________________ 86 જગતના વિદ્યમાન ધર્મો નહિ. આ વાદને ઉચ્છેદવાદ કહેવામાં આવ્યો છે. શ્રવણોના આ બધા જ પ્રમુખપુરુષો જિન, અરિહંત કે તીર્થકર કહેવાતા અને તે બધા જ સમકાલીન હતા તેમ પાલિપિટક અને જૈન આગમો ઉપરથી જણાય છે. શ્રમણ પરંપરામાં અનેક સંપ્રદાયો કે પરંપરાઓ હતી. તેમાંની જ એક પરંપરા નિર્ચન્થને નામે પ્રસિદ્ધ હતી. તે જ આજે જૈન ધર્મને નામે ભારતમાં વિદ્યમાન છે. શ્રમણોએ પોતાના આરાધ્યોને “જિન” નામ આપ્યું છે. “જિન”શબ્દનો સામાન્ય અર્થ છે વિજેતા-જય કરનાર. સારાંશ કે રાગ અને દ્વેષ પર વિજય મેળવી જે વીતરાગ બન્યો હોય તે “જિન” કહેવાય અને એવા “જિન'ના જે અનુયાયી તે જૈન અને તેમનો જે ધર્મ તે જૈન ધર્મ. આમ, જૈન ધર્મ કે જિનોનો ધર્મ એ નામ બધા જ શ્રમણપંથીઓ માટે સામાન્ય હતું. પણ કાળક્રમે ભારતમાં મહાવીરના અનુયાયીઓ માટે જ તે નામ વપરાતું થઈ ગયું છે, એટલે અહીં આપણે એ વિશે જ વિશેષ વિવરણ કરીશું. જૈન પરંપરા પ્રમાણે કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એટલે કે ઉન્નતિ અને અવનતિનો કાળ એવા બે વિભાગ છે. તેમાં આ કાળ અવસર્પિણી એટલે કે અવનતિનો છે. તેમાં 24 જિનો-તિર્થંકરો ક્રમે કરી થયા અને તેમાં છેલ્લા તીર્થકર તે મહાવીર છે. આજનું જૈન ધર્મનું શાસન તેમના નામે ચાલે છે તેથી તેમને આ કાળને જૈન ધર્મના સ્થાપક કહી શકાય.તેમની પૂર્વે પાર્થ નામે ત્રેવીસમાં તીર્થકર થયા. તેમના લગભગ બધા જ અનુયાયીઓ પણ મહાવીરે સ્થાપેલ જૈનસંઘમાં દાખલ થઈ ગયા અને જે દાખલ ન થયા તેઓની પરંપરા કાળક્રમે ભૂંસાઈ ગઈ અને એકમાત્ર મહાવીરની પરંપરા ચાલુ રહી. આથી અત્યારે વિદ્યમાન જૈન ધર્મના સ્થાપક મહાવીર છે આવી દલીલ ઇતિહાસના પંડિતોએ કરી છે અને તેમાં તથ્ય છે. 2. મહાવીરના પૂર્વભવો અંગેની માન્યતા: માહવીરના જીવે અન્ય સંસારી જીવોની જેમ જ અનેક જન્મો લીધા હતા, પરંતુ શાસ્ત્રોમાં તેમના 26 પૂર્વભવોનું વર્ણન આવે છે અને તેની શરૂઆત એ ભવથી કરવામાં આવી છે જ્યારે તેઓ મુનીના સત્સંગથી સંસાર અને મોક્ષના ભેદની સમજને અને જીવ અને અજીવ-ચેતન જીવ, જડ શરીરી(અજીવ) અને કર્મના સંસ્કારોના ભેદની સમજને પામે છે. એ સમજ ઉત્તરોત્તર દઢ થતી જાય છે અને પોતાના જીવને કર્મ જે અજીવ તત્ત્વ છે તેના બંધનમાંથી કેમ મુક્ત કરવો એ માટે પ્રયત્ન કરે છે તેમાં સદૈવ એકધારો વિકાસ જ થયો હોય તેમ જણાતું નથી, પણ તેઓ અનેક રીતે આધ્યાત્મિક ચડાવ-ઉતાર અનુભવે છે અને તેને કારણે પોતાના કર્મને અનુસરીને અનેક ઊંચ-નીચ જન્મોને પાર કરીને છેવટે તે કુંડગ્રામઅધિપતિ સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલાની કૂખે જૈન પરંપરા પ્રમાણે ઈ.પૂર્વે ૫૯૯માં જમ લઈ સાધના કરી તીર્થકર પદ પ્રાપ્ત કરીને પોતાની જન્મ પરંપરાનો અંત કરી ઈ.સ. પૂર્વે પ૨૭ માં મુક્ત બની જાય છે. ભગવાન મહાવીરના આ પૂર્વભવોની કથા ખરી રીતે જૈન કર્મસિદ્ધાંતની સમજ માટેનું એક દષ્ટાંત રજૂ કરે છે.