________________ co જગતના વિદ્યમાન ધર્મો છે. આજના યુગમાં ગાંધીજીએ સર્વધર્મ સમભાવની ભાવનાનો પ્રચાર કર્યો તો જૈન આચાર્યોએ તો લગભગ ચોથી સદીથી ઉદ્ઘોષ કર્યો છે કે બધાં જ દર્શનોમાં સત્ય રહેલું છે, કોઈ સર્વથા મિથ્યા નથી, બધું જ સાપેક્ષિક સત્ય છે, એ સમજવાની ચાવી અનેકાંતવાદ આપે છે. આ માન્યતાના સમર્થનમાં આચાર્ય મલવાદીએ તો નયચક્રગ્રંથની રચના કરીને તે કાળના એટલે કે પાંચમી સદી સુધીના ભારતીય દર્શનનું નવનીત આપી દીધું છે. એ સાબિત કર્યું છે કે તે કાળની કોઈ પણ માન્યતા નથી સર્વથા મિથ્યા કે નથી સર્વથા નિર્દોષ, પરંતુ બધી જ માન્યતામાં ગુણ અને દોષ બંને મળી આવે છે માટે તેના ગુણનો સ્વીકાર કરી કોઈનું પણ નિરાકરણ કરવું યોગ્ય નથી. પણ તેની સાપેક્ષ સ્વીકાર કરીને એટલે કે જે પ્રમાણમાં જે અપેક્ષાએ તેમાં સત્યાંશ હોય તેને સ્વીકારીને સત્યશોધમાં આગળ વધુ એ જ હિતાવહ છે. આ જ અનેકાંતવાદ છે. 6. તાત્ત્વિક સિદ્ધાંતો : લોક જૈનમત મુજબ સમગ્ર વિશ્વના બે ભાગ છે : લોક અને અલોક. લોકની રચના કોઈ ઈશ્વરે કરી નથી. તે અનાદિ છે. ક્ષેત્રની અપેક્ષાએ લોકના ત્રણ વિભાગ છે. અધોલોક જેમાં મુખ્યત્વે નરકો છે, મધ્યલોક જેમાં જંબુદ્વીપ આદિ અસંખ્ય દ્વીપો અને લવણાદિ અસંખ્ય સમુદ્રો છે અને ઊર્ધ્વલોક જેમાં દેવોના સ્વર્ગો છે. ઊર્ધ્વલોકને અંતે સિદ્ધોનો નિવાસ છે. જંબુદ્વીપની મધ્યમાં મેરુ પર્વત છે. તેની પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ નામે ક્ષેત્ર છે, જેમાં સીમંધર આદિ તીર્થકરો અત્યારે પણ વિદ્યમાન મનાયા છે. મેરુની દક્ષિણે આપણો ભારતવર્ષ છે.૧૦ લોકમાં જ જીવાદિ પદાર્થો છે અને અલોકમાં માત્ર આકાશ છે. લોકમાં જે દ્રવ્યો છે તે આ છે : 1. જીવ, 2. પુદ્ગલ, 3. ધર્મ, 4. અધર્મ, 5. આકાશ અને 6. કાળ- આમાંથી પુદ્ગલ એ જડ પદાર્થ છે અને મૂર્તિ છે એટલે કે તેમાં રૂપ-રસ આદિ ગુણો છે. જીવ ચેતન છે. બાકીના બધા અચેતન છે. જીવોની સંખ્યા અનંત છે. પુદ્ગલો પણ અનંત છે. ધર્મ, અધર્મ અને આકાશ પ્રત્યેક એક-એક છે. આકાશમાં સર્વ દ્રવ્યોને અવકાશ આપવાનો સ્વભાવ છે. જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક દ્રવ્ય ધર્મ છે અને અધર્મ જીવ અને પુદ્ગલોને સ્થિત કરવામાં સહાયક છે. ધર્મ અને અધર્મ લોકવ્યાપી છે. કાળ સિવાયનાં પાંચે દ્રવ્યોની સામાન્ય સંજ્ઞા અસ્તિકાય છે તે એટલા માટે કે તેમનામાં એકથી વધારે પ્રદેશો છે. જીવ પોતાના અસંખ્ય પ્રદેશોનો વિસ્તાર કરે તો તે સમગ્ર લોકમાં વ્યાપ્ત થઈ શકે છે અને સંકોચ કરે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવના શરીરમાં પણ સમાઈ શકે છે. આથી સામાન્ય રીતે જીવ શરીઅમાણ છે એમ કહેવાય છે. - ઈશ્વર : જૈન ધર્મમાં ઈશ્વરનું સ્થાન તીર્થકરે અને સિદ્ધ લીધું છે. આરાધના કે પૂજા આ તીર્થકરોની અને સિદ્ધોની થાય છે. આ તીર્થકર કોઈ અનાદિકાળથી સિદ્ધ એવા ઈશ્વર નથી પણ સામાન્ય સંસારી જીવોમાંથી જ સંપૂર્ણ વિકાસને પામેલા જીવો જ છે. વીતરાગ અને સર્વજ્ઞ થઈ જે જીવો અન્ય જીવોને મોક્ષમાર્ગ બતાવી તેમનો ઉદ્ધાર કરવાની વૃત્તિવાળા હોય છે તેવા જીવો તીર્થકર તરીકે ખ્યાત છે. આ કાળમાં