________________ 54 જગતના વિદ્યમાન ધર્મો સુક્ષ્મ શરીર પાંચ જ્ઞાનેન્દ્રિયો (નેગેન્દ્રિય), શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય), પાંચ કર્મેન્દ્રિયો (વાણી, ગ્રહણ, ગતિ, મળોત્સર્ગ અને જનન માટેની ઇન્દ્રિયો), પાંચ વાયુ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન), મન અને બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ઓગણીસ તત્ત્વનું બનેલું છે. જેવી રીતે આપણે સ્થૂળ શરીરને ઇન્દ્રિયો દ્વારા જોઈ શકીએ છીએ તેવી રીતે સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયગોચર પણ એટલે કે સ્વપ્નમાં પણ આપણને કેટલાક શરીરગત અનુભવો થાય છે. આમ, સ્વપ્નાવસ્થામાં જીવાત્માને જે અનુભવો થાય છે તે સૂક્ષ્મ શરીરને આભારી છે. મૃત્યુ વખતે જીવાત્મા સ્થૂળ શરીરને છોડી દે છે પણ સૂક્ષ્મ શરીરને છોડતો નથી; એટલું જ નહિ, પણ શરીરમાં બંધાયેલા તેના સ્વભાવ (વાસનાઓ ને ભૂતકાળમાં કરેલાં કર્મના સંસ્કારો) કે ચારિત્ર્યને અનુરૂપ નવું સ્થૂળ શરીર ધારણ કરે છે. કારણ શરીર એટલા માટે કારણ શરીર કહેવાય છે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરોનું તે કારણ કે અધિષ્ઠાન છે. કારણ શરીર જીવાત્માની વાસનાઓ અને ભૂતકાળમાં કરેલાં કર્મના સંસ્કારોનું બનેલું છે. કારણ શરીર વડે સુષુપ્તાવસ્થામાં જીવાત્માને પોતાના આનંદસ્વરૂપનો અનુભવ થાય છે, અને તેથી ગાઢ નિદ્રામાંથી જાગ્યા પછી એ ઊંઘ ખૂબ મીઠી અને મજાની હતી એમ તેને લાગે છે. ધૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર જે તત્ત્વોનાં બનેલાં છે તેની ઉપર આપેલી વિગતો જોતાં સ્પષ્ટ થશે કે આ તત્ત્વોની કુલ સંખ્યા ચોવીસની છે. આમ, હિન્દુ ધર્મની દૃષ્ટિએ માણસનું શરીર ચોવીસ તત્ત્વોનું બનેલું છે, અને એ શરીરને ધારણ કરનાર જે જીવાત્મા છે તે પચીસમો છે. સાંખ્યયોગ અને વેદાંતદર્શનમાં આ તત્ત્વોનો વિગતે વિચાર કરવામાં આવ્યો છે. જીવાત્માનું માનસિક સ્વરૂપ : માનસિક દષ્ટિએ વિચારતાં જીવાત્મા ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાન એ છ ગુણો ધરાવે છે. આ ગુણોને કારણે જીવાત્મા જુદી જુદી ઇચ્છાઓ કે વાસનાઓ રાખે છે અને તે પૂરી કરવા માટે વિવિધ પ્રકારનાં કર્મો કરે છે અને તેને પરિણામે વિવિધ પ્રકારનાં સુખદુઃખનો અનુભવ કરે છે. જીવાત્માના આ અનુભવોની ચેતનાની ત્રણ અવસ્થાઓ છે : 1. જાગ્રત, 2. સ્વપ્ન અને 3. સુષુપ્તિ. જીવાત્માને થતા આ જગતના ભૌતિક પદાર્થોના અનુભવો તેની ચેતનાની જાગ્રત અવસ્થાના અનુભવો છે. જીવાત્માને સ્વપ્નમાં થતા અનુભવો તેની ચેતનાની સ્વપ્નાવસ્થાના અનુભવો છે અને જીવાત્માને ગાઢ નિદ્રામાં જે આનંદનો અનુભવ થાય છે તે તેની ચેતનાની સુષુપ્ત અવસ્થાનો અનુભવ છે. જીવાત્માનું નૈતિક સ્વરૂપ : હિન્દુ ધર્મની માન્યતા મુજબ જીવાત્માનું નૈતિક સ્વરૂપ જ તેના શારીરિક અને માનસિક સ્વભાવને ઘડે છે. જીવાત્માનો નૈતિક સ્વભાવ