________________ જૈન ધર્મ 93 કે સ્વભાવ કહેવાય છે. આ પ્રદેશ અને પ્રકૃતિબંધની સફળતાનો આધાર તે ક્યાય છે, કારણ જીવના યોગને કારણે કર્મપુદ્ગલોનું આકર્ષણ તો થયું પણ તે બંધરૂપે કેટલો સમય આત્મામાં ટકશે અને તે પોતાનું ફળ તીવ્ર કે મંદરૂપે કેવું આપશે તેનો આધાર તો જીવના કષાયોની તીવ્રતા અને મંદતા ઉપર છે. આથી કર્મના બંધનું ખરું કારણ યોગ નહિ પણ કષાય જ છે, કારણ જો કષાય હોય નહિ અને જીવને માત્ર યોગ જ હોય તો કર્મયુગલોનું આકર્ષણ થાય ખરું, પણ સૂકી ભીંતમાં ધૂળ જેમ ટકી શકતી નથી તેમ કર્મપુદ્ગલો આત્મામાં માત્ર સ્પર્શ કરીને છૂટાં પડી જાય છે, બંધનરૂપ બનતાં નથી. પણ યોગની સાથે જો કષાય પણ હોય તો જ તે કર્મયુગલો આત્મામાં બંધાઈ જાય છે અને યથાકાળે પોતાનું ફળ તીવ્ર કે મંદ ભાવે આપે છે. એટલે ખરી રીતે મુક્તિ એ કષાય-મુક્તિ છે, જ્યાં સુધી કષાયો આત્મામાં હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર અટકવાનું નથી, કારણ કષાયોને કારણે કર્મબંધની પ્રક્રિયા ચાલુ જ રહે. 15 મહાવીરનો ઉપદેશ પુરુષાર્થપ્રેરક હતો અને તેથી કર્મના સિદ્ધાંત વિશે તેમણે વિશેષ ભાર આપ્યો હતો. કોઈ દેવ કે ઈશ્વરના પ્રમાદ કે પ્રસન્નતાથી મોક્ષની પ્રાપ્તિ નહિ, પણ જીવે કરેલા પોતાના પુરુષાર્થની જ તે પોતાની ઉન્નતિ કરી શકે કે - આ વાત ઉપર તેમણે વિશેષ ભાર આપ્યો હતો. જીવે કરેલા શુભ કે અશુભ કર્મનું ફળ તેણે ભોગવવું જ પડે છે, તે વિના તેનો છુટકારો જ નથી. એટલે મુક્તિ મેળવવી હોય તો કર્મબંધથી છૂટવું જરૂરી છે અને તેનો માર્ગ છે સર્વસ્વનો ત્યાગ. પરિગ્રહને કારણે જીવનમાં હિંસા થાય છે. જો પરિગ્રહ છોડી દેવામાં આવે તો જીવને પાપ, હિંસા કરવાનું કોઈ કારણ રહેતું નથી. આથી નિર્મમ થવું એ મુક્તિમાર્ગ છે, એમ ભગવાન મહાવીરે વારંવાર કહ્યું છે. સંસાર અને મોક્ષનો માર્ગઃ જૈન ધર્મમાં સંસાર અને મોક્ષનાં કારણોની સમજ આપવાની દૃષ્ટિએ નવ તત્ત્વોનું વિવેચન કરવામાં આવ્યું છે. તે નવ તત્ત્વો આ છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જીવ અને અજીવના સ્વરૂપની ચર્ચા આ પૂર્વે આવી ગઈ છે. પણ વાસ્તવમાં સંસાર અને મોક્ષની ચર્ચામાં પ્રસ્તુત એ છે કે જીવ અને અજીવ કર્મનો બંધ અનાદિકાળથી છે અને તેથી અજીવથી પ્રગલમય કર્મ સમજવાનું છે. શુભ કર્મને પુણ્ય કહેવાય છે અને અશુભ કર્મને પાપ કહેવાય છે. મન-વચન-કર્મની પ્રવૃત્તિને યોગ કહે છે અને તે આત્મામાં કર્મના આ સંબંધનું કારણ હોવાથી આસ્રવ કહેવાય છે. હિંસા-ચોરી આદિ કાયિક વ્યાપાર અશુભ આસ્રવ છે અને દયા-દાન આદિ શુભકાય વ્યાપાર શુભ આસ્રવ છે. જે સત્ય છતાં પાપજનક હોય, મિથ્યાભાષણ, કઠોર ભાષણ ઇત્યાદિ વચનવ્યાપાર તે અશુભ આસ્રવ છે, પરંતુ નિરવદ્ય સત્ય ભાષણ, મૂદુ વચન ઇત્યાદિ શુભ આસ્રવ છે, અન્યના અહિતનો ચિંતનરૂપ મનોવ્યાપાર તે અશુભ આસ્રવ છે અને બીજાના હિતની ચિંતા એ શુભ આસ્રવ છે. આવને કારણે જીવ સાથે કર્મનું જોડાઈ જવું તે બંધ છે.આસ્રવ એ બંધનું કારણ છે, જ્યારે આસ્રવનો નિરોધ તે સંવર છે. સંવરને