________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો મહત્ત્વ છે કે કોઈપણ ભોગે તેને વળગી રહેવાનો હિન્દુ ધર્મનો આગ્રહ છે. મહાભારતમાં કહ્યું છે કે “જે કર્મ ધર્મવિરોધી હોય તે કર્મથી ગમે તેવું મહાન ફળ મળે તેમ હોય તોયે બુદ્ધિમાન માણસે તેનું આચરણ ન કરવું, કારણ કે તેનાથી (ભ્રષ્ટાચારથી) માણસનું હિત થતું જ નથી.” શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે “ધર્મ વડે જ બધા પુરુષાર્થો (જીવનધ્યેયો) સિદ્ધ થાય છે. આનો અર્થ એ કે હિન્દુ ધર્મનો એ સ્પષ્ટ મત છે કે અર્થ, કામ અને મોક્ષ એ ત્રણ ધર્મ ઉપરાંતના પુરુષાર્થોની પ્રાપ્તિના પ્રયત્નો પણ ધર્મમૂલક હોય તો જ ફળીભૂત થાય છે. 2. અર્થ : અર્થ એટલે પૈસો ટકો અને સાધનસંપત્તિ. નૈતિક લાભની જેમ આર્થિક લાભને પણ હિન્દુ ધર્મ એક જીવનધ્યેય માન્યું છે. ધર્મ, કામ અને મોક્ષ એ ત્રણે પુરુષાર્તને સિદ્ધ કરતી પ્રવૃત્તિઓ તો જ શક્ય બને કે જો માણસ પાસે ભૌતિક સંપત્તિ હોય. આમ, ભૌતિક સંપત્તિને આવશ્યક ગણીને હિન્દુ ધર્મ તેની પ્રાપ્તિના પ્રયત્નોને બિરદાવે છે પણ સાથે સાથે એક મહત્ત્વની શરત મૂકે છે અને તે એ કે ભૌતિક સંપત્તિ ધર્મ વડે, સદાચરણ વડે જ મેળવેલી હોવી જોઈએ. ભ્રષ્ટાચરણ વડે સાંપડેલી સંપત્તિ જીવનના ધ્યેયને સિદ્ધ કરવામાં ઉપકારક નહિ, પણ બાધાકારક નીવડે છે. 3. કામઃ કામ એટલે એશઆરામ અને વિષયભોગમાંથી પ્રાપ્ત થતું સુખ. દરેક માણસે સાદુ થઈ જવું જોઈએ અને તપપ્રધાન તેમજ કષ્ટદાયક જીવન જીવવું જોઈએ એવો હિન્દુ ધર્મનો ઉપદેશ નથી. આથી ઊલટું, હિન્દુ ધર્મની દૃષ્ટિએ કામ એક પુરુષાર્થ છે. મનુસ્મૃતિ કહે છે કે “માણસ કામનાઓનો ગુલામ બની જાય એ ઈચ્છવાયોગ્ય નથી, છતાં જેનામાં કામનાનો અભાવ હોય તેવો માણસ આ જગતમાં ભાગ્યે જ મળે છે. આમ, માણસમાં સુખોપભોગની કામના છે એ હકીકતનો સ્વીકાર કરીને હિન્દુ ધર્મે માણસને એ માટે પ્રવૃત્ત થવાની છૂટ આપી છે. જોકે અહીં પણ સદાચરણનો આગ્રહ જોરદાર છે. હિન્દુશાસ્ત્રો પોકારી પોકારીને એમ કહ્યા કરે છે કે જે માણસ નીતિ કે ધર્મની મર્યાદા ઓળંગીને સુખની શોધમાં નીકળે છે તે આખરે તો આ લોક અને પરલોકમાં પણ દુઃખી જ થાય છે. 4. મોક્ષ : મોક્ષ એટલે આત્યંતિક (કાયમ માટેની) દુઃખનિવૃત્તિ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ. હિન્દુ ધર્મની દૃષ્ટિએ માણસ માત્રનું આખરી જીવનધ્યેય મોક્ષ જ હોવું ઘટે. મોક્ષ એ પરમ પુરુષાર્થ છે, કારણ કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થથી જે કંઈ સિદ્ધ થાય છે તે નાશવંત છે અને તેથી એ ત્રણ પુરુષાર્થને સિદ્ધ કરવાના પ્રયત્નોમાંથી માણસને કાયમી શાંતિ પ્રાપ્ત થાય એ સર્વથા અસંભવિત છે. આમ, હિન્દુ ધર્મની દૃષ્ટિએ ડાહ્યા માણસનું એ પરમ કર્તવ્ય છે કે જીવનના અંતિમ ધ્યેય કે પરમ પુરુષાર્થરૂપ મોક્ષને તે અવગણે નહિ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે “કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો ને કદાપિ કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગડ્યો