________________ જગતના વિદ્યમાન ધર્મો જે બાબતનું નિરંતર અનુસંધાન રાખવાનું હોય છે તેની ઉપદેશ નીચે આપેલાં તૈત્તિરીય ઉપનિષદનાં દીક્ષાંત વચનો (વિદ્યાભ્યાસ પૂરો થયે જીવનના ભાથારૂપે ગુરૂ તરફથી મળેલી શીખોમાં છે. સત્ય બોલજે, ધર્મનું આચરણ કરજે, સ્વાધ્યાયમાં આળસ કરતો નહિ, ગુરૂને સંતોષ થાય એવી એમને દક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમના ધર્મોના પાલનનો સંકલ્પ કરજે અને પ્રજાતંતુનો ઉચ્છેદ કરીશ નહિ. સત્યથી ચળતો નહિ. ધર્મથી ચળતો નહિ. કુશળતા છોડી દેતો નહી. એશ્વર્ય મેળવવા માટે આળસને છોડી દેજે સ્વાધ્યાય અને પ્રવચનમાં આળસ કરતો નહીં દેવ અને પિતૃના કાર્યમાં આળસ કરતો નથી. માતાને દેવ સમાન ગણજે, પિતાને દેવ સમાન ગણજે, ગુરુને દેવ સમાન ગણજે, અતિથિને દેવ સમાન ગણજે. જે અનિશ્વિત અને (નિર્દોષ) કર્મો છે, તે કરવા - બીજા નહી. જે અમારા શ્રેષ્ઠ આચરણો છે તે આચરવા - બીજા નહીં. જે અમારામાં શ્રેષ્ઠ બ્રાહ્મણો છે તેમને આસન આપી તારે તેમનો થાક ઉતારવો. શ્રદ્ધા પૂર્વક દાન આપવું. અશ્રદ્ધાથી આપવું નહી. વૈભવ અનુસાર આપવું, વિનય પૂર્વક આપવું, શાસ્ત્રોની આજ્ઞાનો ભય રાખીને આપવું, દેશ - કાળ - પાત્ર જાણીને આપવું. જો તને શ્રોત-સ્માર્ત કર્મની બાબતમાં અથવા કુલાચારના બાબતમાં શંકા થાય તો ત્યાં જે વિચારશીલ, જિતેન્દ્રિય, કર્મ કરવામાં સમર્થ, સરળ બુદ્ધિના અને ધર્મમાં પ્રીતિવાળા બ્રાહ્મણો હોય જેઓ જેમ તે તે બાબતમાં વર્તતા હોય તેમ તું વર્તજે, તેમજ જો તે પુરુષો પ્રત્યે દોષની શંકા ઉત્પન્ન થાય તો ત્યાં જે બીજા વિચારશીલ, જિતેન્દ્રિય, કર્મ કરવામાં સમર્થ, સરળ બુદ્ધિના અને ધર્મમાં પ્રીતિવાળા બ્રાહ્મણો હોય, તેઓ જેમ તે તે શંકાની બાબતમાં વર્તતા હોય તેમ તું વર્તજે. આ આજ્ઞા છે, આ ઉપદેશ છે, આ વેદનું ગૂઢ રહસ્ય છે, આ ઈશ્વરનું વચન છે”૧૬ ભાગવતમાં કહ્યું છે કે, “બુદ્ધિમાન ગૃહસ્થ જેટલો ખપ હોય તે પ્રમાણે શરીર તથા ઘરમાં ભોગ્ય વસ્તુઓ સેવવી અને પોતે વિરક્ત હોય તો પણ રાગીની પેઠે મનુષ્યલોકમાં મનુષ્યપણું સ્થાપવું–પુરુષાર્થ પ્રકટ કરવો.... જેટલાથી પોતાનું પેટ ભરાય તેટલા જ ધાન્યાદિમાં પ્રાણીઓની પોતાની માલિકી છે, એ સિવાય વધારાના ધાન્યાદિને જે પોતાનું માને છે, તે ચોર હોઈ, શિક્ષાપાત્ર છે.”૧૭ આમ, હિન્દુ ધર્મની દૃષ્ટિએ ગૃહસ્થનો એ પરમ ધર્મ છે કે તે પ્રબળ પુરુષાર્થ કરીને ધનસંપત્તિ મેળવે અને તેનો ઉપયોગ કેવળ પોતાના અંગત સુખ માટે જ ન કરતાં સમાજસેવાના કામમાં પણ તેનો છૂટે હાથે ઉપયોગ કરે અને જો આ રીતે સદ્ગહસ્થો દ્વારા દાન મળી રહે તો જ સમાજસેવાની વિવિધ સંસ્થાઓ અને જીવનના વિવિધ આશ્રમો ટકી શકે. આથી જ મનુસ્મૃતિ કહે છે કે, “જેમ સર્વ જીવો પ્રાણવાયુને આધારે જીવે છે તેમ સર્વ આશ્રમો ગૃહસ્થાશ્રમને આધારે નભે છે.”૧૮ જો દાન આપવું એ ગૃહસ્થનો પરમ ધર્મ હોય તો હરામનું ખાવું, કામચોરી, કરચોરી, શોષણખોરી કે લાંચરુશ્વતથી પારકું ધન પડાવી લઈને તેનો પોતાના અંગત