________________ 60 જગતના વિદ્યમાન ધર્મો અદ્વૈતવાદી સૌને માન્ય એવો હિન્દુ મત છે કે મોક્ષાવસ્થામાં જેનો સાક્ષાત્કાર થાય છે એ જીવાત્માના મૂળ સ્વરૂપને પરમાત્માથી બિલકુલ છેટું નથી. અર્થાત “હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ'ના લેખક ન. દે. મહેતા કહે છે તેમ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ “અત્યંત સામીપ્ય૩૯નો છે. જીવન્મુક્તિઃ ઉપર વર્ણવેલી મોક્ષાવસ્થાની પ્રાપ્તિ પરલોકવાસી થયા પછી જ થાય એવું અનિવાર્ય નથી. “વિદેહમુક્તિ (દેહ છૂટી ગયા પછી પ્રાપ્ત થતી મોક્ષાવસ્થા) ઉપરાંત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પેઠે હિંદુ ધર્મમાં પણ જીવન્મુક્તિનો સિદ્ધાંત સ્વીકારાયો છે. જે મનુષ્યને ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર એવા પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનો આ જીવનમાં જ સાક્ષાત્કાર થઈ ગયો હોય તે મનુષ્ય જીવન્મુક્ત છે. જીવન્મુક્તને કોઈ વિષયભોગની કામના હોતી નથી અને તેથી તે શ્રી સ્વામિનારાયણ કહે છે તેમ “અશુભ કર્મ તો કરે જ નહિ પરંતુ લોકકલ્યાણર્થે જે શુભ કર્મો કરે છે તેનું ફળ પણ તેને ભોગવવું રહેતું નથી, કારણ કે શ્રી સ્વામિનારાયણના શબ્દોમાં “એ તો કેવળ આત્મસ્વરૂપે જ વર્તે છે માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહસંબંધી તથા સૂક્ષ્મ દેહસંબંધી કર્મ લાગે નહિ.”૪૨ આમ, જીવન્મુક્તને કોઈ નવાં કર્મો લાગતાં નથી પણ પૂર્વજન્મનાં જે કર્મો (પ્રારબ્ધ કર્મો)નું ફળ ભોગવવા માટે તેને આ દેહ મળ્યો હોય તે કર્મો તેને ભોગવવાનાં રહે છે. જો કે આ રીતે આવતાં દૈહિદ સુખદુઃખને ભોગવવાની જીવન્મુક્તની રીત સંસારના સામાન્ય માણસને છાજે તેવી હોતી નથી, કારણ કે સામાન્ય માણસ આવાં સુખદુઃખમાં લેવાઈ જતો હોય છે જ્યારે જીવન્મુક્ત તેમનાથી પર રહીને એમ અનુભવતો હોય છે કે “હું એનો (દૈહિક સુખદુઃખાદિનો)ભોક્તા નથી, હું તો આત્મા છું.જs ગીતામાં જીવન્મુક્તને “સ્થિતપ્રજ્ઞનું નામ આપીને તેનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે : “મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. દુઃખે ઉગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ; ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો. આસક્ત નહિ જે ક્યાંય, મળ્યું કાંઈ શુભાશુભ; ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.” ગીતાકાર કબૂલે છે કે “જે મનુષ્ય આત્મામાં રમનારો છે, જે તેથી જ તૃપ્ત રહે છે અને તેમાં જ સંતોષ માને છે તેને કંઈ કરવાપણું નથી હોતું. કરવા-ન કરવામાં