________________ 92 જગતના વિદ્યમાન ધર્મો ઉપશમનની નહિ પણ ક્ષયની છે. આ રીતે કષાયોનો ક્ષય કરનાર શ્રમણ-ક્ષપક કહેવાય છે અને તેને માટે મોક્ષ અનિવાર્ય છે. કષાયોનો ક્ષય કરીને વીતરાગ અને કેવળી બન્યા પછી કેટલાક જીવો ઉપદેશ આપે છે, અને તીર્થની સ્થાપના કરે છે. આવા જીવો તીર્થકર કહેવાય છે અને કેટલાક જીવો આવી કોઈ પ્રવૃત્તિમાં રસ ધરાવતાં નથી. તેઓ સામાન્ય કેવળી-સર્વજ્ઞ કહેવાય છે. આ બંને પોતાનું આયુષ્ય પૂરું થયે શરીરનો ત્યાગ કરી મુક્તિને પામે છે અને સિદ્ધ કહેવાય છે. * * કર્મ : જીવાત્મા અનાદિકાળથી કર્મથી બંધાયેલો છે અને તે પ્રત્યેક ક્ષણે નવાં નવાં કર્મ બાંધે છે, અને જૂનાં ભોગવે છે. જીવ જે કાંઈ સારાનરસાં કર્મ કરે છે તેનું ફળ તેને ભોગવવું જ પડે છે. આમ તે કર્મનો કર્તા અને ભોક્તા છે.૧૩ કર્મનો નિયમ એટલે કે જે કરે તે જ ભોગવે- આ અબાધિત છે. તે કોઈને પણ છોડતો નથી. તીર્થંકરનો જીવ પણ આ નિયમમાં અપવાદ નથી. આ વાતની પ્રતીતિ ભગવાન મહાવીરના પૂર્વભવો અને તેમનું જીવન કરાવી આપે છે. આથી સૌ કોઈનો પ્રયત્ન એવો હોવો જરૂરી છે કે સત્યપુરુષાર્થ કરી આ કર્મબંધનમાંથી મુક્ત થવું. જીવનો સ્વભાવ છે-અનંત એવાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય. આ સ્વભાવનું આવરણ કર્મ કરે છે, અને તેથી તે પરાધીન બની જાય છે. જીવ સ્વભાવે અમૂર્ત છતાં મૂર્ત કર્મને કારણે અનેક જુદી જુદી યોનિઓમાં અનેક પ્રકારના શરીરો ધારણ કરતો હોઈ મૂર્ત જેવો બની ગયો છે. કર્મના આવરણને દૂર કરીને જ તે પોતાનું પારમાર્થિક અમૂર્ત સ્વરૂપ જે ઉક્ત જ્ઞાનદિસંપન્ન છે તેને પ્રગટ કરીને મુક્ત બની શકે છે. - કર્મના બે પ્રકાર છે: એક ભાવરૂપ એટલે કે જીવમાં રહેલા કષાયરૂપ ક્રોધમાન-માયા-લોભસ્વરૂપ અને બીજો પ્રકાર છે દ્રવ્યસ્વરૂપ એટલે કે જડ પુદ્ગલમય. આત્મામાં ક્રોધાદિ જે ભાવો ઉત્પન્ન થાય છે, તેને કારણે જીવના સંપર્કમાં રહેલાં પુદ્ગલોના પરમાણુઓનું પરિણામ કર્મરૂપે થાય છે અને એ આત્મા સાથે બંધાઈ જાય છે અને એ બદ્ધ પુગલમય કર્મને કારણે જીવના ક્રોધાદિ ભાવો ઉત્પન્ન થાય છે. આમ, ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ ઉત્નપન્ન થવાથી પરંપરા અનાદિકાળથી ચાલી આવી છે. આ પરંપરામાં ગાબડું પાડી તેનો સર્વથા નાશ કરવો એ ધર્મનું કાર્ય છે. 14 આ લોકમાં પુદ્ગલના પરમાણુઓ સર્વત્ર ભરેલા પડેલા છે. જીવાત્માની મનવચન-કર્મની પ્રવૃત્તિને યોગ કહે છે. અહીં ધ્યાનમાં લેવું કે અન્ય ધર્મમાં જે અર્થમાં યોગ શબ્દનો પ્રયોગ છે તેનાથી જૂદા જ અર્થમાં અહીં યોગ્ય શબ્દનો પ્રયોગ છે. એ યોગને કારણે પ્રત્યેક ક્ષણે જીવ પોતાના પુદ્ગલરૂપ કર્મનું આવરણ સ્વીકારે છે, પણ કષાયને કારણે એ આવરણ જીવમાં બંધનની અવસ્થાને પામે છે. બંધના ચાર પ્રકાર છે : પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ-વિપાક. જીવના યોગને કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે એટલે કે ધર્મપુદ્ગલનું પ્રમાણ એ પ્રદેશબંધ છે અને કર્મપુદ્ગલ જીવમાં આવરણ બની શું કરશે તે તેની પ્રકૃતિ એટલે