________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 69 એકબીજાનું દ્રવ્ય, ભૂમિ વગેરે પડાવી લેવા યત્ન કરે છે. જનસમાજના આ આંતર અને બહારની દુશ્મનોને નુકશાન કરતા અટકાવવા માટે, તથા પ્રજાને સુખ અને કલ્યાણને માર્ગે ચઢાવવા માટે, રાજ્યની જરૂર છે. આ રીતે યુદ્ધ, દંડ અને પ્રજાપાલનનો ક્ષત્રિયનો ધંધો ઉત્પન્ન થયો. 3. પરંતુ આ કાર્ય કાંઈ દ્રવ્ય વિના થઈ શકતું નથી. પ્રજાના રક્ષણ માટે અને દુશ્મનો સાથે લડવા માટે તેમજ આખા જનસમાજનાં સામાન્ય સુખ માટે ડગલેપગલે દ્રવ્યની જરૂર પડે છે. એ દ્રવ્ય ઉત્પન્ન કરનાર વર્ગ તે વૈશ્ય છે. વૈશ્યો ખેતી વગેરે ધંધાઓ કરીને તથા પરદેશ સાથે વેપાર ચલાવીને દ્રવ્ય પેદા કરે છે. એ વડે તેઓ જાતે સુખ ભોગવે છે, રાજાને કર આપી રાજ્ય ચલાવવામાં મદદ કરે છે તથા લોકહિતનાં દાન કરી જનસમાજના સુખમાં વધારો કરે છે. 4. ખેતી, વેપાર વગેરે ધંધામાં કોઈક બુદ્ધિ વાપરે તો કોઈકે શારીરિક શ્રમ (મજૂરી) પણ કરવાં પડે. આ શારીરિક શ્રમ કરનાર તે શૂદ્ર. આ પ્રમાણે જનસમાજમાં સ્વાભાવિક નિયમને અનુસરી ચાર વર્ણ ઉત્પન્ન થાય છે અને સમગ્ર જનસમાજના હિત માટે તે દરેકની જરૂર છે. બલ્ક, એમાંનો કોઈ પણ વર્મ બાકીના વર્ણ વગર ટકી શકતો નથી અને પોતાનું કાર્ય કરી શકતો નથી એ સ્પષ્ટ છે. ઋગ્યેદસંહિતાના કાળમાં ઉપર કહ્યા તે ચાર વર્ણ પડી ચૂક્યા છે : જનસમાજમાં ઉપર બતાવ્યું તેમ એ એની મેળે પડે છે જ. તેથી એ ગ્રન્થના પુરુષસૂક્તમાં બતાવ્યું છે તે એ કે આ ચાર વર્ણ જે જનસમાજમાં જોવામાં આવે છે તે એક મહાપુરુષ (ચેતન જનસમાજ)ના જ અવયવો છે, સૌ મળી એક શરીર બને છે. બ્રાહ્મણ એનું મુખ છે, ક્ષત્રિય તે બાહુ, વૈશ્ય તે ઊસ અને શૂદ્ર તે પગ છે-એમ એ સૂક્ત તે તે વર્ણનાં કાર્ય પ્રમાણે અલંકારની વાણીમાં નિર્દેશ કરે છે. કોઈપણ વર્ણને ઉચ્ચ કે નીચા માની બીજા વર્ણનો તિરસ્કાર કરવાનો એનો ઉપદેશ નથી. આખું શરીર જેમ પગ પર ઊભું રહે છે, મુખ, બાહુ અને ઊરુ પણ જેમ પગને આધારે જ રહેલાં છે, તેમ આખો જનસમાજ શુદ્ર ઉપર ટકી રહ્યો છે એમ અર્થ કરીએ તો પણ ચાલે. વસ્તુતઃ સર્વ અવયવને એકબીજાની જરૂર છે. તેમાં મુખ વડે મનુષ્ય પોતાના વિચારની, શબ્દ દ્વારા એકબીજાને આપ-લે કરે છે, અને વિચાર તે મનુષ્યની ઉત્તમ બક્ષિસ છે તેટલા પૂરતો જ બ્રાહ્મણવર્ણને શ્રેષ્ઠ કહેવામાં અર્થ રહેલો છે.” માણસોના જુદા જુદા સ્વભાવ અને જુદા જુદા ધંધા કે કર્મોની સામાજિક જરૂરિયાત એ બે બાબતોને અનુલક્ષીને જ હિન્દુ ધર્મમાં વર્ણવ્યવસ્થા સ્વીકારવામાં આવી છે. ગીતામાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે, “ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણ મેં ઉત્પન્ન કર્યા છે.” આમ, માણસનો વર્ણ તેના સ્વભાવ અને વ્યવસાય પરથી નક્કી થાય છે, જન્મથી નહિ. બ્રાહ્મણનાં સંતાનો બ્રાહ્મણ હોય, ક્ષત્રિયનાં સંતાનોમાં ક્ષત્રિયના ગુણ હોય, વેપારી કે ખેડૂતના પુત્રમાં પોતાનાં પિતાના ધંધાની આવડત