________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો ૩પ તે બધા તારી પાસે જ પહોંચે છે, જેમ નદીઓ ગમે તેવી વાંકીચૂકી ચાલીને પણ અંતે જઈને તો સમુદ્રને જ મળે છે.”૧૦ એ ખરું છે કે હિન્દુ ધર્મના લાંબા ઈતિહાસમાં અનેક વાર એવા પ્રસંગો બન્યા છે કે તેના આ કે તે સંપ્રદાયમાં સડો પેઠો હોય અને તેને પરિણામે તેમાં હિન્દુ ધર્મનો આદર્શ ભુલાઈ ગયો હોય. પરંતુ હિન્દુ ધર્મનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે આવા પ્રસંગે કોઈ ને કોઈ ધર્મપુરુષ પાકે છે અને તે ધાર્મિક શિથિલતા કે સડાને દૂર કરીને હિન્દુ ધર્મમાં નવો પ્રાણ પૂરે છે. શ્રી મહાદેવને યથાર્થ લખ્યું છે કે, “મહાન ધર્મસુધારકોસત્યદૃષ્ટાઓ-નો વખતોવખત થતો રહેતો પ્રાદુર્ભાવ એ ભારતના ધાર્મિક ઇતિહાસની વિશિષ્ટ લાક્ષણિક્તા રહી છે. જનસમુદાયની શ્રદ્ધા અને ધર્મભાવનાને પુનઃ ચેતનવંતી બનાવવી અને તેમનામાં એકતા અને હેતલક્ષિતાની ભાવના પ્રેરવી એ આ મહાન ધર્મસુધારકોનું જીવનધ્યેય હોય છે. જેમણે પોતે સર્વોચ્ચ સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય અને પછી પાછા જનસમુદાયની વચ્ચે આવીને ધર્મનાં ગૌરવ અને દિવ્યપ્રભાને તેમનાં હૃદય સુધી પહોંચાડ્યાં હોય એવા તેજસ્વી આધ્યાત્મિક નેતાઓ આટલી બધી સંખ્યામાં દુનિયાના કોઈ પણ ભાગમાં નથી થયા.” આમ, પાંચ હજાર વર્ષથીયે વધારે લાંબા તેના ઇતિહાસકાળ દરમિયાન આવેલાં અંદરનાં તેમજ બહારનાં અનેક આક્રમણોની વચ્ચે પણ હિન્દુ ધર્મને સદા જીવંત રાખવામાં જેટલો ફાળો હિન્દુ ધર્મશાસ્ત્રોનો છે તેટલો જ ફાળો હિન્દુ ધર્મના મહાન સંતપુરુષોનો છે. હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં ધાર્મિક જીવનના સર્વોચ્ચ આદર્શનું સ્પષ્ટ નિરૂપણ છે. પણ એ આદર્શને પોતાના જીવનમાં ઉતારીને અટકી નહીં જતાં, લોકોના જીવનમાં પણ એ આદર્શ મૂર્તિમંત બનાવવાનો પુરુષાર્થ તો ધર્મસુધારકો, ધર્મસંસ્થાપકો, ધર્માચાર્યો અને સંતપુરુષોએ જ કરેલો છે. આથી જ હિન્દુ ધર્મમાં પ્રાચીન શાસ્ત્રો કરતાં પ્રગટ સંતવાણીને અને શાસ્ત્રાધ્યયન કરતાં સંતસમાગમને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. 2. હિન્દુ ધર્મનાં શાસ્ત્રોઃ અતિ પ્રાચીન કાળથી આજ સુધી સદા જીવંત રહેલી હિન્દુ ધર્મ પ્રણાલીને પરિણામે હિન્દુ ધર્મનાં અનેક શાસ્ત્રો અસ્તિત્વમાં આવેલાં છે. આ શાસ્ત્રોને 1. વેદો, 2. વેદાંગ અને સ્મૃતિઓ, 3. ઇતિહાસો, 4. પુરાણો, 5. આગમો, 6. દર્શનગ્રંથો અને 7. સંતવાણી આ સાત વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સાત પ્રકારનાં હિન્દુ ધર્મશાસ્ત્રોનો અનુક્રમે સંક્ષિપ્ત પરિચય મેળવીએ. 1. વેદોઃ વેદો હિન્દુ ધર્મના મૂળ અને સૌથી પ્રાચીન શાસ્ત્રગ્રંથો છે. આ ગ્રંથોને “શ્રુતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે. “વેદ એટલે જ્ઞાન. એ જ્ઞાનનો શબ્દ ઋષિઓને (પરમાત્મા પાસેથી) અંતરાત્મામાં સંભળાયો, તેથી એનું બીજું નામ શ્રુતિ' છે. આમ, વેદો એ પરમાત્મા સંબંધી જ્ઞાનના ગ્રંથો છે. વેદો ચાર છે: 1. ઋગ્વદ, 2. યજુર્વેદ, 3. સામેવદ અને 4. અથર્વવેદ. આમાં ઋગ્વદ સૌથી વધારે