________________ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો 43 માત્ર સ્વર્ગાદિ ભોગનાં સાધનોનું સ્વરૂપ સમજાવે છે, અથવા જ્ઞાનકાંડ દ્વારા કેવળ મોક્ષનું સ્વરૂપ અને સાધન દર્શાવે છે. પંરતુ પાંચમું આગમસાહિત્ય ભોગ અને મોક્ષની એકવાક્યતા કરી ક્રમપૂર્વક વ્યવહારસુખ અને પરમાર્થસુખ આપી શકે છે.”૪૧ 6. દર્શનગ્રંથોઃ જગત, જીવ અને ઈશ્વરનાં સ્વરૂપ અને તેમના એક બીજા સાથેના સંબંધ અંગેની તાત્ત્વિક વિચારસરણીને હિન્દુ ધર્મમાં દર્શન કહે છે. આવાં દર્શનો જ છે. તેથી તેમને “ષદર્શન' એવું નામ અપાયું છે. પદર્શનમાંનું પ્રત્યેક દર્શન વેદ અને ઉપનિષને પ્રમાણભૂત માને છે, પણ તેમના સિદ્ધાંતોની સમજૂતી પોતપોતાની રીતે તર્ક લડાવીને આપે છે. પ્રત્યેક દર્શનના રચયિતાએ તે દર્શનના સૂત્રગ્રંથની રચના કરી છે. આ સૂત્ર પર અનેકાનેક ભાષ્યો, ટીકાઓ અને પરિટીકાઓ લખાયાં છે અને એ રીતે પ્રત્યેક દર્શનને લગતું વિપુલ દાર્શનિક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે. પદર્શનોનાં નામ અનેતેમનાં મુખ્ય પ્રતિપાદનો નીચે પ્રમાણે છે : 1. વૈશેષિક દર્શન : વૈશેષિક સૂત્રની રચના મહર્ષિ કણાદે કરેલી છે. વૈશેષિક દર્શને આપણા અનુભવમાં આવતા તમામ વિષયોને “સાત પદાર્થોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ વર્ગીકૃત કર્યા છે અને એવો પરમાણુવાદી મત સ્થાપ્યો છે કે આપણા શરીર સહિતના આ જગતના તમામ ભૌતિક પદાર્થો પૃથ્વી, જળ, તેજ અને વાયુના પરમાણુઓના આકાશમાં થયેલા સંયોજનથી બનેલા છે. આમ, આપણું શરીર પંચભૂતનું બનેલું છે અને આપણું મન તેમજ આત્મા તેનાથી ભિન્ન છે એ વૈશેષિક દર્શનનો તત્ત્વબોધ છે. 2. ન્યાયદર્શનઃ મહર્ષિ ગૌતમ ન્યાયસૂત્રના રચયિતા છે. ન્યાયદર્શનમાં જ્ઞાન મેળવવાનાં સાધનો (પ્રમાણે)નો વિચાર વિશેષરૂપે થયેલો છે. આમ, ન્યાયદર્શન એ ભારતીય તર્કશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસા છે. આ ઉપરાંત, પરમાણુઓમાંથી આ સૃષ્ટિની રચના કરનાર ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવાનો પ્રયત્ન પણ ન્યાયદર્શનમાં કરવામાં આવ્યો છે. 3. સાંખ્યદર્શન સાંખ્યદર્શનના રચયિતા કપિલમુનિ હોવાનું મનાય છે; જોકે ઈશ્વરકૃષ્ણની સાંખ્ય-કારિકા એ સાંખ્યદર્શનનો સૌથી પ્રાચીન સુલભ ગ્રંથ છે. સાંખ્યદર્શનના મત પ્રમાણે આપણા શરીર સહિતના આ જગતના બધા પદાર્થ 1. સત્ત્વ, 2. રજસ્ અને 3. તમસ એ ત્રણ ગુણો ધરાવતી જડ પ્રકૃતિમાંથી બનેલા છે. આપણું શરીર પંચભૂતનું બનેલું છે એ વૈશેષિક દર્શનનો મત સાંખ્યદર્શનને માન્ય છે, પણ વિશેષમાં સાંખ્યદર્શનને એમ કહેવાનું છે કે આપણું શરીર તેમજ મન વત્તાઓછા પ્રમાણમાં સત્ત્વગુણી, રજોગુણી અને તમોગુણી હોય છે, અને તેને પરિણામે તે સુખ, દુઃખ અને મોહનો અનુભવ કરે છે. આપણા સ્વભાવને વધારે ને વધારે સત્ત્વગુણી બનાવવો અને આખરે ત્રિગુણાતીત એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો એ સાંખ્યના મતે જીવનનું પરમ ધ્યેય છે.