________________ 104 જગતના વિદ્યમાન ધર્મો આમ, સુખસંપત્તિનો ઉપભોગ કરવામાં કાળ પસાર થતો હતો ત્યારેય ગૌતમના સુકુમાર ચિત્તને સંસારના દુઃખો વ્યાકૂળ કરી મૂકતા. માણસજાતને વેઠવા પડતાં ઘડપણ, રોગ અને મરણનાં દુ:ખોના વિચારો તેમને સતત આવતા. તૃષ્ણા અને અસંતોષને લીધે પરસ્પર ઝગડતા લોકોને જોઈ તેમને સંસારમાં નિર્ભયસ્થાન દુર્લભ જણાયું. નિર્ભયસ્થાન અને દુઃખમુક્તિનો માર્ગ શોધવાની તેમને ઇચ્છા જાગી. સર્વસ્વનો ત્યાગ કરી ફરતાં પરિવ્રાજકોના નિર્ભય અને આનંદિત ચહેરા જોઈ તેમને લાગતું કે આ લોકો પાસે દુખમુક્તિનો ઉપાય હોવો જોઇએ.વળી, ભરડું કલામ પાસેથી તેમણે સંન્યાસ અને ધ્યાનમાર્ગ વિશે ઘણી વાતો સાંભળી હતી. ભરંડુએ પોતાના ગુરુ આધાર કાલામની વાતો પણ તેમને કહી હશે. અધૂરામાં પૂરું શાક્ય ગણરાજ્ય પાસે આવેલા લિચ્છવી ગણરાજયના રાજકુમાર વર્ધમાને થોડાં જ વર્ષો પહેલાં દુઃખમુક્તિનો ઉપાય શોધવા ગૃહત્યાગ કર્યો હતો અને જ્ઞાન-ત્યાગનું બળ રાજબળથી શ્રેષ્ઠ છે એ બતાવી આપ્યું હતું. આ ઘટના ગૌતમના ધ્યાન બહાર ન જ રહી હોય. આ બધાનું સમગ્ર પરિણામ એ આવ્યું કે ગૌતમે પણ દુઃખમુક્તિના ઉપાયની શોધ માટે ગૃહત્યાગનો નિશ્ચય કર્યો. પિતા શુદ્ધોદન અને માતા પ્રજાપતિ ગોતમીને તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો. માતાપિતા રડવા લાગ્યાં. પરંતુ ગૌતમ તો 29 વર્ષની ભરયુવાનીમાં માથું મુંડાવી, ભગવા વસ્ત્ર ઓઢી ઘર છોડીને ચાલી નીકળ્યા. આ પ્રમાણે પ્રવજ્યા લઈ તે આલાર કાલામના આશ્રમે ગયા. આલાર કાલામે તે આલાર કાલામનો આશ્રમ છોડી યોગી રુદ્રક રામપુત્રના આશ્રમે ગયા. રુદ્રકે તેમને ધ્યાનની આઠમી ભૂમિકા શીખવી. અત્યાર સુધીમાં ગૌતમે આધ્યાત્મિક માર્ગે સારી પ્રગતિ કરી હતી. તેમણે કાયાનાં દુષ્કર્મો છોડી દીધાં હતાં, વાણીનું દુર્વર્તન છોડી દીધું હતું અને યોગ્ય રીતે મેળવેલી ભિક્ષાથી જ તે ઉદરનિર્વાહ ચલાવતા હતા. પરંતુ તેમને સંપૂર્ણ દુઃખમુક્તિને ઉપાય જડ્યો ન હતો. તેમને તો સંપૂર્ણ દુઃખમુક્તિને પરિણામે પ્રાપ્ત થતી પરમ શાન્તિ જોઇતી હતી. તે હજુ તેમને મળી ન હતી, એટલે તે ઉપાય અને તે શાન્તિ મેળવવા માટે રુદ્રના આશ્રમમાંથી ભદ્રવર્ગીય ભિક્ષુઓ સાથે તે ચાલી નીકળ્યા અને રાજગૃહ ગયા. કારણકે તેમને લાગ્યું કે ત્યાં શ્રમણો પાસેથી તેમને ખરું જ્ઞાન લાધશે. ગૌતમે ત્યાં જઈ શ્રમણોની તપશ્ચર્યા નિહાળી. તપ દ્વારા પરમ શાન્તિ મેળવવાનો તેમણે નિશ્ચય કર્યો. તપ કરવા માટે યોગ્ય સ્થાન શોધતા શોધતા તે ઉરુવેલા પહોંચ્યા. તે સ્થાન તેમને અનુકૂળ જણાયું. ત્યાં તેમણે તપ આદર્યું. તપથી તેમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું.ભાંગેલા ઘરની વળીઓની જેમ તેમની પાંસળીઓ ખખડી ગઇ. ઊંડા કૂવાના પાણીમાં તારાઓનાં પડેલાં પ્રતિબિંબ જેવી કીકીઓ દેખાવા લાગી. કડવું કોળું કાપી તડકામાં રાખતાં જેમ તે કરમાઈ જાય તેમ તેમનું શરીર કરમાઈ ગયું. પીઠ અને પેટ એક થઈ ગયાં. પરંતુ આવા ઘોર તપ દ્વારા પણ તેમને પરમ શનિ ન મળી. તપથી ચિત્તના મળો દૂર ન થતાં તેમને તપની નિર્થકતા