને દુઃખનિરોધનો ઉપાય એ ચાર સત્યો છે, જેમ વૈદ્ય યોગ્ય દવા આપી રોગનો નાશ કરે છે તેમ બુદ્ધ દુઃખનિરોધનો ઉપાય બતાવી દુ:ખનો નાશ કરે છે. આ કારણે જ બુદ્ધને મહાન વૈદ્યરાજ ગણવામાં આવ્યા છે. દુઃખ છે. જગતના સર્વ પદાર્થો દુઃખમય છે. વિષયોને ભોગવતી વખતે લાગતું સુખ પણ પરિણામે દુઃખ જ છે. જન્મ, જરા અને મૃત્યુ પણ દુઃખ જ છે. પ્રિયનો વિયોગ દુઃખ છે, અપ્રિયનો સંયોગ દુઃખ છે. ધનના ઉપાર્જનમાં, રક્ષણમાં અને વ્યયમાં પણ દુઃખ છે. અર્થ અનર્થકર છે. લોકો દુઃખદાહમાં બળી રહ્યા છે. સંસારમાં દુઃખ જ છે. દુઃખનું મૂળ છે. કારણ વિના દુઃખ ઉત્પન્ન થાય નહિ. તેનું કારણ હોવું જ જોઈએ, દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણાં જ સંસારદાવાનળમાં પ્રાણીઓને હોમે છે. તૃષ્ણા જ દુઃખરૂપ વિષયભોગ તરફ પ્રાણીઓને વાળે છે. વિષયભોગ તૃષ્ણાનું ઈધન છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે. તૃષ્ણાથી ચિત્ત વ્યગ્ર રહે છે. તૃષ્ણાગ્રસ્ત પ્રાણી સાંસારિક જાળ રચે છે અને તેમાં ફસાય છે. દુઃખનો નિરોધ શક્ય છે. તૃષ્ણાક્ષયથી જ દુઃખનો નાશ સંભવે છે. તૃષ્ણાનો નાશ થતાં ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે. તૃષ્ણામુક્તનું ચિત્ત પરમ શાન્તિ અનુભવે છે. તેની વિવેકબુદ્ધિ પૂર્ણ કળાએ ખીલે છે. પરિણામે તેનો પુનર્જન્મથી છુટકારો થાય છે. આમ, તૃષ્ણાલયથી દુઃખનિવૃત્તિ શક્ય છે. દુઃખના નિરોધનો ઉપાય છે. દુઃખને દૂર કરવું હોય તો તૃષ્ણાનો નાશ કરવો જોઈએ. પણ તૃષ્ણાનો નાશ કેવી રીતે કરવો? આ માટે બુદ્ધ આર્ય અષ્ટાંગિક માર્ગનો ઉપદેશ આપ્યો છે.