________________ જૈન ધર્મ 89 દરમિયાન પ્રાણીઓ તથા ચોર આદિ મનુષ્યોએ અનેક પ્રકારનાં કષ્ટો તેમને આપ્યાં પણ તે તેમણે સમભાવે જ સહન કર્યા. તેમનો પરિચય કોઈ પૂછે તો માત્ર એટલો જ જવાબ આપતા કે “ભિક્ષુ છું.” સંગ્રામમાં મોરચે રહેલ હાથીની જેમ જ તેમણે કષ્ટોના સૈન્યને જીતી લીધું હતું. લોકો ગામમાં પેસવા ન દે, જાકારો દે તો તેઓ ગામની બહાર રહી ધ્યાન ધરતા પરંતુ ત્યાં પણ લોકો આવી તેમને પીટતા અને પલાયન કરી જવા આદેશ આપતા. શરીરમાં રોગ હોય કે ન હોય પણ તેમણે કદી પૂરું ભોજન લીધું નહોતું. ઊણોદરી કરતા અને ચિત્સિા તો સાધનાકાળમાં કદી કરી જ નથી એટલે કે દવાનું સેવન તેમણે કર્યું જ નથી. તેમના ભોજન વિશે જણાવ્યું છે કે તેઓ ભોજનમાં કોદરીનો ભાત, બોરનું ચૂર્ણ અને કુલ્માષ (હલકા પ્રકારનું ધાન્ય) લેતા અને તે પણ કોઈવાર અડધો માસ, માસ કે બે માસના ઉપવાસ પછી સ્વીકારતા. રોષકાળમાં કષાય વિનાના, એટલે ક્રોધ, માન, માયા અને લોભ વિનાના, વૃત્તિ વિનાના અને શબ્દ તથા રૂપમાં અનાસક્ત બની ધ્યાન-સમાધિમાં રત રહેતા અને છેવટે અમાયી થયા અને માવજૂજીવન સમભાવી થયા, કારણ તેમણે સાધનાકાળમાં શરીરની નહિ પણ અંતરમાં રહેલા કષાયો-રાગ-દ્વેષની ચિકિત્સા કરી તેને દૂર કર્યા અને વીતરાગ થયા. પ.જૈનશાસ્ત્રોઃ મહાવીરે વીતરાગ બન્યા પછી લોકોના કલ્યાણ અર્થે જે ઉપદેશ આપ્યો તે તેમના પ્રમુખ શિષ્ય ગણધર સુધર્માએ પોતાના શિષ્ય જેબૂને કહી સંભળાવ્યો અને એમ ઉત્તરોત્તર શિષ્ય પરંપરાઓમાં એ ઉપદેશ ઉતરી આવ્યો. એ ઉપદેશનો સંગ્રહ બાર અંગોમાં થયો, જેમાંથી અત્યારે વિદ્યમાન અગિયાર અંગગ્રંથો છે. આ અંગોને ગણિપિટક કહેવામાં આવે છે. ગણિપિટકને આધારે તે જ ઉપદેશની પુષ્ટિ માટે " ક્રમે કરી અન્ય આચાર્યોએ અનેક ગ્રંથોની રચના કરી છે તે અંગબાહ્ય-એ નામે પ્રસિદ્ધ છે. અંગ અને અંગબાહ્ય મળીને જૈન આગમગ્રંથો બને છે. કાળક્રમે આ આગમગ્રંથો ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, વૃત્તિ, આદિ અનેક ટીકાઓનું નિર્માણ થયું છે અને તેનો વિસ્તાર ઘણો જ છે. અંતે તે ગ્રંથોમાં જૂની ગુજરાતીમાં પણ સંક્ષિપ્ત ટિપ્પણ લખાયાં તેને સ્તબક-ટબા કે બાલવબોધ એવું નામ આપવામાં આવ્યું છે. જૈનોનાં આ આગમો પછી તેને આધારે અનેક ઔપદેશિક પ્રકરણગ્રંથો, તીર્થંકર ચરિત્રગ્રંથો અને કથાગ્રંથો લખાયા છે, એટલું જ નહિ પણ ભારતીય દર્શનોના વિકાસને લક્ષમાં લઈને જૈન આચાર્યોએ પણ જૈનદર્શનના અનેક ગ્રંથો લખ્યા છે. એ દર્શનગ્રંથોની એ વિશેષતા છે કે તેમાં ભારતનાં વિદ્યમાન જુદાં જુદાં દર્શનોની અનેક વિરોધી માન્યતાઓનો સમન્વય અનેકાંતવાદને નામે કરવામાં આવ્યો છે. એક આચાર્યું તો ત્યાં સુધી કહ્યું છે કે જૈનદર્શન એટલે બધાં જ વિરોધી દર્શનોનો સરવાળો. એટલે કે ભારતનાં દર્શનોની વિવિધ વિરોધી એવી માન્યતાઓમાં સત્યનું દર્શન કરાવવાનો સફળ પ્રયત્ન જૈનદર્શનમાં કરવામાં આવ્યો છે. “મારું એ જ સત્ય એમ નહિ પણ સત્ય એ મારું” આવી નીતિ દાર્શનિક ચર્ચામાં જૈન આચાર્યોએ અપનાવી