________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય ભક્તિના પ્રકાર : ભાગવતમાં ભક્તિના નવ પ્રકારો ગણવામાં આવ્યા છે : ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન અને સ્મરણ; ભગવાનનું પાદસેવન, અર્ચન અને વંદન; તેમજ ભગવાન પ્રત્યે દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદનનો ભાવ.3પ આ નવ પ્રકારોમાં પહેલા છ પ્રકારની ભક્તિ બાહ્ય ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે અને તે સાધ્યરૂપ તેમજ સાધનરૂપ બંને હોઈ શકે છે. આવી સાધનરૂપ ભક્તિને વૈધિભક્તિ કે ગૌણી ભક્તિ પણ કહે છે. ગૌણી ભક્તિના તામસી, રાજસી અને સાત્ત્વિકી એવા ત્રણ ચાર પ્રકાર ભાગવતમાં ગણાવવામાં આવેલા છે. જે માણસ ભક્તિ રાજસી છે અને જે માણસ સર્વ કર્મ ભગવાનને અર્પણ કરીને સાચી ભક્તિભાવનાના ઉદય માટે ભક્તિ કરે છે તેની ભક્તિ સાત્ત્વિકી છે.૩૬ સાત્ત્વિકી ભક્તિ અને સત્સંગથી ભક્તમાં ભગવાન પ્રત્યે દાસ્યભાવ, સખ્યભાવ અને આત્મનિવેદનનો ભાવ ઉદય પામે છે અને એ રીતે તે અનન્ય, એકાંતિક કે પ્રેમીભક્તની સ્થિતિને પામે છે. ભક્તિયોગને સિદ્ધ કરે છે. - ભક્તિ, શરણાગતિ અને સદાચરણ: ભક્તિયોગને સિદ્ધ કરાવનાર સાત્ત્વિકી ભક્તિ અને સત્સંગ કરનાર ભક્તમાં ભગવાન પ્રત્યે શરણાગતિની ભાવના હોય અને ભગવાનની આજ્ઞારૂપ સદાચરણના પાલનનો દઢ આગ્રહ હોય એ હિન્દુ ધર્મશાસ્ત્રોએ ખૂબ જરૂરી માન્ય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “મારામાં મન લગાડ, મારો ભક્ત થા, મારે માટે યજ્ઞ કર, મને નમસ્કાર કર. (એમ કરવાથી) તુ મને જ પામીશ એ મારી સત્ય પ્રતિજ્ઞા છે. તું મને પ્રિય છે. બધા ધર્મોનો (અહંતા અને મમતામાંથી જન્મતા બધા આગ્રહોનો) ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપોથી મુક્ત કરીશ. શોક ન કર.”૩૭ જેણે ભગવાનનું શરણ સ્વીકાર્યું હોય તેને ભગવાન સિવાયના કોઈ ફળની આસક્તિ ન હોવી જોઈએ અને તેનું આ પ્રમાણે કરેલી છે : “એક વખત ગુરુ વસિષ્ઠ, બ્રાહ્મણો અને નગરવાસીઓને આમંત્રણ આપી બોલાવીને જન્મમરણનો નાશ કરનાર ભગવાન રઘુનાથજીએ પ્રવચન કર્યું : હે સમસ્ત નગરજનો ! સાંભળો, હું હૃદયમાં મમત્વ લાવીને કહેતો નથી, તેમજ (હું કહું છું તેમાં) અનીતિ કે પ્રભુતા પણ નથી; માટે સાંભળો, અને જો ઠીક લાગે તો તે પ્રમાણે વર્તો. તે જ મારો સેવક છે અને તે જ મને અતિ પ્રિય છે, કે જે મારી આજ્ઞા માને છે. તે ભાઈઓ ! જો હું કંઈ અનીતિ કહેતો હોઉં તો ભય છોડીને મને અટકાવજો...મારો દાસ કહેવડાવી મનુષ્ય આશા રાખે-ક્લાસક્તિ રાખે-તો એનો (મારામાં) વિશ્વાસ ક્યાં છે? ઘણી વધારીને શી વાત કહું? ભાઈઓ ! હું આચરણને જ વશ છું.”૩૮