________________ 68 જગતના વિદ્યમાન ધર્મો તો શું કર્યું?”૪ આમ મોક્ષને અવગણીને મેળવેલી બધી જીવનસિદ્ધિઓ હિન્દુ પુરુષાર્થ વિચારસરણાની દષ્ટિએ તુચ્છ છે. મોક્ષનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ માટેના સાધનમાર્ગોની વિચારણા અહીં જરૂરી નથી; કારણ કે આગલા પ્રકરણમાં આપણે એ સંબંધી નિરૂપણ કરેલું જ છે. 2. વર્ણધર્મ? આપણે જોયું કે હિન્દુ ધર્મની દૃષ્ટિએ ધર્મ એ પાયાનો પુરુષાર્થ છે. પ્રત્યેક હિન્દુએ કર્તવ્યપાલનરૂપ સદાચરણ વડે સદ્ગુણી બનવાનું છે. દરેક માણસ પાસે બધા પ્રકારના સદ્ગુણોની આશા રાખવી એ માનસ્વભાવ અંગેનું ઘોર અજ્ઞાન પ્રગટ કરવા બરાબર છે. આથી હિન્દુ ધર્મમાં જુદા જુદા સ્વભાવના માણસો માટે જુદા જુદા સદ્ગુણોની કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. જુદા જુદા સ્વભાવના માણસોને હિન્દુ ધર્મશાસ્ત્રો ચાર વિભાગમાં વહેંચે છે : 1. બ્રાહ્મણ 2. ક્ષત્રિય, 3. વૈશ્ય અને 4. શુદ્ર. આ ચાર વર્ણો કહેવાય છે. હિન્દુ ધર્મમાં આ ચારે વર્ણના માણસો માટે જુદાં જુદાં કર્તવ્યો બતાવવામાં આવ્યાં છે. અને એ કર્તવ્યોના પાલન દ્વારા જુદા જુદા સદ્ગુણોની કેળવણીની હિમાયત કરવામાં આવી છે. આની સંક્ષિપ્ત સમજૂતી આપતાં ગીતકાર કહે છે કે - બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો, શૂદ્રોના જે સ્વભાવથી થયા ભિન્ન ગુણો, તેણે પાડ્યા છે કર્મ ભેદના. શાંતિ, તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન - આ કર્મ બ્રાહ્મણોનું સ્વભાવથી. શૌર્ય, તેજ, પ્રજારક્ષા, ભાગવું નહિ યુદ્ધથી, દક્ષતા, દાન ને ધૈર્ય - ક્ષાત્રકર્મ સ્વભાવથી ખેતી, વેપાર, ગૌરક્ષા - વૈશ્યકર્મ સ્વભાવથી; સેવાભાવ ભર્યું કર્મ - શૂદ્રોનું એ સ્વભાવથી.”૫ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણની વ્યવસ્થા કોઈ પણ જનસમાજમાં કઈ રીતે જરૂરી છે એ મુદ્દાની સમજૂતી આપતાં આનંદશંકર ધ્રુવ લખે છે કે “વર્ણ એટલે રંગ, ધંધાનો રંગ. ધંધાના રંગ પ્રમાણે જનસમાજમાં ચાર વર્ણ શી રીતે પડે અને પડ્યા એ જોઈએ. 1. વિદ્યા ભણવી અને ભણાવવી, ધર્મ પાળવો અને ઉપદેશવો એ બ્રાહ્મણનો ધંધો થયો. જનસમાજ એની મેળે જ સત્ય અને ધર્મને માર્ગે ચાલતો હોય અને ચાલી શક્તો હોય તો સત્ય-ધર્મ શોધનાર અને ઉપદેશનાર બ્રાહ્મણ સિવાય બીજા વર્ણની જરૂર ન પડે, બલ્બ બ્રાહ્મણ વર્ણની પણ ન પડે એમ કહીએ તો ચાલે. 2. પણ દુનિયા હંમેશાં સીધે અને સાથે માર્ગે જ ચાલતી નથી, જનસમાજમાં અનેક દુષ્ટજનો ચોરી, લૂંટ વગેરે અધર્મના માર્ગ સેવે છે, અને એક રાજ્ય બીજા રાજ્ય પર હલ્લો કરી