________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 51 છે અને તેથી તેમની દષ્ટિએ હેતુવાદ જ સાચો સિદ્ધાંત છે. આમ, માયાવાદ અને લીલાવાદ એ પરમાત્માની દૃષ્ટિએ થયેલા જગતના વિચારને લગતા સિદ્ધાંતો છે અને હેતુવાદ એ જીવોની દષ્ટિએ થયેલા જગતના વિચારને લગતો સિદ્ધાંત છે, અને તેથી માયાવાદ તેમજ લીલાવાદ અને હેતુવાદ વચ્ચે પણ કોઈ વિરોધ નથી. કર્મફળપ્રદાતા તરીકે પરમાત્મા: જીવોના કલ્યાણને માટે પરમાત્મા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે અને તેથી સ્વાભાવિક રીતે તે પરમાત્મા આ જગતના નિરંકુશ રાજાધિરાજ તરીકે નહિ પણ નૈતિક નિયામક તરીકે વર્તે છે. એટલે કે દરેક જીવને પોતાના સ્વતંત્ર કર્મનું યોગ્ય ફળ મળે એ રીતે તે જગતના વ્યવહારનું સંચાલન કરે છે. ન્યાયવૈશેષિક દર્શનના પ્રતિપાદક ઉદ્યોતકર કહે છે તેમ “ઈશ્વર જ સૃષ્ટિ દરમિયાન જ્યારે જે જીવના કર્મનો વિપાકકાળ આવે ત્યારે તે જીવને તે કર્મ અનુસાર ફળ આપે છે.” અવતારનો સિદ્ધાંત : નૈતિક નિયામક અને કર્મફળપ્રદાતા પરમાત્મા જરૂર પડે તો આ જગતમાં અવતાર ધારણ કરે છે. પરમાત્માનો અવતાર ક્યારે અને શા માટે થાય છે એ પ્રશ્નનો ઉત્તર ગીતાના નીચે આપેલા કથનમાંથી મળી રહે છે. - “હે ભારત ! જ્યારે જ્યારે ધર્મ મંદ પડે છે, તથા અધર્મ જોર કરે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સાધુઓની રક્ષાને અર્થે અને દુષ્ટોના વિનાશને અર્થે ધર્મનો પુનરુદ્ધાર કરવાને સારુ યુગે યુગે હું જન્મ લઉં છું.” આમ, હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે “જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, ને અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ત્યારે રામ યા કૃષ્ણ, બુદ્ધ યા ઈસુ જગતમાં ધર્મસંસ્થાપનને સારુ અવતરે છે. આ પુરુષો ઇન્દ્રિયોનો વ્યામોહ તોડી નાખે છે. હૃદયના પ્રેમને માટે દ્વાર ખુલ્લાં કરે છે, ને આપણાં અંતરમાં સત્ય અને ધર્મને માટે અનુરાગ જગાડે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કેટલીક વાર દસ તો કેટલીક વાર ચોવીસ અવતારો ગણાવવામાં આવે છે. પરંતુ આનો અર્થ એવો નથી કે પરમાત્માના અવતારોની સંખ્યા આટલી જ છે. ભાગવત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “હે બ્રાહ્મણો, સત્યના ભંડારરૂપ એવા હરિના અવતારો અસંખ્ય છે.”૧ૉ જેવી રીતે સંખ્યાની દષ્ટિએ અવતારને કોઈ સીમા નથી તેવી રીતે દેશ, કાળ કે સાંપ્રદાયિક સંકુચિતતાનો પણ અહીં સ્વીકાર નથી. ખ્રિસ્તી ધર્મના પ્રચારાર્થે જ્યારે બિશપ હેબરે શ્રી સ્વામિનારાયણની મુલાકાત લીધી ત્યારે શ્રી સ્વામિનારાયણે તેમને જણાવેલું કે અવતાર અંગે તમારી માન્યતા ગમે તે હોય પણ અમારી માન્યતા એવી છે કે “જુદા જુદા પ્રદેશમાં પરમાત્માના ઘણા અવતારો થયા છે. અર્થાત જેવી રીતે હિન્દુઓમાં અવતાર થયા છે તેવી રીતે ખ્રિસ્તીઓમાં ને મુસલમાનોમાં પણ અવતાર થયા છે.” આમ, અવતારના સિદ્ધાંતમાં હિન્દુ ધર્મે દેશ, કાળ તેમજ ધાર્મિક સંપ્રદાયોને લગતી કોઈ મર્યાદાને સ્થાન આપ્યું નથી. આથી જ ડૉ. રાધાકૃષ્ણને લખ્યું છે કે “જે હિન્દુને પોતાના ધર્મનું કંઈક પણ જ્ઞાન છે તે માનવજાતિના સર્વ સહાયકોને