________________ જૈન ધર્મ 91 આવા ઋષભાદિ 24 તીર્થકર થયા છે, તેમાં છેલ્લા તીર્થંકર મહાવીર છે તેવી માન્યતા છે. આવા તીર્થકરો તથા અન્ય જે જીવો પૂર્ણ વિકાસને પામી શરીરરહિત થઈ નિર્વાણને પામ્યા છે, મોક્ષને પામ્યા છે તેઓ સિદ્ધ કહેવાય છે. - સિદ્ધોઃ વિશ્વમાં અનંત જીવો છે. તેમાંથી જે જીવો પોતાના સ્વપુરુષાર્થે કોઈ કાળે સિદ્ધ થયા છે એટલે કે શરીરહિત થઈ કૃતકૃત્ય બની નિર્વાણને પામ્યા છે તેઓ લોકાકાશના અંતમાં ઊંચે સિદ્ધશિલા નામના પ્રદેશમાં બિરાજમાન છે. તેઓનું સ્વરૂપ અનંત એવા જ્ઞાન-દર્શન-આનંદ અને શક્તિના પિંડ છે. તે સ્થાનથી તેમને કદી યુત થવાનું છે નહિ કારણ જીવની ગતિમાં તેનું કર્મ પણ કારણ છે અને આ સિદ્ધો તો કર્મરહિત છે. તેમને શું કરવું બાકી નથી, તેઓ માત્ર નિજાનંદમાં અને સતત જ્ઞાનદર્શનના ઉપયોગમાં લીન રહે છે. તેઓ કોઈનું ભલું કે બૂરું કરતા નથી, કારણ વીતરાગ છે, તેમના આદર્શની સ્મૃતિ કરી, અને તેમની આરાધના કરી જીવો પોતાની ઉન્નતિ સ્વપુરુષાર્થથી કરી શકે છે, પણ એવી ઉન્નતિમાં સિદ્ધોની કોઈ ઈચ્છા કે પ્રવૃત્તિ હોતી નથી. જૈનોને માટે આ સિદ્ધો આરાધ્ય-પૂજય હોઈ ઈશ્વરસ્થાનીય છે. સંસારી જીવો : આ પ્રકારના અશરીરી સિદ્ધ સિવાયના બધા જ શરીરધારી જીવો સંસારી તરીકે ઓળખાય છે, અને તેમના અનેક પ્રકારો તેમના પોતાના કર્મને કારણે છે. જીવોમાં વિચિત્રતા તેમના કર્મને આધીન છે. એ કર્મ ન હોય તો સૌ જીવો એકસરખા જ બની જાય છે, સિદ્ધ બની જાય છે. 1 જીવોનું તેમના આધ્યાત્મિક વિકાસને આધારે જે વર્ગીકરણ થયેલું છે તે જાણવા જેવું છે. જે જીવોને ધર્મનું કશું જ જ્ઞાન નથી, જીવ-અજીવનો વિવેક નથી એટલે કે જીવ અને અજીવ જુદા છે એવી શ્રદ્ધા થઈ નથી. તેનો એક વર્ગ છે, અને તે મિથ્યાત્વી કે અજ્ઞાની જીવો કહેવાય છે. આ અજ્ઞાન દૂર થયું હોય અને જેઓ જીવ અને અજીવ જુદા છે, આ શરીરમાં રહેલો જીવ શરીરથી જુદો છે, એવી માન્યતા દૃઢપણે ધરાવતા હોય અને આ જીવને આ શરીરમાંથી મુક્ત કરવાની આવશ્યકતા છે, આવી પ્રતીતિ જેમને થઈ હોય પરંતુ તે માટેનો પુરુષાર્થ હજુ કરતા ન હોય તે જીવો સમ્યક્દષ્ટિ કહેવાય છે અને તેમાં કોઈ પ્રકારની વિરતિ એટલે કે પાપક્રિયાથી દૂર રહેવાની પ્રવૃત્તિ ન હોઈ તેમને અવિરત સમ્યફષ્ટિ પણ કહે છે. સમ્યકદષ્ટિનો લાભ થયા પછી જો અહિંસાદી વ્રતોરૂપ ચારિત્ર આંશિકરૂપે સ્વીકાર્યું હોય તો તે દેશવિરતિ અથવા તો ઉપાસક-શ્રાવક કહેવાય છે. પણ એ દેસવિરતિ થયા પછી કે પ્રારંભથી જ કોઈ સર્વવિરતિ સ્વીકારે એટલે કે સંપૂર્ણપણે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો સ્વીકારે તો તે સર્વવિરતિ કહેવાય છે. આ પ્રકારનું ચારિત્ર એટલે કે સર્વવિરતિ જ ક્રમે કરી મોક્ષનું કારણ બને છે. વ્રતો સ્વીકારીને ધ્યાનાગ્નિથી કોષાદિ કષાયોને નિર્મૂળ કરવાના હોય છે. જે જીવ એ કષાયોને ક્ષય ન કરતાં તેમને દબાવે છે એટલે કે ઉપશમન કરે છે તેને ઉપશમક કહે છે. પરંતુ જેણે કષાયોનો ઉપશમ કર્યો હોય તેને પુનઃ એ કષાયોનો ઉદ્દેક થાય છે, ત્યારે તેનું પતન થાય છે. આમ, મોક્ષ માટે આવશ્યકતા