________________ 26 જગતના વિદ્યમાન ધર્મો પ્રત્યેનો આવો અભિગમ સ્વીકારે છે. અહીં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ ત્રીજો અભિગમ ઉપર સમજાવેલા બીજા અભિગમથી સ્પષ્ટ રીતે જુદો છે. બીજા અભિગમમાં પોતાના ધર્મ સિવાયના ધર્મોને તદ્દન વાહિયાત ગણાવી તેમનું મૂળમાંથી જ છેદન કરવાની હિમાયત કરવામાં આવે છે. જ્યારે ત્રીજા અભિગમમાં પોતાના ધર્મ સિવાયના અન્ય ધર્મોને તદ્દન ખોટા નહિ, પણ એકદમ અધૂરા ગણાવવામાં આવે છે અને પોતાનો જ ધર્મ પરિપૂર્ણ છે એવો દાવો કરવામાં આવે છે. જુદા જુદા ધર્મના ઘણા અનુયાયીઓએ આ દૃષ્ટિએ ધર્મોનો અભ્યાસ કરેલો છે અને એ દ્વારા એમ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે કે અમુક એક જ ધર્મ (અભ્યાસીનો પોતાનો ધર્મ) સર્વશ્રેષ્ઠ છે અને બીજા ધર્મોમાં આમ તો ઘણી ખરાબીઓ છે પણ આ ખરાબીઓ વચ્ચે જાયે-અજાણ્યે જે સારી વસ્તુઓની ઝાંખી થાય છે તે સારી વસ્તુઓ પણ પૂર્ણવિકસિત રૂપે તો પોતાના સર્વશ્રેષ્ઠ ધર્મમાં જ જોવા મળે છે. 13 સમીક્ષા : ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરતી વખતે પહેલા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે ઉચ્ચ પ્રકારની નીતિમત્તા એ ધાર્મિકતાનું અનિવાર્ય અંગ છે અને તેથી દરેક ધર્મમાં પ્રેમ અને ભ્રાતૃભાવનાનો ઉપદેશ અપાયેલો હોય છે. આનો અર્થ એ કે કોઈ પણ એક કે બીજા ધર્મનો સાચો અનુયાયી પ્રેમ અને ઉદાર ભાવનામાં ઊણો ઊતરતો હોતો જ નથી. અને તેથી તે પોતાના ધર્મનું કે અન્ય કોઈ વાતનું મિથ્યા અભિમાન રાખી શકતો જ નથી અને જો જાયે-અજાણ્યે રાખે તો તે પોતાના ધર્મના મર્મને પણ પામી શકે નહિ એવી સ્થિતિમાં મુકાઈ જાય છે, અને આવી સ્થિતિમાં મુકાયેલો માણસ અન્ય ધર્મના રહસ્યને તો ઓળખી જ કેવી રીતે શકે? આનો અર્થ એ કે પોતાના ધર્મ અંગેના મિથ્યા અભિમાનને કારણે ઉદ્ભવતો ધર્મના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ કોઈ પણ ધર્મનું સાચું જ્ઞાન આપવામાં નિષ્ફળ જાય છે. વળી, ધર્મના અભ્યાસ પ્રત્યેના ઉપર સમજાવેલા બીજા અભિગમની પેઠે આ ત્રીજો અભિગમ પણ તાર્કિક દૃષ્ટિએ સ્વઘાતક છે. આમ એ સ્પષ્ટ થાય છે કે ધર્મોના અભ્યાસ પ્રત્યેનો આ અભિગમ પણ સર્વથા ત્યાજય છે. 4. તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં આ બધા ધર્મો સમાન છે એમ સ્પષ્ટ કરવાના આશયથી કરવામાં આવતો ધર્મોનો અભ્યાસ : જે અભ્યાસીઓ ધર્મનો વિચાર ઊંડી આધ્યાત્મિકતાની દૃષ્ટિએ કરે છે તેમને જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદ તદન ઉપરછલ્લા લાગે છે અને ઉપરછલ્લી દૃષ્ટિએ જુદા જુદા જણાતા વિવિધ ધર્મોમાં રહેલી તાત્ત્વિક એક્તા તરફ તેમની આંખ ઠરે છે. આવી ઊંડી આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારનારા અભ્યાસીઓ જુદા જુદા ધર્મોમાં રહેલું સામ્ય કે તેમની વચ્ચેની મૂળભૂત એકતાને સ્પષ્ટ કરવાના આશયથી ધર્મોનો અભ્યાસ હાથ ધરે છે. ધર્મોના અભ્યાસ પ્રત્યેના આ અભિગમનું સુંદર ઉદાહરણ આપણને ડૉ. ભગવાનદાસના "Essential Unity of All Religious (સર્વ ધર્મોની તાત્ત્વિક એકતા) નામના ગ્રંથમાંથી મળી રહે છે. ડૉ. ભગવાનદાસે આ પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં શાસ્ત્રોમાંથી અનેક ઉતારાઓ ટાંકીને એમ દર્શાવવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે કે બધા ધર્મોમાં ધાર્મિક જીવનનાં ત્રણ અંગો 1. જ્ઞાન 2. ભક્તિ અને 3.