________________ 78 જગતના વિદ્યમાન ધમાં 2. ભક્તિભાવનાની અભિવ્યક્તિ હિન્દુ ધર્મમાં ભક્તિભાવનાની અભિવ્યક્તિ કથાકીર્તન દ્વારા, મૂર્તિપૂજા અને પ્રાર્થના દ્વારા તેમજ વ્રતો અને ઉત્સવો દ્વારા કરવામાં આવે છે. ભક્તિભાવનાની અભિવ્યક્તિની આ વિવિધ રીતો સંક્ષેપમાં વર્ણવીએ. 1. કથાકીર્તન : હિન્દુ મંદિરોમાં ભગવાનની કથા, કીર્તન અને ધૂનભજનાદિનો કાર્યક્રમ નિત્યકર્મરૂપે રાખવામાં આવે છે. હિન્દુ કુટુઓમાં પણ રોજના સ્વાધ્યારૂપે કથાકીર્તન અને ધૂનભજન થવાં જોઈએ એવી શાસ્ત્રાજ્ઞા છે. આ ઉપરાંત વિદ્વાન પુરોહિતને બોલાવી ભાગવતકે રામાયણ જેવા ગ્રંથની કથા કરાવવાનો તેમજ ભજનમંડળીઓને નિમંત્રીને ધૂન-ભજનનો કાર્યક્રમ યોજવાનો રિવાજ પણ હિન્દુઓમાં છે. કરીને તેનું વિધિસરનું પૂજન કરવામાં આવે છે. ભગવાનની મૂર્તિ એટલે વિષ્ણુ, શિવ, સૂર્ય, ગણપતિ અને શક્તિ એ પંચાયતનમાંના કોઈની કે શ્રીકૃષ્ણ, રામચંદ્રજી વગેરે અવતારોમાંના કોઈની ધાતુની, પાષાણની, કાષ્ઠની કે ચીતરેલી પ્રતિમા. ઘરમાં ભગવાનની મૂર્તિને મોઘેરા મહેમાનની પેઠે એ મંદિરમાં તેને મહારાજાધિરાજની પેઠે સેવવામાં આવે છે. એટલે કે ભગવાનની મૂર્તિ સમક્ષ સવારે, બપોરે, બપોર પછીના સમયે, સંધ્યા સમયે અને રાત્રે એમ પાંચ વાર ઋતુ પ્રમાણેનાં વિવિધ ખાનપાન અને એવામીઠાઈનો થાળ ધરાવવામાં આવે છે અને ધૂપદીપ તેમજ ઘંટનાદ સાથે ભગવાનની આરતી કરવામાં આવે છે. હિન્દુ મંદિરોમાં દર્શનાર્થે જનારા ભક્તો ભગવાનની મૂર્તિને પુષ્પ, ફળ વગેરે કંઈક ધરાવીને ભગવાનને પ્રણામ કરે છે અને તેમની પ્રદક્ષિણા કરે છે. માનસીપૂજા : ભગવાનની પૂળ મૂર્તિની ઉપર્યુક્ત રીતે પૂજા કરવાને બદલે ધ્યાનમાં બેસીને ભગવાનની મૂર્તિને માનસિક રીતે ધારીને તેની એ જ રીતે પૂજા કરવાની વિધિ માનસીપૂજા કહેવાય છે. સ્થૂળ પૂજા કરતાં માનસીપૂજાનો મહિમા સ્વાભાવિક રીતે વિશેષ છે, કારણ કે તેમાં સધાતી એકાગ્રતાને લીધે ભક્તિભાવ વધારે ઉત્કટ બની શકે છે. મૂર્તિપૂજાની સમીક્ષા : મૂર્તિપૂજાનાં મૂલ્ય અને મર્યાદા અંગેનો હિન્દુ ધર્મનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવાનું અહી જરૂરી છે. મૂર્તિપૂજાનું સ્વરૂપ અને મૂલ્ય સમજાવતાં આનંદશંકર ધ્રુવ લખે છે કે “હિન્દુઓ મૂર્તિથી પર તત્ત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ કરે છે... મૂર્તિપૂજા એ પરમાત્માને સંકડાવી નાખવાના પ્રયત્નમાંથી નીકળી નથી, પણ એનો અવ્યવહિત રીતે સાક્ષાત્કાર કરવાની ઉત્સુક્તામાંથી ઉદ્દભવી છે..... મૂર્તિપૂજા આલિંગવાનો પ્રયત્ન છે.”૩૯ આવા પ્રયત્નનું કેવળ સાધન તરીકે જ મૂલ્ય છે એમ સ્પષ્ટ કરતાં ગાંધીજીએ લખ્યું છે કે “મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઈ ને કંઈ સ્કૂલ વસ્તુને માનવા પૂજવાના તરસ્યા રહીએ છીએ. માણસ